________________
જૈન કોન્ફરન્સ હેરડ,
(મે ક્યારે જઈ હડશે તે ખાત્રીપૂર્વક કહી શકાતું નહિ તેમાં સફર કરવાની હતી. એવી સાહસિક અને જોખમી ૧૧ સફર કરી અખૂટ દ્રવ્ય મેળવવા છતાં જિનરક્ષિત અને જિન પાલિત હજી ધરાયા નહતા, અને ડાહ્યા છતાં “જેઓ ધનથી ધરાતા નથી હેમને લાભ લૂંટે છે” એ કહેવતથી હજી અજાણ્યા હતા.
ધનના લેબી આ બે વણિક બંધુઓએ પિતાનાં વહાણ દરીઆમાં એકવાર ફરીથી હંકાયાં. કેટલેક દિવસે સમુદ્રમાં મહાભારત તોફાન શરૂ થયું. વિક્રાળ માઝાં પિતાનાં રાક્ષસી ડાચાં વિકાસી વહાણને આખા ને આખાં હોઈ કરવા મથતાં. વહાણો ઘડીમાં પાતાળની ગુફામાં પચ્છાતાં અને ઘડીમાં આકાશ તરફ ફેંકાતાં છેવટે હારે એક ભયંકર મઝાએ બને ભાઈઓ જે વહાણમાં હતા તે વહાણને પિતાના ડાચામાં પકડયું અને ગળવા માંડયું તે વખતે જિનરક્ષિત સિવાયના બધા માણસો અર્ધગાંડા બની ગયા, આ સાહસ માટે પોતાને ગાળો દેવા લાગ્યા, કેપેલા દેવને કરગરવા લાગ્યા અને ચીસો પાડવા લાગ્યા. જિનપાલિતે તે સોગન લીધા કે આ સંકટમાંથી બન્યું તો ફરી કદી સફરનું નામ જ દઉં નહિ !
પણ આ સઘળું તેફાન જિનરક્ષિત શાંતપણે જોયા કરતો હતો. તે ગભરાય નહિ, રડે નહિ, બાધા આખડીને ભૂલા ભમ્યો નહિ કે સેગન લેવા તત્પર થયે નહિ. પુદ્રગળને સ્વભાવ અને પૂર્વ કર્મનું અનિવાર્ય ફળ હેના ખ્યાલમાં હતું. વળી કરવું હાં ડરવું કશું?’ એ તે બરાબર સમજતા હતા. તે દૃઢ મનને હતે.
વ્હાણ ભાગ્યું; માત્ર બે ભાઈઓ સિવાય સર્વે બી મુઆ. ભાગ્યેગે મળી આવેલા પાટીઆની મદદથી તેઓ બંને રત્નદિપ નામના બેટ ઉપર આવી પહોંચ્યા.
એ બેટ ઉપર રયણદેવી નામની એક વિષયરાગી અને ઘાતકી દેવીની સત્તા હતી. તે દેવી પિતાના સારસ્તા મુજબ આ બન્ને ભાઈઓ પાસે આવીને પ્રથમ ધમકીથી અને પછી ભેગવિલાસની લાલચથી હેમને પિતાની સાથે લઈ ચાલી. હેમને એક ભવ્ય મહેલ, સુંદર ઉપવન અને સુખની સર્વ સામગ્રીઓ આપી અને તેમની સાથે પિતાને મનગમતા ભોગ ભોગવવા લાગી. કેટલાક દિવસ એમ પસાર થતાં, દેવીને ઈ રાજાનું તેડું આવવાથી
હાં જવું પડયું; તેથી તેણે નીકળતી વખતે પોતાના બંને દિલજાને કહ્યું કે આ મહેલની ત્રણ દિશાના ત્રણે બાગમાં ફરી નવનવિન ફળ ખાઈ આનંદમાં રહેજે; પણ ચોથી દક્ષિણ દિશાના બાગમાં એક ભયાનક નાગ રહે છે, જે હેની પાસે જનારને કસે છે. માટે તે દિશામાં જતા નહિ.”
જે વસ્તુના ઉપર પડદે નાખવામાં આવે છે તે વસ્તુ ઓર વધારે જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે. દેવીના ગયા પછી આ બન્ને ભાઈઓને વિચાર થયો કે અમુક દિશામાં જવાની મના કરવાનું કાંઈક ખાસ કારણ હેવું જોઈએ. તેઓ પોતાની જિજ્ઞાસા તપ્ત કરવા દક્ષિણ દિશામાં ચાલ્યા. રસ્તે ચાલતાં તેઓની આંખોએ મનુષ્યનાં હાડપિંજર જૂદા જૂદા વિક્રાળ રૂપમાં જોયાં, કાને સળી ઉપર વિંધાતા નાજુક યુવાનોના આકંદમયે શબ્દો સાંભવ્યા અને નાકે બેભાન કરી નાખે એવી સખત દુર્ગધ અનુભવી. એક સૂળી ઉપર યુવાન આ બંને ભાઈઓને જોઈને બોલ્યો કે, “હે કમનશીબ પ્રાણીઓ! હમે શું સુખ