SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયવતાર–પ્રાચીન જૈન થાયને ગ્રંથ ૩૦૫ (નાર પ્રતિ સેકન્ન મારે ત નથ:) એટલે (અનંતધર્મવાળી વસ્તુને ઇચ્છિત એવા એક ધર્મ પ્રત્યે) જે લઈ જાય છે એટલે [એક ધર્મનું જેનાથી જ્ઞાન થાય છે તે નય એટલે એક દષ્ટિબિંદુથી થતું જ્ઞાનનય પ્રમાણપ્રવૃત્તિને ઉત્તરકાલભાવી પરામર્શ છે. નય સાત પ્રકારના છે. (૧) નૈગમ-જે વસ્તુના સામાન્ય અને વિશેષને સમુદાય રૂપે-પરસ્પર ગમ–ભેદ પાડયા વગર ગ્રહે છે તે. ઉદા. “વાંસ’ એ રાદથી ઘણું ધર્મો સમજી શકાય છે; તે ધર્મોમાંના કેટલાક તેની જાતને-વાંસ એ વૃક્ષની નતને લાગુ પડે છે જ્યારે બાકીના આંબો, વડ, અંજીર આદિ ક્ષેની સાથે સામાન્ય સાધારણ હોય છે જેથી આ બે જાતના ધર્મોમાં કઈ ભેદ પાતો નથી. ન્યાય અને વૈશાપક દર્શને નગમે નયને સ્વીકારે છે. (૨ સંગ્રહ-જે વસ્તુને કેવલ સામાન્ય ધમ સ્વીકારે છે તે. જ્યારે સામાન્ય ધર્મથી ભિન્ન એ છે વિશેષ ધર્મોને જાણે તે આકાશ ની માફક અવિદ્યમાન હોય તેમ માની ગણતો નથી. ઉદા. આંબે, વાંસ, કે વડ વિ. આપણે બોલીએ છીએ, ત્યારે આપણે તે વૃક્ષ છે એટલું કહેવા ધારીએ છીએ. અદ્વૈત અને સાંખ્ય દર્શને સંગ્રહ નવને માને છે. () વ્યવહાર–જે કેવલ વિશેષ ધર્મને જ સ્વીકારે છે તે. કારણ કે વિશેષ વગરને સામાન્ય ધર્મ શશવિષાણુ પેઠે મિથ્યા છે ઉદા. ક્ષ લઈ આવવાનું કહેવામાં આવે છે. ત્યારે કોઈ સામાન્ય રીતે વૃક્ષ લઈ આવશે ? નહિં જ તે, ફક્ત આંબો, વાંસ કે વડ એવું કોઈ વિશિષ્ટ વૃક્ષ લઈ આવશે. ચાર્વાક દર્શન વ્યવહાર નયને અનુસરે ; ( ) ઋજુસૂત્ર–જેમ વસ્તુ વર્તમાન કાલ હાય તેમજ તેને ભૂત અને ભવિષ્યની અપેક્ષા રાખ્યા વગર ગ્રહણું કરે છે. વસ્તુનું ભૂતકામ જે સ્વરૂપ હતું અથવા ભવિષ્યમાં જે થશે તે લક્ષમાં લેવું નિરર્થક છે. જે સ્વરૂપમાં વસ્તુ વર્તમાન કાળમાં હોય તેથીજ બધે વ્યવહાર સરે છે. ઉદા. પૂર્વના–પૂર્વ જન્મમાં મારે જે પુત્ર હતો તે હમણાં બીજા સ્થલે રાજકુમાર થયેલ છે. હવે મારે તેનું વ્યવહારૂ રીતે કંઈ કામ નથી તેથી ઋજુસૂત્ર ફકત ભાવને સ્વીકારે છે અને નામ, સ્થાપના, અથવા દ્રવ્યને સ્વીકારતો નથી. ઉદા. અક ગરીબ ગોવાળીઓ ઈનું નામ ધારણ કરે તો તેથી તે સ્વર્ગને નાથ થઈ શકતો નથી. રાજાની સ્થાપના રાજાનું પિતાનું કાર્ય કરી શકતી નથી. મારામાં જે કારણે મારા ભવિષ્યના જન્મમાં જુદે દેહ લેવાને દોરી જશે તેથી હું તે (ભવિષ્ય જન્મો) હમણાં ભોગવવાને શક્તિમાન થઈ શકીશ નહિ. બાહે આ ત્રીજુસૂત્રનું આલંબન કરે છે. . શબ્દ. જે શબ્દને અર્થ-રૂઢાર્થમાં વાપરે છે નહિં કે તેના વ્યુત્પત્યર્થમાં. જેમ શત્ર સામાન્ય રીતે અથવા તેના રૂઢાર્થમાં વૈરી' એ અર્થમાં વપરાય છે. જ્યારે તેને વ્યુત્પત્યર્થ “ નાશ કરનાર ” એવો થાય છે. રાકરણઓ આ નયને આધાર લે છે. " ૬. સમભિરૂઢ નય-વ્યુત્પત્તિથી અય કરી કાર્ય–વાચક શબ્દમાં બારીક ભેદ પાડી તેને વ્યુત્પત્તિથી જે અર્થ થતો હોય ત્યાં વાપરે છે તે. ઉદા. શબ્દનયે ઈદ્ર, શુક્ર, પુરંદર
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy