________________
- જૈનાગમતેની ઉત્પત્તિને ઈતિહાસ,
જિન પ્રભુએ કાંઈ નિષેધ્યું નથી તેમ અનુભવ્યું નથી.” (શ્રી યશોવિજયજી.)
પ્રભુની આજ્ઞા એજ ધર્મ એમ આ લેખક હદયપૂર્વક સ્વીકારે છે, અને આ ભ. દધિ તરવાનું જો કોઈ પણ સાધન હોય તે તેજ છે, એમ પણ અનન્ય ભાવે માની અભિવે છે. આ અંગત એકરારનું કારણ એ જ છે કે જેનાગમની અતિહાસિક તપાસ લેતાં તેને શીરે “ નિન્દવ ” કિંવા “ મિથ્યાત્વી અને આરેપ ન મુકાય. અત્રે માનનીય ભાવિકતા શ્રદ્ધાનાં બંધને શિથિલ પાડવાને મારે લેશમાત્ર આશય નથી, તેમ આગમને પ્રભુની વાણી માની જેઓ પૂજ્યતાની સામગ્રી અર્પે છે, તેની પૂજામાં વિM નાંખવાની, આત્માના એક પ્રદેશમાં અયોગ્ય ભાવના પણ નથી. પરંતુ આપણે અત્યારે જે આગમોને શ્રી તીથકર ભગવાનની યથાવસ્થિત વાણી માનીએ છીએ, અને જે આગમોના અંશભાવી આધારે વિખવાદ કરવામાં આવે છે, તે વસ્તુત: શ્રી તીર્થકર ભગવાનનાજ શબ્દો છે કે નહીં, તે નિરપેક્ષ ભાવે વિચારવું બની આવે તે માટે, દેશકાલની પરિસ્થિતિ તપાસતાં, કાંઈક ઉલ્લેખ કર્તવ્ય માન્ય છે. ઉપર જે મુદ્રાલેખ મુકવામાં આવ્યો છે તે જ આ મા
ની દિશા બતાવવાને પુરતો છે, છતાં સુસ્પષ્ટતાને માટે તેની વિસ્તૃત આલોચના સ્વીકારવામાં આવી છે. આશા છે કે તેને પણ તેવાજ સ્વરૂપે વિચારમાં લેવાશે.
નાગોમાં પંચાંગી એ પ્રથમ પદે છે, એટલા માટે પ્રથમ તે વિષે વિચાર કરીએ. વાંચમે અનેક વાર વાંચ્યું અને સાંભળ્યું હશે કે શ્રી તીર્થકર પ્રભુને જ્યારે કેવળજ્ઞાન ઉપજે છે, ત્યારે પ્રથમ સંધની અને ગણધરોની સ્થાપના કરવામાં આવે છે. ગણધરની સ્થાપના સમયે શ્રી પ્રભુ “ઉપવા” ધુવા,” અને “વિવેવા” એમ ત્રિપદી ઉચ્ચારે છે. આ ઉપરથી ગણધર મહારાજાઓ દ્વાદશાંગીની રચના કરે છે.
હાલ જે અગીઆર અંગ મળી આવે છે, તે તરફ દ્રષ્ટિ દેતાં અથવા તે માંહેના પ્રસંગેનુ પૃથકકરણ કરી જતાં ખુલ્લું સમજી શકાશે કે ગણધરની સ્થાપના વખતે જે દ્વાદશાંગોની રચના થયેલી તે આ નથી. મતલબ કે આ અગીઆર અંગો શ્રી મહાવીર પછી રચાયેલા સંભવે છે. આ વાતને વધારે સારી રીતે સમજવા પ્રત્યેક અંગની ટુંકામાં નિરાળી તપાસ લેઈએ. •
ભગવતી સૂત્રમાં, જુદે જુદે વખતે, જુદા જુદા શહેરોમાં જુદી જુદી બાબતે વિષે શ્રી ગૌતમે, શ્રી મહાવીર પ્રભુને પ્રશ્ન પુછેલા તેના ઉત્તરો મોટા પ્રમાણમાં છે. તે સિવાય કે ક્યારે કેવી રીતે પ્રતિબોધ પામી દીક્ષા પામ્યા તેને પણ ઉલ્લેખ છે. આ વિગેરે બાબતો, અને ગોશાળા સંબંધી વિગતે તેમાં પાછળથી દાખલ થઈ હોય તો તેની ના કહી શકાશે નહીં. - જ્ઞાતા સૂત્રમાં, મેઘકુમારની જે હકીકત આવે છે તે મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થયા પછી ઘણે વખતે બનેલી છે. એ સિવાય બીજા પણ કેટલાંક એવાં દ્રષ્ટાંત છે કે જેને ઉપરના જેવીજ કક્ષામાં મુકી શકાય.