________________
જૈન કૅન્ફરન્સ હૅલ્ડ.
અમારો સત્કાર.
(૧) ભાઇબંધ ‘જૈનહિતેચ્છુ માસિકના જીનના અંકમાં ‘હુરા’નું ‘રિવ્યુ’ નીચેના શબ્દોમાં કરાયું છેઃ——
જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હૅર’શ્રીમતી જૈન શ્વે॰ (મૂર્તિપૂજક) કોન્ફરન્સ આફિસનું આ વાજીંત્ર શ્રીયુત ઢઢાના આધપાતપણા નીચે આજથી ૮૫ વર્ષ ઉપર શરૂ કરવામાં આવ્યું હતું. ઘણા વખતસુધી એ માસિક પત્રે લોકાનું દીલ ખેંચવામાં તેહ મેળવી ન હતી, જેમ થવાનાં કારણેા અત્રે જણાવવાં અમને ઉચિત લાગતાં નથી. છેલ્લા કેટલાક માસથી આ પત્ર વધારે ઉદારચિત્તે, વધારે સમયસૂચક અને કૈાઢ બન્યુ કહેવાય છે. છેલ્લા મે—જીનના અંકમાં નીચેના વિષયો લક્ષ ખેંચે છે:——
૨૩૮
‘સ્ફુટ નોંધ’માં સાધુસુધારણ સંબંધી વિચારે દરેક સપ્રદાયે ખાસ લક્ષમાં લેવા જેવા છે. ધર્મમય જીંદગી હેલી કે મુશ્કેલ ? એ લેખ ધર્મપથે હડવા ઇચ્છનારને મ્હોટા દીલાસા અને હિમત રૂપ છે. રા. ઢાશીનેા સ્યાદ્વાદ' ના લેખ મનન કરવા જેવા છે. ‘સંસારની રાણીના જુલમમાંથી છૂટવા મથતા એ મુસા। ' એ એક રસીલી વાર્તા છે, કે જે સંસારનું સ્વરૂપ અચ્છી રીતે બતાવી તેમાંથી તરા માટે પ્રથમ અગત્યના સાધન તરીકે મનેબળ (દ્રઢતા) સૂચવે છે. ‘વ્રત-પ્રત્યાખ્યાનની જરૂર છે કે?' એ લેખ આજના કેળવાયલા કહેવાતા યુવાનેાના પ્રશ્નોના ઉત્તર સચોટ આપેછે અને જૈન સાધુઓએ વ્રત-પ્રત્યા મુખ્યાન કેવાં આપવાં જોઇએ એ બાબત ઉપર સારા પ્રકાશ નાખે છે. જ્ઞાનચર્ચા માં રા. ગેાકળદાસ આત્મિક બાબતાની ચર્ચા કરે છે. રા. પેપટલાલ કેવળચંદનો જૈન સાર્દિત્યનો લેખ પણ ઠીક છે. આ ગુજરાતી માસિકમાં ‘વીર્ય-સત્વ’ એ મયાળાને એક વ્યવહારૂ ઉપદેશ આપતા હિંદી લેખ પણ જોવાય છે. જૈનશાળામાં ભજવવા લાયક આડંબર-ખડન કરવાનો એક સંવાદ રમુજી હોવા સાથે અર્થપૂર્ણ છે. અમારૂં શ્વે॰ સ્થા॰ જૈન કૅન્ફરન્સનું ‘પ્રકાશ ’ માસિક ‘હૅરાલ્ડ’ની સ્થિતિએ ક્યારે આવશે ? ‘ હેરાલ્ડ’ના સતત ઉદ્યમી સમ્પાદક મહાશયે ગયા પર્યુષણમાં ખાસ અંક પ્રગટ કરી વિદ્વાનનું સારૂં લક્ષ ખેંચ્યું હતું. આ વખતે એથીએ વધારે સારા ખાસ અંક માટે અત્યારથીજ તજવીજ ચાલે છે એ જાણી અમને સતાષ થાય છે. સઘળા નિઃસ્વાર્થ કાર્યવાહકોને અને કાર્યને પરમાત્મા અયાક શક્તિ અને અમર કીર્ત્તિ આપે! એ જ અમારી યાચના છે.
( ૨ ) ‘સુંદરી મુોધપત્ર નવેમ્બર ૧૯૧૨ ના અંકમાં, હૅરલ્ડના પર્યુષણના ખાસ અંકની નેધિ નીચેના શબ્દોમાં લે છેઃ—
જૈન બધુઓની ધાર્મિક અને સામાજિક સુધારણાની વિશાળ પ્રવૃત્તિમાં જૈન શ્વેતાંખર કોન્ફરન્સ”નું આ પત્ર આગળ પડતા ભાગ લેતું આવ્યું છે એ જાણીતું છે. પશુષણ અંક પ્રકટ કરીને હેના તત્રીએ જૈન સાહિત્યમાં એક સારા પુસ્તકના વધારા કીધા છે. જૈન ધર્મના અને બીજા વિદ્વાનેાના ઉપયોગી લેખ આ અંકમાં પ્રકટ થયા છે. અને લેખક ભગિનીનાં પણ એક કરતાં વધુ લખાણ હેમાં વ્હેવામાં આવે છે. કેટલાક જૈન અગ્રેસરાની જીવનચરિત્ર સાથે ખીએ હેમાં આપવામાં આવી છે. અને કાવ્યો તથા ગદ્ય લેખ જૂદા જૂદા દૃષ્ટિબિંદુથી તથા વિવિધ પ્રસંગોને લઇને લખાયલાં હોવાથી એક રસીક તેમજ ઉદ્ધેધક થયા છે, જેને માટે હેના તત્રીને ધન્યવાદ ઘટે છે. આવા ધાર્મિક અને સામાજિક ચર્ચા ચલાવતા ખાસ અકેાની ઘણી જરૂર છે, કારણ કે હૈમાં આવતું સાહિત્ય પુસ્તકામાં ભાગ્યે પ્રાપ્ત થાય છે અને છૂટક અકામાં સાધારણ રીતે ખાવાઇ અપ્રાપ્ય થઈ યછે.