SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ શ્રી જૈન એ. કે. હેરલ્ડ. રીતે વધારે જીવહિંસા કરાવી પાપ કરે છે. આમ અર્થને અનર્થ કરી તેમના મનમાં સડો પેસાડી અને ઉપયોગ ન કરી ખાલી પંસા તેઓ ખર્ચે છે. તેઓમાંના ઘણાક ભવ્ય દેરાં બાંધવામાં, સોના રૂપાની આંગીઓ ચડાવવામાં અને એવાં બીજા ખર્ચાળુ કામમાં ઘણું પૈસા ખર્ચે છે પણ જો તેઓ તે પૈસાને ફકત પા ભાગ માણસો કે જેમાં પરમાત્મા બીરાજે છે, ને જે ખરેખર ઈશ્વરનાં દેરાં છે તેના લાભાર્થે વાપરે તો તેઓ ગુજરાતનું કેટલું ભલું કરી શકે? તેઓએ જીવહિંસાને અર્થ એટલે સુધી લંબાવ્યો કે પાણીમાં અનેક જીવો છે માટે તેને ઉપયોગ જેમ બને તેમ છે કરો. નાવામાં, દેવામાં, વગેરે દેહશુદ્ધિ ને વસ્ત્ર ને ઘરશુદ્ધિના કામમાં પાણી બરાબર વપરાતા નથી. જેના પરિણામે તેમના ઘરમાં ને આંગણ આગળ ગંદવાડ જરાક વધારે જોવામાં આવે છે, શારીરિક સ્વછતાનો અભાવ અને ઘરની મલિનતા એ બેથી તેમનાં સરીર નબળાં થતાં જાય છે ને જ્યાં જેઈએ ત્યાં સીધી લીટીની સરસાઈ કરે એવા લોહ ધાન, ફીકા, કમજોર ને કાયર સ્ત્રી રૂ. ની સંખ્યા તેમનામાં વધારે જોવામાં આવે છે આરોગ્ય–સંરક્ષણ–શાસ્ત્રના સઘળા નિયમોની વિરુદ્ધ તેઓનું વર્તન શારી રેક બળ નષ્ટ કરી દે છે એમાં નવાઈ શી? વળી શારક બળ નષ્ટ થવાથી માનસિક બળ પર ખરાબ અસર થાય એમાંએ કંઈ અચંબો પામવા જેવું નથી. દિન પ્રતિદિન જૈને ની સંખ્યામાં ઘટાડો થાય છે. તેમના માંકડ ચાંચીયા ડરક ધરમને લીધે તેઓ કાયર થએલાજ છે અને આ તેમની ઉંધી સમજથી તેઓ મૂળ સ્થાપકોના ઉમદા હેતુઓને ઉધા વાળી હાથે કરી હેરાન થાય છે. તેઓ સામા ક્ષય રોગના ભાગ થયા છે. તેમન માં અગ્રેસર સમજુઓ પણ અસલ શુદ્ધ ધર્મ શો તે તે ખેળી કહાડવા પ્રયત્ન પણ કરતા નથી, અને જેમ અન્ય હિંદુઓ બ્રાહ્મણના ડે " - ડોલે છે, તેમ તેઓ તેમના જતીએના ડોલાવ્યા ડેલી ચગડોળે ચઢી તેમના ડિક ખેત અને ઉત્સાહ તેડનાર હાલના ચાહતા ધર્મને-વળગી રહે છે. તેઓ અસલી હીરાને - તે હીરાના પડછાયાને હીરે સમજી બેઠા છે. આ એક તેમને માનસિક રોગ છે જે એ ડાહ્યા અને શાણ સાધુઓ ત્યા ઘરબારીઓ એકઠા મળી તે સમાજને લાગુ પડે છે. આ ક્ષયરોગની બરાબર ચિકિત્સા કરી યોગ્ય દવા નહિ કરે તો તેઓ પિતાની સમાજ જીવન ટુંકું કરે છે. આ સમાજ ભૂલ માં ભરમાઈ અતિ ક્ષીણ થઈ ધીમે ધીમે નાબુદ થવાના રસ્તા પર ચઢી છે અને તેમના અમે સરો તેમને યાહામ કરી ખાડામાં ઝંપલાવતા અટકાવતા નથી. ટીપ –ઉપરોક્ત લેખમાં રા. ર બિહારે છે. જૈન ધર્મની હાલની પદ્ધતિમાં કઈ પણ પ્રકારનો ફેરફાર કરીને જૈન સંસ્થા જેમ મારા પાયાપર આવે તેવા પ્રકારના ઉપાયો યોજવા ભલામણ કરી છે તે સ્તુતિપાત્ર છે. રા. . બિહારીએ જે જૈન ચિત્ર આલેખયું છે તે જૈન સૂત્ર વાંચીને નહિ પણ હાલની ટુ આ, તથા, દિગંબર, વગેરે સંસ્થાઓને જૈન બંધુઓની રહેણી કરણી જોઇને તે ઉપરથી જ ચિત્રેલું છે તેથી તથા પ્રકારના જ્ઞાનતા અભાવે લેખમાં ક્ષતિ પણ થએલ છે પણ લેખને એકંદર સાર, જૈન સંસ્થામાં સુધારા થાય તે વધારે સારું છે એવો દિલસોજી ભયે વિાથી રા. રા. બિહારીના લેખમાંથી કોઈ મતાગ્રહી જીવને કદાચ ભૂલો જણાય છે તે સંતવ્ય છે. રા. રા. બિહારીનું કેટલાક લખવું તે સત્ય જ છે. જુઓને ઢંઢીઆને પંથ ને મળ્યા પછી પ્લેચ્છતા કેટલી બધી વધી
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy