________________
૩૬૦
શ્રી જૈન શ્વેતાંબર કેં. હૉલ્ડ, પદ્યગ્રંથ પાછળ થોડા શબ્દોના અર્થ તથા ગદ્યગ્રંથનું ગુજરાતી ભાષાંતર આપવામાં જે પરિશ્રમ સેવાય છે તે માટે સંશોધકને અભિનંદન આપીએ છીએ.
છેવટે પ્રાચીન ગુજરાતી ગ્રંથને સમુદ્ધાર કરવાને માટે દત્તચિત્ત થયેલા વડોદરા નરપતિ શ્રીમંત ગાયકવાડ સરકારને સંપૂર્ણ ધન્યવાદ આપતાં આનંદ થાય છે. તેમના ઉત્તજનથી જ આ કૃતિ અને સાક્ષર કેશવલાલ હર્ષદરાય ધ્રુવ સંશોધિત ભાલણકૃત કાદંબરી પ્રસિદ્ધ થયેલ છે અને તેવી રીતે હવે પછી બીજી કૃતિઓ થતી જશે. છેવટે આ પુસ્તક ખરીદવા માટે જૈને અને દરેક જૈન લાયબ્રેરીને ભલામણ કરીએ છીએ.
શ્રાવકકપતરૂ-(કર્તા મુનિશ્રી કર્ખરવિજયજ, પૃ૦ ૧૬૨, પ્ર. જૈન શ્રેયસ્કરમંડળ મહેસાણુ, તેમજ જૈન આત્માનંદ સભા-ભાવનગર, સત્યપ્રકાશ” પ્રેસ-અમદાવાદ, કિંમત જણાવી નથી.) આમાં સમકિત બારવ્રત, ૧૧ શ્રાવક પ્રતિમા,૨૧ શ્રાવક ગુણ, અને વ્યવહારૂ શિક્ષા આપેલ છે અને તેની સાથે ગુણાનુરાગ કુલ . ટુંકું ભાષાંતર મુક્યું છે. સામાન્ય આ વિષય શું છે તેનું દિગ્દર્શન આ પુસ્તકમાં કર!' એ છે તેથી આ વ્રત, પ્રતિમાદિ કયા કયા, કેટલા અને તેને ટુંક અથ શું છે તે એકદમ આમાંથી મળી શકે છે. તે દરેકમાં ઊંડું રહસ્ય, તે દરેકને કમ, હેતુ, અને ઉંડી સમજ-દરેક પારિભાષિક શબ્દનો અર્થ વગેરે વિવેચનપૂર્વક ઉમેરવામાં આવ્યું હતું તે તે કરપાઇપ અવશ્ય થાત. એકંદરે પ્રયાસ સ્તુત્ય છે.
વડોદરાના જીવદયાખાતાને વાર્ષિક રિપ. સં. ૧૯૭૨-પૃ. ૮–ગઈ સામે લમાં રૂ. ચાર હજાર ઉપર સીલીક હતી ને ત્રણ હ» મદદ મળતાં કુલ સાત હજારમાંથી સાતસે રૂપીઆને ખર્ચ કર્યો છે. આમાંનું એક છે. ગ કાઠિયાવાડ વગેરે સ્થળેથી ભરવાડ લોકે ઘેટાંઓ વગેરે લાવે છે તે કસાઈને પરબારાં વેચી ન દે માટે તેની પાસેથી ખરીદી પાંજરાપોળમાં મુકવાનું છે. તેમાં ભરવાડના ધર્મગુર લાખા ભગતે દર ઘેટું અડધા રૂ.ની નજીવી કીમતે આપવાને બદબસ્ત કરી આપ્યો છે તે જાણવા જેવું છે. અહીં સામાન્ય સૂચના કરવાનું મન થઈ આવે છે કે આ બધા ને પાંજરાપોળમાં મુક્યા પછી શું? તે સંબંધી કોઈએ વ્યવહાર વિચાર કર્યો છે? પાંજરાપોળ સંબંધી ઘણું કરવાનું રહે છે.
જ્યાં સુધી તે સંસ્થા દેશદેશ અને ગામેગામ નહિ સુધરે ત્યાં સુધી જીવદયાખાતાંઓ તથા દયાના હિમાયતી ગણતા આપણા ધર્મશ્રદ્ધાળુ ભાઈઓની પૈસાની મદદ વગેરે કેટલે અંશે ઉપકારી થઈ શકશે તે સહેજે સમજી શકાય તેવું છે. આ જીવદયા ખાતાની મેનેજીંગ કમીટી ને સેક્રેટરીને ધન્યવાદ આપવામાં આવે છે.
હબલી પાંજરાપોળ–૧૧-૧ર મે વાર્ષિક રિપોર્ટ ૧૯૪–૧૫. આ પાંજરાપિળ સારું કામ કરે છે.
પ્રાણ રક્ષક સંસ્થા-ધુળીઆ-રિપોર્ટ-૧૯૧૪-૧૫–આ સંસ્થા ઘણું જ સારું કાર્ય કરે છે. કાર્યવાહક ઉત્સાહી છે વગેરે હકીકત અમો અગાઉ જણાવી ગયા છીએ. રિપોર્ટ પરના મરાઠી શાલ પર અમે સર્વનું ધ્યાન ખેંચીએ છીએ
યા વિશ્વાંત પિપલીક સમ જરી કિવા કરી સારિખે, પ્રાણી ક્ષુક લહાન થોર અલે માના ત્યાં પારખે,