SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જન ક. ક. હેરલ્ડ. ઇજાર લીધે છે? એ વસ્તુઓ એટલી મોટી અને સર્વવ્યાપી છે કે કોઈ અમુક વ્યક્તિના તાબામાં આવી શકે નહિ. તેમ સત્ય પણ એટલું ભવ્ય, વિશાળ, ગંભીર અને જુદી જુદી અપેક્ષાવાળું છે કે હઝારે મનુષ્ય જુદી જુદી રીતે તે દર્શાવે છતાં તેઓ પરમ અખંડ સત્યરૂપી સમુદ્રનું એક બિંદુજ જણાવી શકે. જ્યાં સ્થિતિ આવી છે ત્યાં પછી હું એમ કહી શકે કે અમેજ ખરા અને બીજા બેટા: અમારે જ ધર્મ સાચો અને બીજા બધા ધર્મ બેટા. કોઈ ધર્મ ખોટા નથી. બધા ખરા છે, બધામાં સત્યની અમુક અમુક અપક્ષાઓ રહેલી છે. એ બધી અપેક્ષાએ ભેગી કરવામાં આવે છે તે પરમાત્માની કાંઈક ઝાંખી આપણે પામી શકીએ, તો પછી નવા વિચારોના મત ભેદ સારૂ લડવું, વાદવિવાદ કરે, એક બીજા પર દ્વેષ કરવો એ અજ્ઞાનતા નહિ તે બીજું શું ? ખરેખર એ અજ્ઞાનતાજ બહુજ દયાને પાત્ર છે, ' રે હવે કરવું શું? કોઈ તમને તમારે ધર્મ છોડવાનું કહેતું નથી, કોઈ તમને તમારી માન્યતાઓ ત્યજવાનું ફરમાવતું નથી. જે કાંઈ કહેવામાં આવે છે તે એટલું જ કે બીજા ધર્મોમાં પણ સત્યની જદી જાદી અપેક્ષાઓ રહેલી છે, વિચારશ્રેણીઓમાં પણ સત્યના જુદા જુદા દષ્ટિબિન્દુઓ આવેલાં છે; માટે તેમને તિર કાર ન કરતાં તેમની અપેક્ષાઓ શત્રુભાવે નહિ પણ મિત્ર ભાવે સમજતાં શિખ; આથી તમારી સત્યની વ્યાખ્યા વિશાળ થશે, અને તમારું વિચાર ત્ર પણ બહોળું થશે. જુદા જુદા મહાન પુરૂ ખૂદી જૂદી રીતે એકજ સત્યને કથી ગયા છે, તેથી ગેરલાભ નહિ પણ લાભ જ છે, માટે લાભથી આનંદમાને અને કોઈપણ વિચારશ્રેણીની અવગણના કરતાં પહેલાં ખુબ વિચાર કરો. તેમાં રહેલા ગુણ તપાસો એટલે તમે તેની નિંદા કરવાનું ભૂલી જશો, અને તમે એક ડાઘ વાળી બી શેત્રુંજીને ફેંકી દેતા હતા તેવી ભૂલ કરશો નહિ. કારણ કે એ ડાઘ એ શેત્રને સ્વ નાવિક ગુણ નથી, પણ બહારથી આવેલ છે, માટે તે ચાલ્યા જશે. તે ડાઘા ખાતર જે. શેત્રુંજીને તિરસ્કાર કર્યો હેત તે તે શેત્રછમાં ચિતરેલાં અનેક ચિત્રો જોવા અને જમીન પર તેને પાથરવાને લાભ ગુમાવત. માટે કદાચ કોઈ સ્થળે તમને દોષ જણાય તો તે ઉપર લક્ષ નહિ આપતાં તેમાં રહેલાં અનેક ગુણો તરફ નજર કરો અને વિશાળ હૃદયના બને, મારૂં તે સારું નહિ માનતાં સારૂં તે મારું ગણતાં શિખો, અને ઉદાર અને વિશાળ ષ્ટિથી જગતના ધર્મો તથા મનુષ્ય તરફ જ, કારણ કે તે રીતે જોવામાં તમે સત્ય અને પ્રભુની સમીપમાં આવશે. તે સમય સર્વને વાતે સમીપ આવે અને પરમત અસહિષ્ણુતાથી ઉત્પન્ન થતા વેરવિરાધને જલ્દી અંત આવે એવી ભાવના સહિત આ વિષયને લગતું એક ઉત્તમ કાવ્ય આપી પ્રસ્તુત લેખ સમાપ્ત કરવામાં આવે છે. Let there be many window's in your soul, That all the glory of the universe May beautify it. Not the varrow pane Of one poor creed can catch the radiant rays That shine from countless sources. Tear away The blinds of superstition; let the light pour - Through fair windows, broud as truth itself,
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy