________________
૧૮૧૩) સંસારની રાણીના જુલમમાંથી છુટવા મથતા બે મુસાફરે. ૧૫ થતાં જેમ જેમ તેમાં ફલિભૂત થતું જવાય છે તેમ તેમ સમ્યકત્વ ઉચ્ચ કોટીને પામતુ જાય છે. આત્મા જાતે પૂર્ણ છે માટે ઉચ્ચતર કેટીને પામનાર મન હોઈ આત્માનુભવ ઓછામાં ઓછો અંશ મતિજ્ઞાન છે. મનની આત્મામાં વિલયતામાં મતિ, શ્રત અને અવધિ કહેવાય છે અને બહિરદષ્ટિમાં મનોવ્યાપારમાં જે મનની સુક્ષ્મતા તેને કુમતિ, કુશ્રુત કે કુઅવધિ, તેને જેમાં સમાવેશ થાય છે એવું વિભંગ જ્ઞાન (અજ્ઞાન) કહેવામાં આવે છે. જેમ જેમ આવરણનો ક્ષય થતું જાય છે તેમ તેમ મતિજ્ઞાનાદિ પ્રકટ થતાં જાય છે. મતિજ્ઞાન અઠાવિસ પ્રકારનું છે અને શ્રુતજ્ઞાન દ પ્રકારનું છે. જે મનન કરે તે મતિ. મન અને ઇન્દ્રિયો દ્વારા જે વડે વસ્તુને બોધ થાય તે મતિ. શાસ્ત્રવણથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તે શ્રુતજ્ઞાન. મન અને ઇન્દ્રિયની અપેક્ષા વગર જે પ્રત્યક્ષ જ્ઞાન થાય તે અવધિજ્ઞાન (આમાં મન સૂક્ષ્મ રૂપે છે. ) અવધિ એટલે સમર્યાદ, સમાપ. મનો પર્યાયનું જે વડે જ્ઞાન થાય તે મન:પર્યવ જ્ઞાન. મનઃપરિ+અવ=મનઃ એટલે મનનું+પરિ એટલે ચેતરફઅવ એટલે જાણવું. મનનું ચોતરફ જાણવું. કેવળ જ્ઞાન એટલે શુદ્ધ જ્ઞાન, અભેદજ્ઞાન, અખંડજ્ઞાન, સ્વતઃજ્ઞાન, અનંતજ્ઞાન–ઈત્યાદિ. એટલે શુદ્ધજ્ઞાન, અભેદજ્ઞાન, અખંડજ્ઞાન, સ્વતઃજ્ઞાન, અનંતજ્ઞાન-ઇત્યાદિ.
આત્માનુભવ થયા પછી તે તો નથી માટે ખરું જોતાં કેવલ જ્ઞાન એજ આત્માનુભવરૂપ છે પરંતુ આત્માને પશમને લઈને તેમાં જે શાન્તિ જણાય છે તેને અનુભવરૂપે મંડન કરવામાં આવે ત્યારે તે અતિ એ આત્માનુભવને ડામાં થેડો અંશ છે એમ ઉપરની વ્યાખ્યામાં સ્પષ્ટ સમજાય છે.
(અપૂર્ણ) ટંકારા. ૧ર-૧૧-૧૨.
--ગોકુળભાઈ નાનજી ગાંધી.
સંસારની રાણીના જુલમમાંથી છૂટવા
મથતા બે મુસાફરો. વ્રત–નિયમનું વ્યવહારૂ સ્વરૂપ
:
ચંપા નગરીમાં માર્કદીશેઠના જિનરક્ષિત અને જિન પાલિત નામના બને પુત્રો ઘણા સાહસિક હતા. તેઓ વળી જૈન ધર્મમાં શ્રદ્ધાવંત અને વ્યવહારમાં શુદ્ધ હતા. છતાં વણિક વર્ગને પેઢી દર પેઢી વારસામાં જે ભ” નામને કુબેરના ભંડારથી પણ ઑટો ખજાને મળે છે તે ખજાનાથી તેઓ બેનશીબ રહેવા પામ્યા નહતા. લડવું તે ક્ષત્રિયના બાપનું અને રળવું તે વાણીઆના બાપનું જ છે. જેમ ક્ષત્રિયે જેવી શુરાતનથી જીતેલી લડાઈઓ બીજી સંભળાઈ નથી તેમ વાણીઆ જેવી ધીરજ, સહનશીલતા, દીર્ધદષ્ટિ અને સમયચકતા વેપારમાં કોઈ કોમે વાપરી જાણવામાં આવી નથી. હાલની માફક તે પુરાણું જમાનામાં કઈ વિજળી વેગેથી ચાલતી અને સર્વ સગવડોથી ભરપુર મહેલ જેવી આગબોટ ન હતી, પણ પવનના વિશ્વાસ ઉપર મુકવામાં આવતાં બહાણા કે જે કહાં અને