________________
૧૧૫૪
જૈન કોન્ફરન્સ હેરા.
તેને મન પિતેજ આત્માનંદ માને છે; પરંતુ આત્માનંદ તેથી જુદા જ પ્રકારનો છે; તેનો પ્રસાક્ષાત્કાર કે અનુભવ થયા પછી તે પુન: તેજ નથી. શબ્દ વ્યવહારસિદ્ધિ માટે મનના
યોપશમને ખંડિત આત્માનુભવ ગણી લેવામાં આવે છે તે પણ ઠીક છે. પશમથી આત્માનંદનું કાંઈક વાનગીરૂપ ભાન થાય છે. આત્મસાક્ષાત્કાર એ ક્ષાયક છે. મતિ, શ્રત, અવધિ અને મન:પર્યવજ્ઞાન એ મનના ક્ષપશમ પ્રમાણે કે મનની સૂક્ષ્મતા પ્રમાણે કે મનની ખીલવણીના પ્રમાણમાં ઉત્તરોત્તર વિશેષ અધિકારદર્શક નામો છે. મનના
પશમ પ્રમાણે મતિ, શ્રત, અવધિ, અને મન:પર્યવ કહેવાય છે. મનની સંપૂર્ણ વિલયના લાયકભાવ-તે કેવળજ્ઞાન; એ દરજજે જોતાં આત્માનો ખંડિત સાક્ષાત્કાર-યોપશમનો તે અનુભવની સ્થિતિના પ્રમાણમાં મતિ, ચુત, અવધિ, કે મન:પર્યવ કહેવાય. પણ સાધારણ રીતે સુમતિ એટલે આભિનિબોધિક જ્ઞાનમાં તેને સમાવેશ થાય છે. આવા જ્ઞાનને મતિ, શ્રત, અવધિ કે મન:પર્યવ કહેવામાં આવે છે તેથી બાધ જેવું નથી, પણ તેથી કેવલજ્ઞાન તે ન કહેવાય.
(૨) પ્રશ્ન–શું સમ્પર્વ એ એક પ્રકારનું જ્ઞાન છે? એમ હોય તે ઉક્ત પાંચ પ્રકારમાંનું કયું જ્ઞાન? આનો ઉત્તર કદાચ એમ હોઈ શકે કે પહેલા ત્રણ પ્રકારનાં જ્ઞાન નામે મતિ, શ્રત અને અવધિમાંના દરેક બે પ્રકારનાં-નામે મિથ્યાત્વ યા સમ્યકત્વ થઈ શકે. પરંતુ આત્મપ્રતીતિ–આત્માનુભવ–મતિજ્ઞાન નથી તે પછી તે શું છે? આત્માનુભવ કહું છું એટલે ઉપર પ્રમાણે કહ્યું તેમ થોડો વખત આવીને જતો રહે છે. કયું જ્ઞાન આ માનભવને ઓછામાં ઓછો અંશ છે?
ઉત્તર:–અંતરદષ્ટિશ્રદ્ધા તે સમ્યકત્વ, અને બહિરદષ્ટિશ્રદ્ધા તે મિથ્યાત્વ. તત્ત્વાર્થની પ્રતીતિ તે સમ્યકત્વ, સામ્યભાવ તે સમ્યકત્વ, આત્મા એજ ઈશ્વર છે એ નિશ્ચય તે સમ્યકત્વ, સમ્યકત્વ એટલે શ્રદ્ધા. કેવા પ્રકારની શ્રદ્ધા? આત્મતત્ત્વ શ્રદ્ધા. વીતરાગ સમ્યવ અને વ્યવહાર સમ્યકતવ એવા તેના બે ભેદ છે. આત્માને દેહથી ભિન્ન કેવલ ચૈતન્યમય, અનંતજ્ઞાન અનંતદર્શન અને અનંત ચારિત્રને ધણી, સ્વયંપ્રકાશ, વગેરે શુદ્ધરૂપે નિરંતર જાણો, તે ક્ષાયિકસમ્યકત્વ. તસ્વરૂચિનું પ્રકટવું તે ક્ષાયિકસમ્યકત્વ. ચાર અનંતાનુબંધીયા કવાય તથા દર્શનમોહનિય ત્રણ એ સાત પ્રકૃતિને ઉપશમાવવી તે ઔપશામિક સમ્યકતવ. એ પ્રકૃતિના ઉદયને ખપાવ્યો અને બાકીને ઉદય ન આવ્યું તે ક્ષાપશમિક. મુખ્ય વાત એ છે કે આત્માના જ્ઞાનમાં રૂચિ તે સમ્યવ, અને આત્મવિમુખજ્ઞાનમાં રૂચિ તે મિથ્યાત્વ. સમ્યકત્વનું મૂળ મેહવિલયતા છે અને મિથ્યાત્વનું મૂળ મોહ છે. ઉપશમ સમ્યકતવ આવ્યું અંતમુહર્ત રહે, પ્રતિપતિ તે આવે જાય. ક્ષાપશમિક તે ઉત્કૃષ્ટ છાસઠ સાગરેપમ રહે. આત્માનું નિરંતર ચોકસ જ્ઞાન તે ક્ષાયકસભ્યત્વ એ નિસર્ગ સમ્યકત્વ કર્યું. નિસર્ગ સમ્યકત્વ એટલે સ્વભાવે રૂચિ. ગુરૂઉપદેશથી તત્વમાં રૂચિ તે અભિગમ સમ્યકત્વ. તે ઉપશમભાવ અને ક્ષાયકભાવ.
ઉપરથી સમજાય છે કે જ્ઞાન અને સમ્યકત્વ એ ભિન્ન છે. જ્ઞાનમાં શ્રદ્ધા તે સમ્યકત્વ. મન અને આત્માનું સ્વરૂપ જાણવું તે જ્ઞાન. મનને આત્મામાં વિલય કરવા માટે જે અતિ પ્રેમ ઉત્પન્ન થયે તે સમ્યકત્વ. અતિપ્રેમ દ્વારા મનને આત્મામાં વિલય કરવા માટે પ્રયાસ