SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મદર્શન. ૨૭૭ વિશાક છે. શ્રી નિર્ગુણ સ્વરૂપ અગાધ મહિમાવાળું હાઇ ચિંતવનમાં આવી શકે જ નહિ,અર્થાત મનવાણી ત્યાં પહોંચી શકતાં નથી. માત્ર તે સ્વરૂપ એજ તેનું ચિંતવન અનુભવ કરી શકાય છે. તે સ્વરૂપ અવ્યકત છે, એના રૂપ, રંગ કે ગુણ, ઇંદ્રિય વડે જાણામાં ન આવે તેવું છે, એટલે કોઇપણ ઇંદ્રિયથી વ્યક્ત ન થાય તેવું છે, અર્થાત ગુણાદિથી રહિત છે. દેલ, કાલ, વસ્તુકૃત માપ કે પરિચછેદ રહિત છે વળી તે નગુણ સ્વરૂપ મંગળમય છે તે સુખસ્વરૂપ છે તેને કોઈપણ જાતનો ઉપદ્રવ નથી, એના કરતાદિ કોઈ પણ દોષ નથી જ. તે સ્વરૂપ અતિશાન્ત છે તે સ્વરૂપને મૃત્યુ વગેરે છે. બાધ કરી શકતા નથી એ તો અમૃતજ છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણ ફ: જેનો સ્પર્શ કરી શકતા નથી એવું છે. જેને કદિપણુ નાશ નથી જ. એ પરિપૂર્ણ સર્વ કારણ રૂપ છે, સર્વ શરીરની ઉત્પત્તિ તથા લય એથીજ છે. શ્રુતિ કહે છે કે “ચાd =ા રિમને રિટાયતે' જેમાંથી સર્વ સુખ દુઃખ રૂ૫-જગતને જન્મ થાય છે અને જેમાં સર્વ જગત લીન થાય છે તે આદિ. કારણરૂપ નિર્વિશેષ આત્મસ્વરૂપજ છે. નાતર ઉપનિષમાં છઠ્ઠા અધ્યાયના નવમા મંત્રમાં કહ્યું છે કે “લriધvruપતે પોતે જ સર્વનું આદિ કારણ છે એમ કહેલ છે તે આદિ મધ્ય અને અતિ હિત છે, જેનું માપ થઈ શકે નહિ તેવું અનંત છે તે સ્વરૂપ અદ્વિતીય છે. એક આત્મતત્વજ સનાતન હોઈ અદત છે બીજું બધું નાશવત તથા કલ્પિત હેઈ અસત્ય-ખોટું છે અર્થાત તે જ્ઞાનદષ્ટિએ નથી જ. કેવળ નિર્ગુણ શાન્ત સ્વરૂપ જ છે. તે વિભુ છે. તે પરમાત્મ સ્વરૂપ ચિતન્ય તથા આનંદ સ્વરૂપ છે. એ ચેતન્યાનંદ સ્વરૂપ નિરવધિ છે. તન્યને આનંદ એટલો બધો છે કે તેને વાણી વર્ણવી શકે જ નહિ, એને જેને અનુભવ થાય તે જ જાણી શકે છે. તે અપાર અને અનંત છે. 7નું કોઈ રૂ૫ નથી એટલે તે કેવું છે તે પાણી વડે કહી શકાતું નથી માટે તેને અરૂપ કહેલ છે. તે સ્વરૂપ આશ્ચર્યમય છે. તેમાં , “ પ્રવેશ થએલ છે તેઓને અહો ! અહો ! રૂ૫જ લાગે છે. શ્રી કૃપાળુ વીતરાગ દેવની આજ્ઞા પ્રમાણે સત્તાગત અનંત આત્માઓ એક રૂપ છે અને સર્વ જન્મ મૃત્યુ સુખદુખ વગેરે સૃષ્ટિના કારણે ભૂત પણ આત્મા જ છે. અનંત જ્ઞાનમય, અનંતદર્શી, વેદનાહત; અગુરૂ લઘુ અજરામર નિરાકાર અષ અનંત શક્તિવંત, એવા શુષ્ક ગુણે પરમ કપાળુ સર્વોત્કૃષ્ટ સિદ્ધ પરમાત્મામાં છે. શ્રી આચારાંગ સૂત્રના પાંચમા અધ્યયનના છઠ્ઠા ઉદેશે પરમપદનું વર્ણન કરતાં કહેલું છે કે “વાથી તે સુખ વર્ણવી શકાતું નથી, વિચારમાં પણ તેવિચારી શકાતું નથી, અતિ ત્યાં પહોંચી શકતી નથી. નિષ્કલંક છે, અદિતીય છે, -૩૫-એકલું છે, શરીરાદિ તેને નથી, સર્વ છે. નાફ-કાય નથી-; જન્મ મળ્યું નથી, પુરૂષ નથી, સ્ત્રી નથી, નપુંસક નથી, સમત પ્રકારે જાણે છે, સિદ્ધ પદા૫દ રહિત છે, સિદ્ધને કોઈ નામે બોલાવી શકાય તેમ નથી, અનુપમ છે, અચિન્ય છે, વળી એન. સૂત્રમાં કહેલ છે કે “ર રનિ અવનિ तका जत्येण बिजति मती तत्थणगाहिता ओए अप्पति ठाणस्स खेयने । અધ્યયન - મું. ઉદ્દેશ છે, ગાથા ૩૩૦ મી. ભાવાર્થ ઉપર આવી ગયું એજ છે, એટલે “કોઈ શબ્દ સિહની અવસ્થાને વર્ણવી શકતો નથી, કલ્પના તેને પહેચતી નથી, સકલ કર્મહિત આત્મા સંપૂર્ણ જ્ઞાનમય વિરાજમાન હોય છે,
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy