SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ કાલરવરૂપ. ૨૮૫. અર્થ-દશ કોડા કોડી સાગરોપમ પૂરા થાય તે ઉત્સપિણું, અને તેટલાજ કાળની અવસર્પિણી પણ છે. ભરતક્ષેત્રમાં અવસર્પિણીના છ કાળ સમય થાય છે. તેમનાં અનુક્રમે નામ કરીએ છીએ. પહેલો સુષમ સુષમા, બીજે સુષમા, ત્રીજે સુષમદુઃષમા, ચોથી દુષમસુષમા, પાંચમો દુઃષમા, અને છઠ્ઠો અતિ દુધમાં. ઉત્સર્પિણીના પણ એજ છ વિભાગે છે, પણ તે ઉલટાક્રમે લેવાના છે. સુષમ દુષમા ચાર કડા કેડ સાગરોપમને છે. સુષમાં ત્રણને અને સુષમ દુષમા બેને છે. બેતાલીશ હજાર વર્ષે ઉણું એક કોડા કેડ સાગરોપમ એ દુઃષમ દુ ષમાનો કાળ છે. એકવીશ હજાર વર્ષ નો દુરુષમા છે. અને અતિ દુષમાનો કાળ પણ તેટલોજ છે. –ઉપદેશપદ, પૃ ૧૪૭-૮ આ પ્રમાણે ઉત્સર્પિણના ઉલટા ક્રમથી એટલે પહેલો અતિદુઃષમા, અને છેલ્લો સુષમ સુષમા--એમ જાણવા. અહીં જણાવાઈએ આ પિકીને અવસર્પિણી-દુઃષમ (પં. ચમ આરો–પંચમ કાળ ) હાલ વતે છે. પરમાર્થ ભાગેથી મનુષ્ય મુક્તિ મેળવે છે. તે પરમાર્થ માર્ગ જે કાલમાં સુખેથી પ્રાપ્ત થાય તેનું નામ “સુષમ” અને જે કાલમાં દુખેથી પ્રાપ્ત થાય તેનું નામ “દુષમ’ છે. આ બે શબ્દોની ઘટનાથી સુષમસુષમા, સુષમદુપમાં, દુઃષમસુષમા. દુઃષમ દુષમાએ સામાસિક શબ્દો બંનેના ભાવને મિશ્રિત કરી દશવને પ્રયોજેલ છે. હમણાં ચાલુ વર્તમાનમાં ચાલતકાલ પંચમકાલ કહેવાય છે અને તે પમ છે. આ સંબંધી વિસ્તારપૂર્વક એક વિધાન વિચારક એમ દર્શાવે છે કે – જિનાગમમાં આ કાળને “દુસમ” ની સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે; કેમકે “દુસમ' શબ્દનો અર્થ “દુઃખે કરીને પણ ત થવા યોગ્ય” એવો થાય છે તે દુખે કરીને પાસ થવા યોગ્ય તો એવો એક પરના માર્ગ મુખ્યપણે કહી શકાય; અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે; જે - પરમાર્થ માગનું દુર્લભપણું તે સર્વ કાળને વિષે છે; પણ આવા કાળને વિષે તે વિશેષ કરીને કાળ પણ દુર્લભપણાના કારણ રૂપ છે. ' અત્ર કહેવાનો હેતુ એવો છે કે, ઘણું કરીને આ ક્ષેત્રે વર્તમાનકાળમાં પૂર્વે જેણે પરમાથેભાર્ગ આરાધ્ય છે, તે દેહ ધારણ ન કરે અને તે સત્ય છે, કેમકે જે તેવા જીવન સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતો હોત, તો તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ઘણું છને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઈ શકતી હેત; અને તેથી આ કાળને “દુસમ” કહેવાનું કારણ રહેત નહીં. આ રીતે પૂરાધક જૈનેનું અલ્પ પણું એ આદિ છતાં પણ વર્તમાન કાળને વિરે જે કોઈપણ જીવ પરમાર્થ માર્ગ આરાધના ઇછે, તો અવશ્ય આરાધી શકે, કેમકે દુઃખે કરીને પણ આ કાળને વિષે પરમાર્થ માર્ગ પ્રાપ્ત થાય એમ પૂર્વજ્ઞાનીઓનું કથન છે. | સર્વ જીવને, વર્તમાનકાળમાં, માર્ગ દુ:ખે કરીને જ પ્રાપ્ત થાય, એમ પૂર્વજ્ઞાનીઓનું કથન છે. સર્વજીવન, વર્તમાનકાળમાં, મા ૬.ને કરીને જ પ્રાપ્ત થાય, એ એકાંત અભિપ્રાય
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy