________________
તંત્રની બેંધ.
૩૫૫
nnnnnnn
આવ્યાં કરે એ બન્યું નહિ અને તેથી તેના નામમાં ફેરફાર કરી ટુંકું અને સરલ તેમજ અર્થસૂચક નામ આપવું યોગ્ય છે એમ વિચારી “ જૈન સમાજ એ નામ પસંદ કરવામાં આવ્યું.
જેનસમાજ કે જેના પ્રતિનિધિ તરીકે આપણી કોન્ફરન્સ કાર્ય કરે છે તે બતાવવા અર્થે જેનસમાજ' નામ સુસંગત છે, વળી હું અને સરળ અર્થ વાળું નામ છે. સ્વ. મેહનલાલ પુંજાભાઈ, મુંબાઈ માંગરોળ જૈન સભાના સેક્રેટરી હતા ત્યારે—પાંચેક વર્ષ પહેલાં તે સભા તરફથી એક માસિક પત્ર કાઢવાનો વિચાર રાખતા હતા અને તેની યોજના કરવામાં આ નામ અમે તે ભારતને આપવા સૂચવેલું તે ઘણાને પસંદ પડયું હતું. પરંતુ તે પત્ર કાઢવાનો પ્રસંગ કમનસીબે આવી શક્યો નહિ.
આ રીતે નામ ફેરફાર કરવાની સુચના સ્ટેન્ડિંગ કમિટીની સભામાં મૂકવામાં આવી. તંત્રી તરીકે અમોએ તેમ કરવાની ઉપયોગિતા જણાવી ત્યારે એક સદ્ગહસ્થ જણાવ્યું કે, તેમ કરવાથી કંઈ લાભ નથી–જે નામ તે જ કાયમ રાખવું, કારણકે તેથી તેની ગુડવિલ'માં વાંધો આવે અને અત્યાર સુધી તે ફેરવવાનું કોઈને યોગ્ય ન લાગ્યું––સૂઝયું નહિ તે પછી હાલ શા માટે ફેરવવું?–આના ઉત્તરમાં કારણો જણાવ્યાં, વળી નવા નાસુથી ગુડવિલ” ઉલટી વધુ થાય એ દરેક જાતને સંભવ પિતાના અનુભવ પરથી જણવ્યું. ત્યાર પછી એમ કહેવામાં આવ્યું કે, જેન સમાજ એ નામ રાખવાથી આર્યસમાજ, બ્રહ્મ સમાજ વગેરે સંસ્થામાં રહેલે પિલીટીકલ હેતુ આપણામાં મનાશે. ઉત્તરમાં એટલું જણાવ્યું કે, માસિક પત્ર એ કઈ સંસ્થા નથી. તેમ તે જ નામ રાખવું એ કંઇ આગ્રહ નથી, કેદ બીજું નામ સારૂં શોધી મુકો. ત્યારે કહ્યું કે, નામ જ ફેરવવાની જરૂર નથી. આને ઢસાહેબ કે જે આ “હેરલ્ડ” નામના પાદક છે તેમને તથા મી. ચુનિલાલ કાપડીઆ વગેરેને ટેકો મળતાં અમારા તરફથી ધિ આગ્રહ રાખવાની જરૂર રહી નહિં.
જૈન સમાજ” એ નામ સુંદર છે અભિપ્રાય એક વિદ્વાન મુનિ મહારાજ શ્રીએ પૂછવતાં જણાવ્યો હતો, છતાં એક વિમા યોનું અપ્રચલિત નામ લોક ન સમજે તેથી ચાલુ રાખવું ન જોઈએ એવું હવે પછી પણ આગ કમીટી ધ્યાનમાં લઈ ફરી નિર્ણય બાંધશે એવી આશા છે.
સ્વીકાર અને સમાલોચના.
તેવાથધિગમ સૂત્ર સરહસ્ય-૧૦ જૈનશ્રેયસ્કર મંડળ, મહેસાણા. પૂ. ૩૨+૧૦૨ જૈન વિદ્યાવિજય પ્રેસ. પાકું પુ; કિંઇ કણાવી નથી. બાઈ દીવાળીબાઈના સ્મરણાર્થે ભેટ. આમાં ઉમાસ્વાતિ વાચકના તત્વાયાં ગમ સૂત્રને મૂળમાં આપી તેનો અર્થ ગુજરાતી ભાષામાં આપ્યો છે અને તે ઉપરાંત સં ભાષ્યનો ટુંકસાર મુકેલો છે. આને હેત પ્રસ્તાવના માં એમ જણાવવામાં આવ્યું છે કે અન્ય સંસ્થા તરફથી આ ગ્રંથ સભાષ્ય ભાષાતર સાથે છપાવવામાં આવેલ છે, પરંતુ હિંદી ભાષામાં હોવાથી તેમજ ભાષાન્તર શા રહસ્યના અજાણુ પાસે કરાવેલ હોવાથી તાવિક બાબતની તેમાં ઘણી એક સ્કૂલ