SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ શ્રી જૈન ક. કે. હેરલ્ડ. વિચારવા ગ્ય નથી. ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજો યોગ્ય છે; તેનાં ઘણાં કારણે પ્રત્યક્ષ દેખાય છે. પ્રથમ કારણઃ ઉપર દર્શાવ્યું છે કે, પૂર્વનું ઘણું કરીને આરાધકપણું નહિ. બીજું કારણ તેવું આરાધપણું નહીં તેને લીધે વર્તમાન દેહે તે આરાધક માના રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય; તેથી અનારાધક માર્ગને આરાધક માર્ગ માની લઈ જીવે પ્રવૃત્તિ કરી હોય છે. ત્રીજું કારણુ ઘણું કરીને કયાંક સસમાગમ અથવા સગુરૂને વેગ બને, અને તે પણ કવચિત્ બને. ચોથું કારણઃ અસત્સંગ આદિ કારણેથી જીવને અસશુવાદિકનું ઓળખાણ થવું પણ દુષ્કર વર્તે છે, અને ઘણું કરીને અસવાદિકને વિષે સત્ય પ્રતીતિ માની જીવ ત્યાં જ રોકાઈ રહે છે. પાંચમું કારણઃ કવચિત સત્સમાગમાદિને યોગ બને તે પણ બળ, વીર્યાદિનું એવું શિથિલ પણું, કે જવ તથારૂપ માર્ગ ગ્રહ ન કરી શકે, અથવા ન સમજી શકે, અથવા અસત્સમાગમાદિ, કે પિતાની પનાથી મિથ્યાને વિષે સત્યપણે પ્રતીતિ કરી હોય.” વળી તેઓ જ લખે છે કે – “ઉતરતા કાળના પાંચમા આરામાં તેના ધમપણાને લઈને કેવું વર્તન આ ભરતક્ષેત્રે થવું જોઈએ તેને માટે સહુએ કેટલાક વિચારો જણવ્યા છે તે અવશ્ય જાણવા જેવા છે– એઓ પંચમકાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે. નિર્ગથ-પ્રવચન પરથી મનુબેની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મનાં મૂળતા ન મતમતાંતર વધશે, પાખંડી અને પ્રપંચી તેનું મંડન થશે. જનસમૂહની રૂચિ અધર્મ • બી વળશે. સત્ય દયા હળવે હળવે પર ભવ પામશે. મોહાદિક દેષોની વૃદ્ધિ થતી જશે. ભી અને પાપી ગુરૂઓ પૂજ્યરૂપ થશે. દુષ્ટ વૃત્તિનાં મનુષ્ય પોતાના હૃદમાં ફાવી જશે. “ડા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરૂષ મલિન કહેવાશે. આત્મિક જ્ઞાનના ભેદે હણતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાન ક્રિયા બહુધા સેવાશે; વ્યાકુળ વિષયોનાં સાધને વધતાં જશે. એકાંતિક પક્ષો સત્તાધીશ થશે. શગારથી ધર્મ મનાશે.” ૩. કાળપરિમાણનું કેક–જેનશાસ્ત્ર પ્રમાણે (૧) તિવું એટલે પ્રકાશથી હોનાર– તિષ્ક દેવ એટલે સૂર્ય ચંદ્રમા આદિ નિત્ય તિવાલાથી કાલના ભેદ પડે છે. તેઓની ભ્રમણુસંચરણ વિશેષગતિ એ કાલના વિભાગમાં તુ છે. આથી મુહૂર્ત. દિવસ, રાત્રિ, પક્ષ, ભાસ, વર્ષ આદિ પડે છે, તેમાં જૈનશાસ્ત્રમાં આથી ઘણું સૂક્ષ્મ ભાગે પણ પાડેલા છે, અને તે નીચે પ્રમાણે – - પરમસૂક્ષ્મ ક્રિયાવાન, સર્વ કરતાં ઓછામાં ઓછીગતિ પરિણત કરનાર એક પરમાણુ પિતાના અવગાહન ક્ષેત્રને જેટલા કાળમાં બદલે તેટલા-અતિ સૂક્ષ્મકાલને સમય કહે છે. આ સમયરૂપ કાલ ઘણો સૂક્ષ્મ હોવા પરમ પુરૂષોને-સાધારણ પુરૂષોની અપેક્ષાએ અતિશય સહિત જનોને–પણ દુય છે. આ કાલ ભગવાન પરમાર્થ કેવલી (સર્વજ્ઞ જ જાણે શકે છે. ભાષા કે શબ્દથી ગ્રહણ કે ઈંડિયના પ્રયોગને અહીં અસંભવ છે,
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy