________________
૨૨૬
જેન કૅનરન્સ હેરલ્ડ.
દરેક દેરાસરમાં રૂપિયા વ્યાજે આપવાને ધારો છે, તો તેનું વ્યાજ આવે તે પ્રથમ વ્યાજ ખાતે જમે કરવું ને તે બાર મહિનામાં જે વ્યાજની રકમ થાય તેમાં સાધારણ ખાતાને ચોથો ભાગ કાઢી બાકી ઉપજ ખાતે જમે કરો. સાધારણ ખાતે ચોથો ભાગ લેવાનું કારણ કે પ્રથમ તે જે નામું માંડવાના ચેપડા બંધાય તે સાધારણ ખાતે માંડી લેવા ને તેના વહીવટ કરનારા મુનિમ વગેરેને પગાર પણ સાધારણ ખાતે મંડાય. તે તે બદલ વ્યાજની ઉપજમાંથી ચેાથો ભાગ સાધારણ ખાતે જમે કરવાને સંધ ઠરાવ કરે તો થઈ શકે. મુંબઈમાં પણ પર્યુષણમાં સ્વપ્નની ધીની ઉપજ ઘણી સારી થાય છે. કોઈ દેરાસરમાં આ ઉપજ સાધારણ ખાતે જમે લીધેલી છે; તે દરેક ઠેકાણે સ્વપ્નમાં ધીની ઉપજ સાધારણ ખાતે જમે લેવી એમ સંઘ મળી ઠરાવ કરે તે થઈ શકે.
ઉપર પ્રમાણે સાધારણ ખાતા માટે લાગો તથા દેરાસરના વહીવટમાં આવતી ઉપજમાં ભાગ વગેરે નાખી પુરતું ધ્યાન આપવામાં આવે તો સાધારણ ખાતું સારા પાયા ઉપર આવી જાય ને દરેક ઠેકાણે મુનિમ તથા ગેડી માટે સારા આચરણવાળા શ્રાવકોને રાખી શકાય. વળી દરેક દેરાસરમાં અગરબતી તથા કેસર વગેરેનું વેચાણ થાય છે, તે દેરાસરમાં વપરાતી જણસનું લીસ્ટ રાખી એકંદર મહીને મહીને જે વપરાણું હોય તે કેસર સુખડના વપરાસખાતે માંડી દરેક દરેક જુદે જુદે ખાતે જમે થાય. ને વેચાણ થાય તે પણ દરેકનું જુદું જુદું ખાતું હોય તેમાં જમે થાય, જેથી બાર મહીને દરેક ખાતાનો મેળ કાઢી શકાય ને દરેક ખાતામાં શું વટાવ થયો તે પણ નીકળી શકે; ને તે વટાવ થાય તે સાધારણુ ખાતે જમે લઈ શકાય. કારણકે તે એક જાતને વેપાર છે ને તે સાધારણના પગારદારે કરે છે.
શ્રાવક ભાઈઓ ચીવટ રાખશે તે સાધારણ ખાતું સારા પાયાપર આવશે ને સાધારણ ખાતાને વધારો હશે તે બીજા સારા કામમાં વાપરવો હશે તે વાપરી શકાશે, પણ બીજા ખાતામાંથી સાધારણ ખાતે વાપરી શકાશે નહીં. સંધ મળી ઉપર પ્રમાણે ઠરાવ કરે તે થઈ શકે.
શ્રીસંઘને દાસ, પારેખ ત્રિભવન મલકચંદ.
લેખકોને નિમંત્રણ.
जैनो अने जैन धर्म विषये केवां लखाणोनी जरुर छ ?
આવતા પવિત્ર પર્યુષણમાં અમે એવી પ્રભાવના કરવા માગીએ છીએ કે જેથી જ્ઞાન સાથે કર્તવ્ય દિશા પ્રાપ્ત થાય. આ માસિકનો ખાસ અંક કે જેને પર્યષણ અંક નામ એગ્ય રીતે આપ્યું છે તેમાં જેન તેમજ જૈનેતર વિદ્વાનોને પોતાના વિદ્વત્તાભરેલાં સુરસ અને ઉપયોગી લેખ મોકલવા ખાસ આમંત્રણ કરેલું છે અને તેની