________________
૨૫૧
આત્મઘાત-એક બહેન પ્રત્યે પત્ર. ઘસડી જવા માગે છે તે તે ભાવમાં જીવન જોડાય તે દ્રવ્ય કર્મની શક્તિ સ્વત હણાઈ જાય છે. અને જે તે બળથી છવ ભાવકર્મમાં જોડાય તો તેથી દ્રવ્યકર્મના ઉદયથી ભાવક અને ભાવકર્મથી નવું દ્રવ્ય કર્મનું ઉપાર્જન; વળી તે દ્રવ્ય કર્મને કાળક્રમે ઉદય અને તwાગ્ય ભાવકર્મમાં છવનું પરિણમન એમ અનંત ઘટમાળ અનંત કાળથી ચાલ્યા કરે છે આમ થવાથી નિમિત્ત બળવાળું કહેવાય છે
-દ્રવ્યકર્મને ઉદય થતાં તત્કાગ્ય ભાવકર્મમાં ન જોડાવું એજ મહા પુરૂષોના સંસાર વિજયની રહસ્ય કુંચી છે કારણ કે નવાં કર્મને આશ્રવ તેથી રોકાય છે અને જેટલે અંશે તે કુંચી તમને પ્રાપ્ત છે તેટલા અંશે તે સ્વપ્રદેશ ભણું તમે વળ્યા છે એમ માનજે.
હવે આપણે જોઈએ કે શ્રીરામતીર્થ શું કહે છે કે જેના પર તમે મદાર બાંધી પ્રશ્ન ઉપસ્થિત કર્યા છે. ઉપરને પ્રસ્તાવ કરવાની ખાસ અગત્ય હતી કારણકે પ્રશ્નો નિવેડે આપોઆપ તેથી થઈ જાય છે, તેથી હવે જેમાંથી પ્રશ્નો ઉદભવ્યા છે તે લેઈએ:
- (૧) “હિંદુસ્તાની ભાષામાં એક સુંદર ગીત છે પરંતુ તે અહીં ગાઈ સંભળાવવાની આવ યકતા નથી તેને સારાંશ એ છે કે જે સત્ય ભાગે પળતાં, સત્યને સાક્ષાત્કાર કરતાં પિતા આડે આવે તો તેને નહિ ગણકારતાં તેની આજ્ઞાનું ઉલંધન કરો. જેમ પ્રહલાદે કર્યું હતું તેમ. વળી જે માતા સત્યના સાક્ષાત્કારમાં વચ્ચે આવે તે તેને ત્યાગ કરે. નવસંહિતા (બાઈબલને એક ભાગ ) આમ કહે છે, પરંતુ હિંદુઓના ધર્મ પુસ્તકોમાં માતાને ત્યાગ કરવા કહેલ નથી. પરંતુ માતપિતા પર સત્યને માટે પ્રેમ રાખે. સત્યને માર્ગે જતાં જ્યાં સુધી માતપિતા આડે ના આવે, ત્યાં સુધી તેમને માન આપ; તેમના પર પ્રેમ રાખે જે સત્ય તરફ જતાં ભાઈ આડે આવતો હોય તે જેમ વિભીષણે રાવણને ત્યાગ ક છે તેમ તમે પણ ભાઈનો ત્યાગ કરે, પત્ની વચ્ચે આતી હેય તે યોગીરાજ ભતૃહરિ માટે સ્ત્રીને અળગી કરો, જે પતિ આડે આવે તે મીરાંબાઈ માફક પતિને સંગ ત્યજે. અને ગુરૂ આડે આવે તે ભીષ્મપિતામહે કર્યું હતું તેમ તેને ત્યાગ કરો કારણ કે તમારો ખ સંબંધી, ઈષ્ટ મિત્ર માત્ર સત્યજ છે. તે સિવાય કો છેજ નહિ. બીજા સર્વ સંબંધીઓ, મિત્રો વગેરે ક્ષણિક છે નાશવંત છે, પરંતુ સત્ય હરદમ, હમારી પાસે છે, સત્ય તમે પોતે જ છે, માતપિતા, સ્ત્રી, સંતતિ, મિત્ર વગેરે સૂર્ય કરતાં સત્ય તમારૂં પાસમાં પાસેનું સંબંધી છે. માટે સેવ કરતાં સત્યને વિશેષ માન આપ.
(૨)- “યોગી પિતાના ચક્ષુપર મોહિત થયેલી સ્ત્રીને કહે છે કે “માતા! ચક્ષુઓ હારે જોઈતાં હતાં તે હવે લે. એના પર પ્રેમ કર, તેને ઉપયોગ કર, હારી નજરમાં આવે તે આ ચક્ષુઓને કર, પણ દયાની ખાતર, પ્રભુની ખાતર મને મારા માર્ગમાંથી ચલાયમાન કરીશ નહિ, સત્યના માર્ગમાંથી મને લથડાવીશ નહિ.” આ ઉપરથી એ સમજવાનું છે કે જો ચક્ષુઓ સત્યમાર્ગે જન નડતર કરતી હોય તો તેને ત્યાગ કરવો જોઈએ. સાક્ષાત્કાર કરવામાં જે ચક્ષુ નડતાં હોય તો તે ફાડી નાંખો, જે કર્ણથી મોહ પામતા હે તે તે કાપી નાંખે. સ્ત્રી, ધન, માલમિલકત જે કાંઈ નડતું હોય તેને ત્યાગ કરે.”