________________
માસિક દિગ્દર્શન.
मासिक दिग्दर्शन.
પંન્યાસ શ્રી ગંભીરવિજયજી—જન્મ સંવત ૧૯૦૦ ચૈત્ર શુદિ ૩ ગ્વાલીઅર પાસેના સાનાગીર ગામમાં, અયાચક એવા ભાગેાર જાતિના બ્રાહ્મણ કુલમાં થયા હતા. સંવત્ ૧૯૨૪ માં યતિપણું, ૧૯૩૧માં મુક્તિવિજય ગણુિના હસ્તથી શ્રી વૃદ્ધિચંદ્રજીના શિષ્ય તરીકે રાજનગરમાં સવેગી. દીક્ષા, અને સં. ૧૯૪૮ માં ગણિ તેમજ પંન્યાસ પદવી મેળવી હતી. તેમણે રચેલ કૃતિઓ;— સંસ્કૃત-૧ જ્ઞાનસાર પર ટીકા. ત્રણ હજાર શ્લોક ( જૈન ધર્મ 9. સભા તરફથી પ્રકટ થઇ છે). ૨ અધ્યાત્મસાર ઉપર ટીકા આઠ હજાર શ્લોક ( તેજ સભા તરફથી પ્રકટ થશે) ૩ શાંત સુધારસ પર ટીકા ત્રણ હજાર શ્લાક. (તેજ સભા તરફથી છપાય છે ]. ૪ નયકણિકા પર ટીકા. ( અનારસના જૈન સ્ટેાત્રસંગ્રહમાં છપાઈ છે. ) ગુજરાતીમાં-પૂજા-સ્તવન-સઝાય આદિ બનાવેલ છે અને તે શ્રી ગંભીરવિજયજી કૃત સંગ્રહમાં કેટલીક છપાઇ છે. ૬. તેમની વિરચિત પૂજાએ ૭ તત્ત્વવાર્તા, પ્રધ્યેાત્તર રૂપે. ( પાય છે. ) હમણાંજ આમને સ્વર્ગવાસ ગયા પાય વિદે ૮ ની રાત્રે થયા છે, જૈન ધ. પ્ર. ફાગણ ૧૯૪.
૨૩૭
આમના સંબંધમાં આપણા વિદ્વાન બધુ શ્રી માતીચંદ ગિરધર કાપડીઆ લખે છે કે ‘ તેઓ પાસે જતાં પૂર્વકાળના શાંત મહાત્માઓનું તેઓ સ્વરૂપ હોય, શાંત સ્વરૂપ પાતે જ હોય, વીર પ્રભુની વાનકી હોય એવું ભાન થતું હતું, અને હવે જ્યારે તેઓને અભાવ થયા છે ત્યારે તેવા ઉત્તમ જ્ઞાન ક્રિયા ઉભયના સયાગમાં ઇષ્ટ સાધનાર, ગચ્છનાયક તરીકે કામ કરનાર અને અનેક જન પર અનેક પ્રકારના ઉપકાર કરનારની ભાવનામૂર્તિ આપણા હૃદયચક્ષુ સન્મુખ આવે છે અને શાસ્ત્રની ભવિષ્ય સ્થિતિ માટે અતિ ખેદ કરાવે છે. ભાવનગરપર તેના ખાસ ઉપકાર હતા. આવા આત્માનું ઋણ ભાવનગરના બધુ ભૂલી ન જતાં ભવિષ્યની પ્રશ્નપર આ મહાત્માની છાપ રહે તેવા આકારમાં તેઓશ્રીના પવિત્ર નામને ચેાગ્યે યાદગીરી રાખવા જરૂરી પગલાં ભરશે એવી આશા છે. યાદગીરીના પ્રસંગોમાં વિણકબુદ્ધિ રાખવી યોગ્ય નથી. હાલ જે પ્રબંધ થયા છે (ભાવનગરમાં ‘ગ‘ભીરવિજયજી પુસ્તકાલય’ વૃદ્ધિચદ્રજી જૈન પાઠશાળાની અંદર રહેલ પુસ્તકાલયને નામ આપી ભરાયેલ રૂ. ૩૦૦૦ તે પેટે આવ્યા છે અને હજુ ફંડ ચાલુ છે એમ અમારા સાંભળવામાં આવ્યુ છે. તંત્રી. ) તે પૂજ્યશ્રીના ઉપકારને અનુરૂપ અથવા નામને યોગ્ય નથી એમ મારું માનવું છે. વિશિષ્ટ પ્રસંગોએ તે વિશિષ્ટરૂપમાં યાદગીરી કરવી જોઇએ. એક સુંદર જ્ઞાનમ ંદિરની વચ્ચે મહાત્માને (આરસના) બસ્ટ મૂકી બાજુમાં ઉપકારનુ વર્ણન થાય તે। તે ભવિષ્યની પ્રજાને અને સાધુઓને બહુ રીતે લાભ કરનાર નીવડે.
23
પ્રાચીન પુસ્તકાના લાભ લેનારને જણાવવાનું કે સ્વર્ગસ્થ મેાહનલાલ મહારાજના સ્મારક અથૅ ખોલવામાં આવેલ સુરતમાંના જ્ઞાન ભંડારમાં તાડપત્ર તેમજ પાનાંપર હાથથી લખેલાં તે છાપેલાં પુસ્તકોને ઘણા મેટા જથ્થામાં સંગ્રહ કરેલ છે. તે દરેક વ્ય-ક્તિયે ભણવા વાંચવા લખાવવાને વાસ્તે તેના બદલામાં કંઇ પણ ફી લીધા સિવાય ધારા મુજ પુસ્તક યા પત્ર આપવામાં આવે છે, તે બહાર ગામથી મંગાવનારને ધારા મુજબ પોસ્ટથી પુસ્તક યા પત્ર મેાકલવામાં આવે છે. મગાવનારે માસ્તર સવચંદ દામેાદરદાસ શાહ, શ્રી માહનલાલજી જ્ઞાનભંડાર, ગાપીપુરા, સુરત લખવું.