________________
જૈન ધર્મને અન્ય ધર્મમાં ઉલેખ.
૩૨૧
પાઈ છે. સાધના ધર્મો શ્રાવકના ઘરમાં સુસવાથી કેટલાક શ્રાવકે પણ કેટલા બધા કિયા જડવી બની ગયા છે. વળી જેનેની સંખ્યા દર વરસે હજારોના પ્રમાણમાં ઘટતી જ જાય છે. કે જૈન મુનિ નવા માણસોને નધર્મમાં ભેળવી શકતા જ નથી. જૈનમાં મંદિર અંદર કેટલી બધી ખટપટ ચાલે છે અને કેસ લડવામાં પણ આપણા કેટલા બધા રૂપીઆ ખર્ચાય છે ! !! ઉપાશ્રયમાં મુહુપતિ બાધીને મહારાજની પાટના પાયા પાસે બેસનારાઓ તેટલી કીડી, કેડી ઉપર દિલસોજી બતાવે છે તેટલી જ પિતાના પ્રામાણિકપણું, સત્ય, વગેરેમાં પણ દિલસોજી વાપરતા હોય તથા તીર્થકોએ વખાણેલી મનુષ્ય જાત ઉપર પણ નવી-દિલસોજી બતાવી પૈસાને ભોગ આપતા હોય તે કેવું સારું ! ! ! જેન કોમમાં એ સમ્યજ્ઞાન આવવાને હજી વરસોની જરુર છે. જૈન કોમ ધર્માદા ખાતે સૌથી વધારે પૈસા બચે છે પણ વ્યવહારત્યાજ્ય પુરૂને પ્રેરણા પ્રમાણે પૈસાને વ્યય થતું હોવાથી થયલા પૈસાનું જોઈએ તેવું પરિણામ દેખાતું નથી. જે જૈન કેમ પિતાના ધર્માદાના મામ પૈસા જનહિતાર્થે વાપરે તે છે કે દસકામાંજ જૈન કોમ હિંદમાં સર્વોત્કૃષ્ટપદ લેવાને ભાગ્યશાળી બની શકે તેમ છે. આમ થવાને જેમાં પરસ્પર સંપની, માનની લાલસાના અભાવની, મૂળ સુત્રોના જ્ઞાનની, અને સમદ્રષ્ટિ નિરભિમાની મુનિઓના સદ્દભાવની જરૂર છે. હાલના જૈન વણિકો બીકણ થઈ ગયા છે એ વાત તે આખું વિશ્વ જાણે છે. જૈન ધર્મ જે ઉત્તમ ધર્મ બીકણ લોકો લઇ બેઠા હેવાથીજ ધર્મની નિંદા થાય છે. જેમાં વસ્ત્ર પકડવાની મનાઈજ નથી. “જન્મ તો એ girકર્મ કરવામાં શુરો છે તે ધર્મમાં એટલે કર્મ અપવવામાં પણ રાડ હોય છે – આવા શ્રી વીતરાગ દેવના ફરમાનને અર્થ એટલો જ નીકળે છે કે બીકણ લોકોને પિતાના શરીરાદિ ઉપર હદ ઉપરાંત મમત્વ ડાવાથી રખેને આપણે મરી જઈશું એવી ભય લાગવાથી કાંઈ કરી જ શકતા નથી. તેવા
કે ધર્મને પણ પામી શક્તા નથી. તેમ મમત્વ એાછું તેમ શારીરિક અને માનસિક બળની વૃદ્ધિ જાણવી. શારીરિક અને માનસિક બળવાન બનવા માટે જ જૈન ધર્મ છે, માટે જ તીર્થકરોનું શરીરબળ પણ અનંત કહેલ છે. જે પૂર્વાચાર્યોએ શરીરને કટ કરીને નાખી દેવા કે - પીને સોડ તાણીને સૂઈ જવા ફરમાવ્યું હેત તે તીર્થંકરના શરીર બળના શા માટે વખાણ કર્યા ! માટે એ વાત તે ચોકસ છે કે જનધર્મથી શારીરિક અને માનસિક પદ્ધ થવી જ જોઈએ. વળી જેમ જેમ જૈન જ્ઞાનમાં ઉંચા વધે તેમ સંધયણમાં પણ ઉંચા. વધવા જ જોઈએ. જે સંઘયણ એટલે શારીરિક બળ નબળું પડે તે જાણવું કે માનસિક પળ પણ નબળું પડયું છે. તીર્થકરનું આધ્યાત્મિક બલ સંપૂર્ણ માટે શારીરિક બલ પણ સંપૂર્ણ. જે જે કેવલી થાય તે તે શરીરમાં પણ સંપૂર્ણ બળવાન હોયજ. અત્યારે જગતમાં જેટલા આરંભ સમારંભ ચાલે છે તેની શરૂઆત કરાવનાર શ્રી ઋષભદેવ ભગવાન જ છે. લોકોને જ્યારે વ્યવહારનું જ્ઞાન નહોતું ત્યારે શ્રી ઋષભદેવજીએ તેમને અસિ, મસિ અને કૃષિનું જ્ઞાન આપ્યું હતું. અસિ એટલે તલવારને ઉપયોગ તે શત્રુઓને હણવાના કાર્યમાં જ થાય છે. આવું તલવાર પકડવાનું શૈર્ય પ્રથમ શ્રી આદિ તીર્થકરેજ જગતમાં રાખ્યું છે. મસિ એટલે શાહીથી લખવું અને કૃષિ એટલે ખેડ જે ખેડથી અત્યારે જૈન બંધુઓ લગભગ વિરૂદ્ધ છે તે ખેડની શરૂઆત પણ ઋષભદેવજીને જ આભારી છે. અગ્નિને ચુલામાં કેમ નાખો, ભદ્દી કેમ સળગાવવી, ચકી કેમ પીલવી, કેવી રીતે પાણીમાં તરવું, વગેરે જગતની સર્વ કલાઓને આરંભ સમારંભ