________________
૨૧૬
જન કોન્ફરન્સ હેરલ્ડ.
નવીનભયતા ભેટી ભેટી તહીં સહકારવું: પ્રભુમય થવા સ્નેહે સ્નેહે તહીં સહચારવૃંદ શરીરમયતા ગાળી ગાળી તહીં સમરૂપવું: બહુબહુપણું ટાળી ટાળી નવૂ ફરી જન્મવૃંદ ત્રુટિત થયેલું! હેને હેને જ શાશ્વત સાંધવા અમર રસનું દૈવી દૈવી સુરામૃત આપવા–
અગમ ગગને પાકું પાકું ય મન્દિર બાંધવા– ‘નવલ રવિનું જ્યોતિ ! જ્યોતિ સનાતન સ્થાપવાનવીન નૂર હૈ દીધું દીધું ! પિછાન કરાવવા વિરલ બસ ત્યાં હારું હારું, પ્રભો ! અવતારવા– વરદ વિભુ, હે ! માગું માગું ! બધું પલટાવવા– નવ જીવનમાં પ્રસ્તુ! તુ! અહો કરી જીવવા.” પ્રણય રસમાં નહાશે નહાશે બધાં જ સામટાં
અમર રસમાં હૈડે હિડાં હશે કંઈ હાલતાંદિક વનના સાચા સાચા ઉરે અભિલાષ ત્યાંહૃદય રસ છે-જ્યાં જ્યાં-ત્યાં ત્યાં કહીં શમણું ફળ્યાં છે
जैनशास्त्र अने शिल्प विद्या.
આપણાં પવિત્ર અને નમુનેદાર ભવ્ય જનમંદીર સાક્ષી પુરે છે કે, જેનસમાજે શિલ્પવિધામાં આગળ વધવા ડો. શ્રમ સેવ્યો નથી. કેટલાક જૈનગ્રંથમાં શિલ્પશાસ્ત્ર સંબંધી ઉલ્લેખ પણ છે. પરંતુ આવા ઉલ્લેખોને સંગ્રહ કરી આધુનિક શિલ્પવિધામાં જેન શિલ્પજ્ઞાનને ફાળો આપવાની કોશીશ કરાયેલી અમારા જાણવામાં આવી નથી. સુભાગે આજકાલ કેટલાક જૈન બંધુઓ સીવીલ એંજીનીઅરીંગમાં ઉંચે દરજજે પહોંચેલા છે અને તેઓ તરફથી જેન શિલ્પવિદ્યાને લગતું સાહિત્ય એકઠું કરવાનો પ્રયાસ થાય તે એક અગત્યની સેવા બજાવી ગણાશે.
અનીનીઅરીંગ અને આકચરના કામમાં પડેલા જેન બધુઓને જેન શિલ્પવિધાને લગતા સાહિત્યનો સંગ્રહ કરવામાં જેન સાધુઓએ અને જૈન શાસ્ત્રો તથા જૈન ઇતિહાસના અનુભવી વિદ્વાનોએ શરૂઆતની મદદ કરવા બહાર પડવું જોઈએ છે. તે મદદ તેમને જોઈતી માહેતી પુરી પાડવાના રૂપમાં છે. ક્યા ક્યા જૈન ગ્રંથોમાં શિલ્પવિધાને લગતા ઉલ્લેખ છે, તે ગ્રંથ કોણે કયારે બનાવેલા છે, તે ગ્રંથે છપાયેલા હોય તે કયાંથી મળી શકે છે અને કઈ ભાષામાં છે, ન છપાયેલા (હસ્તલિખિત) ગ્રંથો કયાંથી અને કેની મારફતે જોવા મળી
$ રા. સાગર,