________________
૨૧૮
જેનર્કોન્ફરન્સ હૈરલ્ડ.
vvvvvvvvv
पंजाबमां थयेलं अनुकरणिय संघबंधारण.
પંજાબના શહેર અમૃતસરમાં ગયા માસમાં સુમારે પ૦૦૦ શ્રાવકો, ૪૦ મુનિઓ અને ૨૩ આર્યાઓએ એકઠા મળીને એક અનુકરણીય બંધારણ બાંધ્યાના ખબર મળતાં સંતાપ થાય છે. એક ગચ્છાધિપતિ, ૧૨ ઠરેલ મુનિઓ અને અમુક શ્રાવકનું એક રીપબ્લીક” અથવા પ્રજાસત્તાક રાજ્ય સ્થાપવા જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બહુમતે નિર્ણય કરવાને ઠરાવ કર્યો છે. સંધનાં ચારે અંગ માટે અમુક ઠરા ઘડવામાં આવ્યા છે. એ ઠરાવમાં મુનિઓને વ્યાકરણ ભણવાને અને જેન સુત્રોનું હિંદી ભાષાંતર કરવાને ખાસ આગ્રહ કરવામાં આવ્યો છે. કેઈ મુનિને દોષ કોઈ શ્રાવકના જાણવામાં આવે તો પ્રથમ તેના ગુરૂને ખબર આપવી, તે દાદ ન આપે તો ગચ્છાધિપતિને ખબર આપતાં ઉપર કહેલી સાધુ-શ્રાવકની કમીટી સઘળી વાત સાંભળીને ઘટીત શિક્ષા કરે અને દોષ ગંભીર હોય તો દોષિત સાધુને ગચ્છથી દૂર કરે અને શ્રાવકોએ તેને કોઈ રીતે સત્કાર ન કરે એવો હુકમ કરે, એવું પણ ઠરાવ્યું છે. સાધવર્ગની નિંદા અટકાવવા માટે જે કોઈ રસ્તો વ્યવહારૂ હોય તો તે આ જ છે. શ્રાવકોને તેમજ સાધુઓને ખાસ ફરમાવવામાં આવ્યું છે કે, કન્ફરન્સના ઠરાવોનું ઉલ્લંઘન ન કરવું. આવી રીતે સાધુવર્ગ કોન્ફરન્સની અગત્ય સ્વીકારે અને તેને બળ આપે એ ખચીત ખુશ થવા જેવું અને સમયસૂચક પગલું છે. આ મુનિ
એ સમયને એટલે સુધી પીછો છે કે, “ હવે સમય એવો આવ્યો છે કે, સારી રીતે સ્વમત તેમજ પરમતનાં તો જાણ્યા વિના ધર્મોન્નતિ થઈ શકવાની નથી” એવા શબ્દો એમના ઠરાવમાં દાખલ કર્યા છે અને ઉદાર દીલથી જૈન અને જૈનેતર ફીલસુફીના અધ્યયનની આવશ્યક્તા સ્વીકારી છે. સંઘનાં ચારે અંગે માટે તૈયાર કરેલી પ્રથ પ્રથ શિક્ષાપત્રીમાં “તપ-સંયમની વૃદ્ધિ થાય અને પરસ્પર પ્રેમને પુષ્ટિ મળે એમ વર્તવું” એ ઉપદેશ જગાએ જગાએ આપેલો છે અને દરેક સાધુએ “અનર્થ દંડથી દૂર રહી રવાધ્યાયમાં મચ્યા રહેવું તથા આઠમ-પાંચમના ઉપવાસ અવશ્ય કરવા એ બાળક ઉપર ભાર મૂકે છે. આર્યાઓને તેમજ શ્રાવિકાઓને પણ વિધાભ્યાસ કરવા સલાહ આપી છે પણ તે પુરૂષ વર્ગ પાસે નહિ પરંતુ સુપઢ આર્યા કે સુશીલ સ્ત્રી પાસેજ કરવા ફરમાવ્યું છે, કે જે ભયંકર પરિણામેના સંભવને અટકાવવા માટે ડહાપણભરેલી સલાહ છે. દીક્ષાના ઉમેદવારને ઓછામાં ઓછા બે માસ સુધી ગુરૂએ પિતાની પાસે રાખી તેની કસોટી કરવી અને તેની યોગ્યતા-વર્તનની ખાત્રી થાય તો જ દીક્ષા આપવી, એવો સમયધર્મ પણ સ્વીકાર્યો છે. પક્ષો અને અંધશ્રદ્ધા એ બેનું જોર ચાલે નહિ એ માટે આ શિક્ષાપત્રીમાં ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
આ સુધારે અલબત પ્રશંસાપાત્ર છે તેથી જ, જો કે એ કાર્ય એક ભાઈબંધ ફીરકાનું –સ્થાનકવાસી જૈન ફીરકાનું–છે તે પણ, અમે તેનું અવલોકન કરવાની અગત્ય વિચારી છે. જૈન ધર્મના ઍકદર ફીરકાઓ, ગચ્છ, સંઘાડાઓ પ્રતિદિન આવી રીતે સુવ્યવસ્થા, સુધારા અને પ્રગતિ કરતા જાય અને સર્વના સામાન્ય પિતા મહાવીરની જયધ્વજા ચોતરફ ફરકાવે તથા સાચા આત્મબળથી આવ્યા અને સચ્ચારિત્રને સર્વત્ર પ્રચાર કરે એમ ઈચ્છવાને દરેક જૈન બંધાય છે,