SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ 5 . * * * સંસારની રાણીના જુલમાંથી છૂટવા મથતા બે મુસાફરે. ૧૫૭ સમજી અહીં મહાલો છે? | દેવી જેવી માહિતી અને સ્વાદિષ્ટ ફળ કુલ તથા મનહર ગાનતાન મળતું હોવાથી હમે આને સુખનું ધામ માનો છો, પણ એવી જ ભૂલ કરવાથી આ સ્થિતિએ આવી પડેલા મુજ રંકનાં વચન સત્ય કરી માનજે કે વહેલીમેડી હમારી પણ હારા જેવીજ વસે છે. શું હમને એ દેવીએ પ્રથમ પિતાની ઈચ્છાને આધિન કરવા માટે વિક્રાળ રૂપથી છળ્યા નહોતા? એ વિકાળ રૂપ તે હેણીનું અસલ રૂપ છે. જે સુંદરતા, કોમળતા, નવિનતા અને નખરાં હમે પાછળથી જયાં તે તે વૈક્રિય રૂપ છે-બનાવટી છે. હમારી યુવાની જવા માંડવાથી, અગર યુવાની છતાં પણ હમારામાંથી વીર્ય ઘટતું જવાથી, અગર યુવાની અને વીર્ય બને છતાં પણ મારાથી સહજ કુડું પડવાથી, હમારી દશા મહારા જેવી અને હમારી આસપાસ જે અસંખ્ય હાડપીંજરે જુઓ છો તેવીજ થવાની, એ નિશ્ચય માનજે.” એ શબ્દ સાંભળતાં જિનપાલીત ધ્રુજવા લાગ્યો. જિનરક્ષિત પણ ડચ તે ખરો, પરતુ હેની બુદ્ધિ સંકટોમાં ગુમ થતી નહિ. હેણે હવે વિચાર્યું કે, જો કે અહીં આપણું કઈ બેલી ન હોવાથી આ દેવીને હુકમ માન્ય કરીને હેની સોબત કર્યા સિવાય આપણે છૂટકે નહે, તો પણ “વિષયનાં ફળ બુરાં છે” એ શાસ્ત્રવચન સુણેલાં હોવા છતાં આપણે હેના મેહપાસમાં અંધ જ બની રહ્યા અને હેમાંથી પહેલે જ પ્રસંગે છૂટવાની કેશીશ કરવા વિચાર સરખો પણ આપણા મનમાં આવવા પામ્યો નહિ એ કેવી મૂર્ખતા! આ તરફ હારે તે આમ આત્મનિંદા કરતો હતો તે વખતે જિનપાલિત “અરે રે, અરે રે” એવા ઉદગાર અને પ્રજાટથી ગાંડે અને વધારે ગાડ બનતો જતો હત; અને તે જ વખતે સૂળી ઉપરના યુવાનને છેલ્લો શ્વાસ લેવાનો વખત હતા. મરતાં મરતાં બે મનુષ્યહિંસા અટકાવવાના હેતુથી “હમે પૂર્વ બાગમાં શેલક્યક્ષને વિનવશે તે ઘરભેગા થવા પામશે” એટલું બોલવાની સાથે જ હેણે પ્રાણ છોડયા. પિતાના હિતેચ્છના શાંત શબને જેતા, તથા એવી જ સ્થિતિ કદાચ પિતાની થશે એમ વિકલ્પ કરતા બન્ને ભાઈઓ દિગમૂઢ થઈ ઉભા. કેટલીક વારે, સ્વભાવથી જ દેઢ મન વાળો અને એક ખત્તાથી વધારે દદીભૂત થયેલા મનવાળો જિનરક્ષિત બંધને લઈ પૂર્વ બાગમાં ચાલ્યું. હાં આવી આંખમાંનાં આંસુની ધારાથી યક્ષના પગને હવરાવત, આડાઅવળા વિખરાઈ ગયેલા એટલાથી યક્ષના પગ આગળની રજને વાળતો, બે હાથ ભેગા કરી હેના સંપુટમાં કાલાવાલાનું ભૂટણું ધર હોય હેમ, કહેવા લાગ્યો કે, “હે ત્રાતા ! અમને બચાવ; દયાળુ દેવ ! આ ઠગારી ભૂમિમાં અમે ઠગાઈ બેઠા છીએ, એટલું જ નહિ પણ આપની હાય વગર અમારા પ્રાણ પણ બચવાના નથી. અમે હમારા શરણે આવ્યા છીએ, મહાદુઃખી છીએ, નાસવાના રસ્તાથી અજાણ્યા છીએ, ચોતરફ પડેલા મહાસાગરને તરવા અશકત છીએ, અમારા શત્રથી લડવા કાયર છીએ, મહા-મહા દુઃખી છીએ. અમને ફસાવનાર હમણું જરા દૂર છે તેટલામાં અમને બચાવો, રે બચાવો.” જે નિરાધારને આધાર આપવાને ઘધાજ લઈને આ બેટમાં બેઠે છે, દુખીને સાવન આપવા અને બુડતાને બચાવવાને હેને કુદરતી આાવ છે તે શેલુક પક્ષે હેમને આશ્વાસન આપ્યું અને કહ્યું કે, “હું મને બંનેને મારી પીઠ ઉપર બેસાડી સમુદ્ર પાર
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy