________________
જ્ઞાનચર્ચા.
૨૨૩ .
A
,
- -
-
-
-
-
ઉત્તર–આપણે જાણીએ છીએ કે સદા આપણે કર્મ-જડની સાથે સંબંધવાળા હતા. તે કેવળ એક જાતના અધ્યાસથી જાણીએ છીએ. જેવી રીતે ત્રાટક મુદ્રા સાધનાર, સાધ્ય પદાર્થના અધ્યાસને લઈને સર્વત્ર તે સાધ્યને જ જુએ છે, તેમ મનને પણ અનાદિ કાળનો એવો અયાસ થઈ ગયો છે કે હું મનરૂપ આત્મા, કર્મ-જડ સાથે સંબંધવાળો છઉં. એવો સંસ્કાર આસપાસના સામાજિક સંગોથી તથા વંશપરંપરાથી પણ પડે છે, કે આપણે કર્મ એટલે જડની સાથે સંબંધવાળા છીએ. અધ્યાસને લઈને જ આપણને એમ જણાય છે. એ જડ સંબંધવાળો અધ્યાસ દૂર થાય અને આપણે કર્મ-જડની સાથે કદિ પણ સંબંધવાળા નહતા એવો નિશ્ચયનયધારા અધ્યાસ થાય છે તેમ પ્રતીત થાય કે આપણે કદિ પણ કર્મ-જડની સાથે સંબંધવાળા નહતા.
બહિર્દષ્ટિએ આત્મા કર્મ–જડની સાથે સંબંધવાળો છે પણ અંતર્દષ્ટિની સંપૂર્ણ હદે આત્મા, કર્મ-જડની સાથે સંબંધવાળે નથી જ. કર્મ અને આત્મા એ બંને ભિન્નભિન્ન છે, તેમ તેઓના સ્વભાવ પણ કેવળ ભિન્નભિન્ન જ છે.
તે બંને પિતાના સ્વભાવમાં સ્થિત છે. એ બંનેને વાસ્તવ કોઈ પણ પ્રકારને સંબંધ નથી. આત્મા જાતે શુદ્ધચેતન્ય જ્ઞાનઘન, નિર્વિશેષ, દેશકાલ વસ્તુ પરિચ્છેદ રહિત, સર્વજ્ઞ, અને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વીર્યમય છે. કર્મો, જડ અને પારિણમિક છે; તેમાં ફેરફાર--રૂપાંતર થાય છે, તે વિણસે છે, મળે છે. પણ આત્માને તે અખંડ જ્ઞાનમય –ઉપયોગ સ્વભાવ છે. એ જ્ઞાનઘન શુદ્ધ ચૈતન્ય તે હું છું, મારે કોઈ પણ સાથે સંબંધ જે નથી એવો અભ્યાસ અને કર્મ તરફ તથા કર્મના પરિણામ રૂપ જગત તરફ વૈરાગ્યની ભાવના એ બંને દ્વારા-અભ્યાસ અને વૈરાગ્યદ્વારા, ભારે કર્મ–જડની સાથે સંબંધ નથી એમ પ્રત્યક્ષ અનુભવ થશે. એ નથી સમજાયું ત્યાં સુધી જ પિતે એટલે મનરૂ૫ આત્મા કર્માનુસાર સુખ દુઃખ ભોગવે છે; તેથી ત્યાં સુધી તે અજ્ઞાનના જવાબદાર પણ પિતે એટલે મનરૂપ આત્મા છે. જ્યારે મનરૂપ આત્મા, શુદ્ધ ચૈતન્યમાં સર્વથા વિલીન થઈ જશે ત્યારે જ તે અજ્ઞાનની જવાબદારીમાંથી મુક્ત થશે, એટલું જ નહિ પણ, હું અનાદિ અનંત છું–મારે કર્મ સાથે સંબંધ હતાજ કયાં?–અજ્ઞાન હતું જ ક્યાં?–એ દઢ નિશ્ચયઅનુભવ થશે એટલે ત્યાં તેની જોખમદારી સંભવે જ કયાંથી? અભ્યાસ દ્વારા એ અપૂર્વ અનુભવ થશે; પણ જ્યાં સુધી તે અજ્ઞાનમય છે ત્યાં સુધી તે જવાબદાર છે.
જ્ઞાની પુરૂષોને ઇતર કશું છેજ નહિ; માટેજ જ્ઞાનીઓને દુઃખ કે પીડા જેવું કશું નથી. ભગવાન સૂત્રકારે પણ જ્ઞાની સિદ્ધિ પુરૂષોને—કમ સંબંધ રહિત આત્માને “તા સિદ્ધા મહા માજ” મહાભાગ એટલે મહાસુખી-ઉત્કૃષ્ટ સંતોષી––ઉત્કૃષ્ટ શાંત, પરમજ્ઞાની, સર્વોત્કૃષ્ટ ગુણયુક્ત કહેલ છે.
શુદ્ધતત્ત્વ તે શુદ્ધચેતન્ય છે, અને આપણે છીએ એ હું હું કરનાર પદાર્થ તે મનરૂપ આત્મા છે. મનરૂ૫ આત્મા જ બુદ્ધિ વગેરે ઉપર અસર કરી દુઃખી થાય છે. શરીરાદિની અસર મન ઉપર થાય છે, તેથી મનરૂપ આત્મામાં પણ દુઃખ પ્રતીત થાય છે. વાસ્તવ શુદ્ધ ચૈતન્યઘન આત્મામાં દુઃખાદિ કશું છે જ નહિ. તે જ સત્ય સ્વરૂપ છે. તે જ ત્રિકાલાતીત ગુણાતીત-કર્માતીત–શબ્દાતીત છે. તે ચેતન્યસ્વરૂપ અનાદિ કાળથી પિતાના સ્વરૂપે સ્થિત છે, સંતોષમય છે – સર્વોત્કૃષ્ટ સતિષમય છે, પરમાનંદમય છે, અને પરમશાંત છે. મન,