________________
શ્રી હિંદુસ્તાનના સકળ જૈન સંઘને અપીલ.
૨૨૫
સાધારણ ખાતા માટે દરેક શહેરોમાં જચે પ્રમાણે ધારા બાંધી લાગે નાંખવામાં આવે તે શ્રાવકને જણાય નહીં ને સાધારણ ખાતું સારા પાયા ઉપર આવે – ૧ શ્રાવકના ઘર દીઠ (ચુલા દીઠ) બાર મહીને જ્યાં જે ચાલી શકે તે પ્રમાણે રૂ. ૦૧
કે બે કે રૂ. ૧ જેટલો સાધારણ લાગો નાંખવો, જે દરેક ગામવાળાએ પોતાના
ગામના દેરાસરમાં આપો. ૨ દીકરાનું સગપણ કરતાં સાધારણ લાગે ઉપર પ્રમાણે જેવો ચાલી શકે તે પ્રમાણે
દીકરાને બાપ આપે. ૩ લગ્ન પ્રસંગે દીકરાનો બાપ જે ગામમાં દીકરે પરણાવવા જાય ત્યાં (ચેરીને લાગે)
સાધારણ ખાતે કેટલેક ઠેકાણે લેવાય છે તે પ્રમાણે રૂ. ૩ થી ૫ સુધી જ્યાં જે
ચાલી શકે તે પ્રમાણે આપે. ૪ પહેલું આણું દીકરાને બાપ વળાવે ત્યારે દીકરાના બાપ પાસેથી સાધારણને
લગતાનો રૂ. ૧) લઈને સાધારણમાં આપે. ૫ મરણ પછવાડે કારજ ન કરવું એવો કેટલેક ઠેકાણે ધારે છે ને કેટલેક ઠેકાણે હજી
કરે છે; તે કારજ કરે ત્યાં કારજ ઉપર અમુક સાધારણને લાગે નાંખો ને કારજ ન કરે તે ધણીના નામથી શુભ ખાતે અમુક રકમ આપે તેમ તેણે સાધારણમાં
કાંઈક આપવું જોઈએ. ૧. વેપાર ઉપર અમુક સાધારણને લાગે નાંખવો જોઈએ. ( રૂ. ઉપર સે મણે અમુક
રકમ ચાલી શકે તે પ્રમાણે; અનાજ વગેરેની ગુણી ઉપર:એક પઈ સુધી પણ લાગે નાંખવો જોઈએ. )
ઉપર પ્રમાણે સાધારણ ખાતા માટે લાગે કઈ કઈ ગામમાં છે ને ઘણે ઠેકાણે નથી; તે જ્યાં ન હોય ત્યાંના શેકીઆઓ એકઠા મળીને ધારે બાંધવો જોઈએ અને બાર બાર મહીને ચીવટ રાખી ઉધરાણી એકઠી કરવી જોઈએ. આ સિવાય દેરાસરના ચાલતા વહીવટમાં ને ઉપજમાં સાધારણ ખાતાને અમુક ભાગ નાંખવો જોઈએ, કે જે ભાગ નાંખવો:વ્યાજબી જેવો જ છે ને સંધ મળી ઠરાવે કરે તેને માટે કોઈ જાતને બાધ નથી.
પૂજા તથા નાત્રની જે ઉપજ આવે છે તેમાં તેને અંગે લાગતું ખર્ચ તે ખાતે મંડાય છે તે બાદ કરતાં જે રૂપીઆ વધે તેના ચાર ભાગ પાડવા જોઈએ તેની વિગતઃ
૧ સાધારણ ખાતાનો ચોથો ભાગ. ૧ કેસર-સુખડના વપરાસ ખાતાને ચેાથો ભાગ.
૨ ઉપજ ખાતાને ( ભંડાર ખાતાને જમે ) અડધો અડધ. ઉપર પ્રમાણે ભાગ પાડી દરેક ખાતે જમે લેવું. મોટી પૂજા ભણાવાય છે તથા સ્નાત્ર ભણાવાય છે તેને અંગે સાધારણ તથા કેસર-સુખડનું ખર્ચ છે તે તેની ઉપજમાં તેને અંગે લાગતું ખર્ચ બાદ કરતાં વધારાના રૂપિયામાં ઉપર પ્રમાણે ભાગ પાડવાનો સંધ ઠરાવ કરે તો થઈ શકે. ઉપર પ્રમાણે ધારો કેઈક ગામમાં છે પણ ખરે અને તે ઉત્તમ શ્રાવકના જ હાથથી થયેલ છે,