SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ તંત્રીની નોંધ ૩૫૩ પવિત્ર તીર્થો સંબપી ઝગડા–-વેતાંબર અને દિગબર વર્ગ વચ્ચે તીર્થો સંબંધી વાંધા દિનપ્રતિદિન વધતા જાય છે. તેને ફેંસલો એક કોર્ટ દ્વારા કરાવવામાં સંતે લેવાતા નથી, પણ એક પક્ષ તે કોઈથા પિતાથી વિરૂદ્ધ ચુકાદો આવ્યો કે ઉપલી કેર્ટનું શરણું લે છે અને એમ વધતાં વધતાં પ્રિવિ કાઉન્સિલ સુધી જવા સુધીની વાત આવે છે, આમ થવાથી લાખો રૂપીઆ ખર્ચ અથાગ શ્રમ અને જબરી ચિંતા રાખવી પડે છે. પરિણામે શું થવાનું તે નિશ્ચિત કહી શકાતું નથી, તે એવા મામલામાં આપ મેળે ભવાદ માર્કત સૌ સૌના હકકે સંબધી ખુલાસો કરાવી લેવાય તે તે ખર્ચ અને શ્રમને ભોગ આપવો બચી જાય તેમ છે. તે વણિક જેવા ડાહ્યા વર્ષે તે પ્રમાણે કરવું ઉચિત છે એમ અમે માનીએ છીએ. આ સંબંધમાં બંને પક્ષનાની સહીવાળી અપીલ આ પત્રમાં પ્રકટ કરી તે પર સમસ્ત સમાજનું ધ્યાન ખેંચીએ છીએ અને દરેક પક્ષકાર, તીર્થસંરક્ષક સંસ્થાઓ, અને આગેવાનોને વિનવીએ છીએ કે તેમાં કરેલી વિનતીને સ્વીકાર કરી આ વધુ પડતી હદે ચડેલી વાતને અંત લાવી દે છે. આ સૂચના જેઓને હિતકર જણાય તેઓએ પિતાને તેવો અભિપ્રાય તે હીલચાલના ઉત્પાદક રા. વાડીલાલ મોતીલાલ શાહ (નાગવી મુંબઈ) પર લખી મેકલવા કૃપા કરવી. બુદ્ધિપ્રકાશ' પત્રમાંની ભૂલ સુધારે–આ પત્રમાં બે ત્રણ અંકામાં “હેમવિમલ રચિત નંદબત્રીશી” એ મથાળા નીચે જન પ્રાચીન કાવ્ય મુકેલું છે અને તે અગસ્ટ ૧૮૧૬ના અંકમાં પૂર્ણ થાય છે. તેની પ્રશક્તિ પરથી જણાય છે કે તે હેમવિમલ રચિત નથી, પણ તેમના શિષ્ય જ્ઞાનશીલ પંડિતના શિષ્ય સિંહ કુશલે સં. ૧૫૪૦ ચૈત્ર સુદ ૧૩ ગુરૂવારે તે રચેલ છે. તે પ્રશસ્તિ નીચે પ્રમાણે છે – પગછ નાયક એહ મુણિંદ, જયશ્રી હેમવિમલ સરિદ, જ્ઞાન શીલ પંડિત સુવિચાર, તાસ શીસ કહઇ એહ વિચાર. ૧૭૦. સંવત પનર સાઠમઝારિ, ચૈત્ર શુદિ તેરસ ગુરૂવાર, જે નર વિદુર વિશેષઈ સુણઇ, સિંધકુશલ ઈણિપર ઇમ ભણઈ. ૧૭૧ ભણતાં ગુણતાં લહીઈ બુદ્ધિ બુદ્ધિ, સકલ કાજની સિદ્ધિ, બુદ્ધિ ફલી વછિત સદા, બુદ્ધિ નિતનવતર સંપદા. ૧૭૨. મવિમલ સૂરિ તપગચ્છની આચાર્ય પરંપરામાં ૫૮મા છે. તેમને જન્મ સં. ૧૫૨૦ કાર્તિક સુદ ૧૫, દીક્ષા લક્ષ્મસાગર સૂરિ પાસે સં. ૧૫૨૮ વર્ષે લીધી. પંચલાસા ગામમાં સુમતિ સાધુસૂરિએ સં. ૧૫૪૮માં સરિપદ તેમને આવું. સં. ૧૫૮૩ ના આશ્વિન સુદ ૧૦ દિને પિતે સમાધિસ્થ થયા. આ સૂરિ પટ્ટ ઉપર હતા ત્યારે તેના શિષ્યના શિષ્ય નામે સિંહ (ધ) કુલે આ નંદબત્રીસી કાવ્યમાં ગૂંથેલી છે. ૧૦, દિગમ્બરીય પ્રતિમાઓ – દિગમ્બર જેનાથી સમાચાર જાણીએ છીએ કે વડોદરા ના શ્વેતાંબર જૈન મંદિરમાં દિગંબરી ચાર પ્રતિમાઓ હતી તે દિગંબરીઓને આપી દીધી છે. ખરે પર આ જાણી આનંદ થાય છે. આવી જ જાતનો પ્રબંધ મૂળથી થયે હેત તે
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy