________________
સ્વીકાર અને સમાલોચના.
૩૫૭
આદિ ઉત્તર તરફ વસે છે તેમાં પડદા, અનમેલ (અસમાન) વિવાહ, બાળ લગ્ન, વૃદ્ધ વિવાહ, વગેરે અનેક સામાજિક રીતીઓ છે, તે તેડવા માટે અને સામાજિક ઉન્નતિ શું કહેવાય તેનું યોગ્ય ભાન કરાવવા અર્થે આ માસિકને જન્મ થયો છે. આના પ્રત્યેક અંકમાં ઓછામાં ઓછાં ૨૦ પૃષ્ણ આવે છે. આમાં સંપાદકે આર્થિક લાભને હેતુ બીલકુલ રાખ્યો નથી, પણ સાથે જણાવ્યું છે કે “હમારા ઉદ્દેશ્ય કેવલ સમાજહિત આર જાતિસુધારકા હૈ.” સંપાદક મહાશયે આ ઉદેશ પિતાનું મિશન ( Mission)-જીવન કાર્ય હેય એમ ગયું છે, તેથી અમે તેમને ધન્યવાદ આપીએ છીએ. લેખો ઘણું સુયોગ્ય અને વાંચી મનન કરવા ગ્ય આવે છે. આ નવિન માસિકનો અભ્યદય ઇચ્છવા સાથે તેને મુદ્રાલેખ જે કાવ્ય ખંડમાં મુકવામાં આવ્યો છે તેનો અત્રે ઉલ્લેખ કર્યા વગર રહી શકતું નથી –
નહી કરેગા કભી કિસીસે સત્ય માર્ગ દિખાવેગા, દોષ હરેગા જેન જાતિ ઉસમેં જ્ઞાન બઢાવેગા, ત્યે નરનારી બાલ બાલકા સબકે હકકી રક્ષા કર, બલ દે પૂર્ણ સુધારક સબકે સચ્ચા સુખી બનાવેગા.
સમાધિમરણ ગૌર મૃત્યુ મોત્સવ-દિગંબર જૈનની ભેટ “સમાધિમરણ હિંદી ભાષામાં પંડિત સૂરચંદજીએ સં. ૧૯૨૫ માં રચેલ કવિતામાં છે. મૃત્યુ મહત્સવ સદાસુખદાસજી પંડિતે સ. ૧૯૦૮ માં હિંદી ભાષામાં લખેલ વિવેચનરૂપે છે.
પાર્થચંદ્ર સૂરિનું જીવન ચરિત્ર-પ- શા. મંગળદાસ લલ્લુભાઈ શામળાની પોળ અમદાવાદ, નિર્મળ પ્રિ. પ્રેસ. પૃ. ૨૪૮+ ૬ કિંમત માત્ર એક આને. આ પાર્ધચંદ્રસૂરિએ નાગપુરીય તપગચ્છ શાખા સં. ૧૫૭૨ માં તપગચછથી જાદી સ્થાપી અને તેનું નામ તેમના નામથી “પાયચંદ ગચ્છ' કહેવામાં આવે છે. એમનું જીવનચરિત્ર હાલની શૌલીએ લખવામાં આવેલું છે પરંતુ જે રીતે જીવનચરિત્ર લખાવાં જોઈએ તે રીતે લખાયું નથી છતાં બીજાં જે ગમે તેમ છપાય છે તે કરતાં તે સારું ગણી શકાય આ સૂરિને ઇતિહાસ નીચે ઉતારી, પ્રકટ કર્તાને આ પ્રકટ કરવા માટે ધન્યવાદ આપીશું ને વિનવીશું કે તેમના બધા ગ્રંથે સત્વરે બહાર પાડવા માટે પ્રયત્ન કરે.
જન્મ હમીરપુર ( આબુની તલેટીમાં આવેલું અને મહારાજા હમીરસિંહે સ્થાપેલું ગામ) માં પિતા વણિક શ્રાવક વેલગશાહ અને માતા વિમલદેવીથી સં. ૧૫૩૭ ચૈત્ર શુકલ ૮ શુક્રવારના રોજ થયો. નામ પાસચંદ. દક્ષા તેજ ગામમાં તપગચ્છીય (નાગપુરીય) પંડિત મુનિ શ્રી સાધુરનછ (પાછળથીસૂરિ) પાસે સં. ૧૫૪૬ના વૈશાખ સુદ ૩ને દિને લીધી. ગુરૂસાથે ત્રજય યાત્રા કરી. સં. ૧૫૫૪ માં પાઠક-ઉપાધ્યાય પદ ગુરૂએ નાગારમાં આપ્યું. સં. ૧૫૬ માં શિથિલાચારને દૂર કરવા ક્રિયા ઉગ્ધાર કરવા તત્પર થયા ને નાગોરથી જોધપુર ગયા. ત્યાં પાટવી કુંવર માલદેવજી તેમના રાજી થયા અને રાવ ગાંગાજી દર્શનનો લાભ લેતા. સંવત્સરી ભાદ્રપદ શુદ ૪ ને બદલે પાંચમ સ્વીકારી અને પ્રરૂપી. જોધપુરના સાથે સં. ૧૫૬૫ માં સૂરિપદ આપ્યું ત્યાંથી ફલોધિ થર્ડ ફણગ્રામમાં ક્ષેત્રપતિ-ભૈરવવીરને વશ કર્યો અને ઓશવાળ બાહડદેવ અને તેની સ્ત્રી ચાંપલ દેવીને પુત્ર વરદરાજને નવ વર્ષની ઉમરે