________________
૨૨૪
જૈન કોન્ફરન્સ હૈર©. બુદ્ધિ અને શરીરાદિ સંબંધવાળાં હોઈ એક બીજાને પ્રત્યાઘાત કરી શકે છે, પણ તેમાંથી કોઈ શુદ્ધાત્માને પ્રત્યાઘાત કરી શકે નહિ. ભગવાન સૂત્રકાર પણ ઉપદેશ છે કે “તરથિ વિજાતિ મોતિતાથ દતા–તકે તેને પહોંચતા નથી અને મતિ તેને ગ્રહણ કરી શકતી નથી. જ્યારે આવું છે ત્યારે તે, તેને એટલે આત્માને પ્રત્યાઘાત શી રીતે કરી શકે ? આત્માનો તે પ્રત્યાઘાત કરવાનો સ્વભાવ જ નથી. આત્મા તે કેવલ આનંદમય જ છે.
જેઓની પૂર્વ કમાઈ બળવાન છે, જેમને સત્સંગની પ્રબળતા છે, જેમની સમજણ શક્તિ પ્રબળ છે, ગ્રાહકશકિત પ્રબળ છે, જેઓ મહાભકિક છે, જેઓને અભ્યાસ અને વૈરાગ્ય પણ પ્રબળ છે, તેઓને સહજ રીતે અનુભવ થઈ શકે છે કે, આત્મા-શુદ્ધાતમાં કમેની સાથે સંબંધવાળો નથી અને કશું દુ:ખ કે પીડા પણ નથી; કેવલ સુખ, સુખ ને સુખ તથા આનંદ, આનંદ અને આનંદ જ છે. તેવા આનંદી પુરૂષોને શતશઃ ધન્યવાદ ઘટે છે. તેવા આનંદી પુરૂષો જ ઈશ્વરરૂપ છે, તેવા આનંદી પુરૂષો જ અર્ચનીય, વંદનીય, પૂજનીય છે.
'ગોકુલભાઈ નાનજીભાઈ ગાંધી.
શ્રી હિન્દુસ્તાનના સકળ ન સંધને અપીલ.
देरासरना ट्रस्टीओने नम्र सूचना.
દરેક ગામોના દેરાસરોમાં તપાસ કરીશું તે સાધારણ ખાતામાં ગૂંટ હશે. કોઈ એવું ગામ ભાગ્યેજ જોવામાં આવશે કે જ્યાં સાધારણ ખાતું સારા પાયા ઉપર હશે. આનું કારણ ફકત આપણું શ્રાવક ભાઈઓની બીનકાળજી ને ગેરવ્યવસ્થા જ છે. સાધારણ ખાતામાં ત્રટાને લઈ દેરાસરમાં મુનીમ કે ગોઠી તરીકે શ્રાવક રહી શકે નહીં, આથી જ્યાં જોઈશું ત્યાં શ્રાવક સિવાય અન્ય કોમના મુનીમ કે ગઠી રાખવામાં આવે છે; પણ જેવું કામ શ્રાવકે મુનીમ કે ગેડી તરીકે રહી કાળજીથી તથા અશાતના ટાળી કરશે તેવું બીજા નહીં જ કરી શકે.
શ્રાવકને સાધારણ ખાતાને પગાર લઈ દેરાસરમાં નોકરી કરવાને કાંઈ પણ જાતનો બાધ નથી. કેટલાક શ્રાવકના મનને એમ શંકા થાય છે કે, શ્રાવકને દેરાસરની નોકરી કરવી ને પગાર ખાવો તે ઠીક નહીં. પણ જે વિદ્વાન મુનિ મહારાજાઓને પુછશો તે તેઓ સત્ય વાત કહેશે કે, સાધારણ ખાતાને પગાર લઈ શ્રાવકોને દેરાસરની નોકરી કરવામાં બાધ નથી. માટે જ્યાં સુધી ગઠી કે મુનીમ તરીકે શ્રાવકે જ મળે ત્યાં સુધી બીજાને રાખવા જોઈતા નથી. કારણ કે શ્રાવકો પોતાના ધર્મની લાગણીથી જ કામ કરશે અને વળી અશાતના ટાળીને કરશે; વળી શું કરવાથી સાધારણું ખાતું સારા પાયા ઉપર આવે તેને માટે તે પુરતું લક્ષ આપશે,