________________
૨૭ :
છુટ બેંધ. શકે તેમ છે. આ વગેરે બાબતની માહિતી જે આ પત્રની આફિસ પર મેકલી આપવામાં આવશે તો તે મોકલનાર મુનિર અને ગૃહસ્થોને ઉપકાર માનવામાં આવશે અને મળેલી માહિતીનો સંગ્રહ જેન એનજીનીયરોને પુરો પાડવામાં આવશે, જેથી એમને
એક અગત્યનું માર્ગસુચન થશે. અમે ધારીએ છીએ કે જૈન મુનિઓ અને ખાસ કરીને યતિએ આ રસ્તે પણ સારી સેવા બજાવી શકે.
જનસમાજનું હિત કરવા યોજાયેલ દરેક ધર્મ માત્ર લખી ફીલસુફી આપીને જ અટક્તો નથી, પરંતુ શિલ્પ, સાહિત્ય ( literature) , વિજ્ઞાન, (science) વગેરેને પણ પોષણ આપતો હોય છે. અને જૈન ધર્મ એ તો સર્વને સમુદ્ર છે એમ દરેક જૈન સાધુ પોકારે છે, તે પછી આવી આવી શોધ કરવામાં તેઓએ પાછળ પડવું જોઈતું નથી.
समाजबळ वधारवानो दिगंबर भाइओनो स्तुत्य प्रयास.
જૈન વર્ગમાં દિગમ્બર અને શ્વેતામ્બર એવા બે ફીરકા હયાતી ધરાવે છે. શ્વેતામ્બરમાં વળી મૂર્તિપૂજક અને સ્થાનકવાસી એવા બે પટાવર્ગ ક્યાતી ધરાવે છે અને એ દરેક પેટાવર્ગ પણ અનેક ગ અને સંઘાડામાં વિભકત થઈ ગયેલા જેવાય છે. જૈન સંધ આવી રીતે વિભક્ત થઈ ગયો છે એટલું જ નથી, પરંતુ જૈન જ્ઞાતિઓ પણ અનેક પેટાજ્ઞાતિઓમાં વહેંચાઈ ગઈ છે. આથી સંઘ તરીકે તેમજ જ્ઞાતિ તરીકે આપણું બળ બહુ ઓછું થઈ ગયું છે અને અનેક કલેષો, અગવડો, મુશીબતે અને દુરાગ્રહો વધી પડ્યા છે. સુભાગે કેટલુંક થયાં જૂદા જૂદા સંઘ વચ્ચે સર્વસામાન્ય સિદ્ધાંતેના આધાર પર ચણાયેલ સંપ જોડવા કેટલાક સજજનો તરફથી ભગીરથ પ્રયાસ અદરાયો છે. પણ જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓને એક કરવા બાબત પ્રયાસ તે જવલ્લે જે જોવામાં આવે છે. નાની નાની પેટાજ્ઞાતિઓ પ્રતિદિન વિશેષ ટુંકી થતી થતી હમણાં બહુ દુઃખી હાલતમાં આવી પડી છે અને તેને પરિણામે સુયોગ્ય લગ્નોની શક્યતા છેક જ ઘટી જવા પામી છે. દાખલા તરીકે, દિગંબર હુમડ જ્ઞાતિમાં દશા–વિશા એવા બે વિભાગ છે, જેમાં વિશા કરતાં દશાની સંખ્યા વિશેષ છે; વિશાની સંખ્યા ઘણી નાની હોવાથી ચોગ્ય વર કે યોગ્ય કન્યા મેળવવામાં ઘણી મુશ્કેલી પડવા લાગી ત્યારે હમણાં હમણાં કેટલાક પરોપકારી દિગંબરોએ એ હરકત દુર કરવા માટે એવો પ્રયાસ આદર્યો છે કે જેથી દશા-વિશા હમડે પરસ્પર લગ્નવ્યવહાર કરે એવો શુભ પ્રસંગ નજીકમાં આવવાની આશા રહે છે. તેઓએ બંને પેટાજ્ઞાતિના જુદે જુદે સ્થળે રહેતા આગેવાનની સમ્મતિ અને સહીઓ આ સુધારા ઉપર લેવા માંડી છે અને જાણીને સંતોષ થાય છે કે એવી ઘણી સહીઓ ઘણા સુરો તરફથી મળી આવી છે. જે વખત જાય છે તેમાં એ સુધારે દાખલ થઈ જશે એવો દરેક સંભવ છે. અને જો એ ડહાપણભરેલ સુધારો દાખલ થશે તે કજોડાં, કન્યાવિક્રય અને મૃત્યુ પ્રમાણ ઘટશે તથા અન્ય પેટાજ્ઞાતિઓ એ પરિણામ જોઈ સંયુક્ત જ્ઞાતિ બનવા લલચાશે. એવો દિવસ ક્યારે આવે કે શ્રી મહાવીર નામ જપતા તમામ મનુષ્યો એક “સામાન્ય જ્ઞાતિ” બાંધે અને દુનિયાની કલ્પિત દીવાલોને તેડી એક સૈયારી પ્રેમહેલમાં બેસે !