________________
બાર્મિક હિસાબ તપાસણી ખાતુ.
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
૨૩૯
તપાસનાર-શે. ચુનીલાલ નહાનચંદ, ન॰ ઑડીટર, શ્રી જૈનશ્વેતાંબર કૅાન્ફરન્સ. ૧ મારી કાઠીઆવાડ. )
શ્રી સાધારણ તથા ધર્મશાળા—સદરહુ સંસ્થાના શ્રી સંધ તરકથી વહીવટકર્તા શેડ કાનજીભાઈ સુંદરજી તથા શે! સ્વરૂપચંદ રાયચંદ તથા વકીલ ધનજીભાઈ રાયચંદ હસ્તકના સંવત ૧૯૬૪ થી ૧૯૬૬ ના આસે વ. ૩ સુધીના હિસાબ તપાસતાં જણાયું કે વહીવટ સારી રીતે ચલાવી બહાર ગામથી આવતા જાત્રાળુઓ માટે સારા અસ્ત રાખે છે તે માટે તેને ધન્યવાદ ઘટે છે. જે ખામીએ દેખાણી તેનું સૂચનપત્ર વહીવટકર્તા ગૃહસ્થાને આપવામાં આવ્યુ છે.
દેશ
શ્રી ધર્મનાથજી મહારાજ તથા પાર્શ્વનાથજી મહારાજ અને ગાડી પાર્શ્વ નાથ મહારાજનાં દેરાસરો—સદરહુ સંસ્થાના શ્રી સંધ તરથી વહીવટ કર્તા ઉપરના જ ગૃહસ્થો હોઈ તેમના ધુના સંવત ૧૯૬૪ થી સ. ૧૯૬૭ ના આસેા વ. ૦)) સુધીના હિસાબ તપાસતાં વહીવટ ચાખ્ખી રીતે ચલાવી નામું સારી રીતે રાખવામાં આવ્યું છે. કેટલીએક ખામી છે તે તાકીદે દૂર કરવા અને તેમાં સુધારા કરવા સૂચવ્યું છે. વહીવટકર્તા ગૃહસ્થાએ પાતાના તાબાની ધાર્મિક સંસ્થાના વહીવટા. વેપારીની રીતે નહી ચલાવતાં જૈન શ્રેણીને અનુસરીને ચલાવવા જોઈ એ.
સદરહુ વહીવટકર્તા ગૃહસ્થાએ આ સંસ્થાનું નામુ સારી રીતે રાખી વહીવટ સરલપણે ચલાવ્યા છે તે બહુ ખુશી થવા જેવું છે. શેઠ કાનજીભાઇ પોતાના કીંમતી વખતને ભાગ આપી પૂરતી કાળજીથી કામ મજાવે છે તે માટે તેઓને પૂરેપૂરા ધન્યવાદ ઘટે છે.
૨ મેહસાણા-( ઉ. ગુજરાત. )
શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા—સદરહુ સંસ્થાના વહીવટકર્તા શેઢ વેણીચ દભાઈ સુરચંદ હસ્તકના વહીવટને સંવત ૧૯૬૧ થી સ. ૧૯૬૮ ના આસેા વ. ૩૦ સુધીના હિસાબ તપાસતાં જણાયુ કે સદરહુ સસ્થાને વાર્ષિક હિસાબ એડીટ કરાવી તેના વાર્ષિક રિપોર્ટ બહાર પાડવામાં આવતા હોવાથી જૈન સમુદાયનું તે તરફ ધ્યાન ખેંચાઈ તેમાં મદદ કરવાની ઉત્કતા વધે છે અને તેથી જ આ ખાતાને સારી જેવી મદદ મળી તેનું અંધારણુ સંગીન પાયાપર રચી શકાણું છે. જેને કેટલાક લાભ આપણે મેળવી શકીએ છીએ. તે પણ તેમાં કેટલીક ખામીએ દેખાય છે તે દૂર કરવામાં આવશે તે ખાત્રીથી જણાવીએ છીએ કે આ ખાતુ હજુ પણ વધારે સંગીન પાયાપર આવી આપણે તેમાંથી વધારે લાભ મેળવી શકીશું.
શેડ વેણીચંદભાઇ આ ખાતા માટે જે જે પ્રયાસેા કરી રહ્યા છે. તે માટે તેમને જેટલેા ધન્યવાદ આપીએ તેટલા એછે છે. તેઓ આ સંસ્થાના વહીવટ ચલાવવામાં એટલી બધી કાળજી રાખે છે કે તેમના તાબાના વહીવટ માટે કાઇ પણુ ગૃહસ્થ કાઇ પણ જાતને સુધારા કરવા સૂચના કરે છે કે તે ઉપર પૂરતું ધ્યાન આપી યોગ્ય અદોબસ્ત કરી આપે દેખાણી તેનું સૂચન
છીએ, જે ખામી
છે તે માટે તેને પૂરેપૂરા આભાર માનીએ પત્ર વહીવટકર્તાને સોંપવામાં આવ્યું છે.