________________
N
૧૯૧૩)
જ્ઞાન-ચર્ચા.
૧૫૯
અલ્પ સમયનું જ્ઞાન તે મતિજ્ઞાન. મતિજ્ઞાન મુખ્ય એ પ્રકારનું છે, કુમતિ જ્ઞાન અને સુમતિજ્ઞાન. સુમતિજ્ઞાનને આભિનિષેાધિકજ્ઞાન પણ કહેવામાં આવે છે. હિર્ષિનુ જ્ઞાન કે જગદભિમુખવૃત્તિવંત જ્ઞાન તે કુમતિજ્ઞાન-દેહ જ્ઞાન કે મનોવિકલ્પ જ્ઞાન; અતર્દષ્ટિનાન કે આત્માનુભવક્ષ જ્ઞાન તે આભિનિષેાધિકજ્ઞાન. અખંડજ્ઞાન થાય તે તે કેવલ જ્ઞાન કહેવાય, પરંતુ અતિજ્ઞાન માટે આભિનિષેાધિક જ્ઞાન-આત્માનું ખ’તિજ્ઞાન તે શ્રુતજ્ઞાન નધી. શ્રુતજ્ઞાન એ મનસહિત કણના વિષય છે, અને મતિ એ મનને વિષય છે. મનની એ વિત્ત છે, આંતર્ અને અહિ. બહિવૃત્તિએ જગત્ પ્રતીત થાય છે અને અતવૃત્તિએ આત્મશાન્તિ-મનોશાન્તિ-પ્રતીત થાય છે; અંતર્ અને અહિવૃત્તિવિહીન તે પરમાત્મતત્ત્વ છે. શ્રીરામરૂપ વિવેકે મનરૂપ મરીચિ મારીચમૃગ-કનકમૃગ-કે મનમૃગને હણ્યો તે મન મૃગ દ્વિમુખ હતા; એ મુખ તે અંતર અને બહિર્મુખ જાણવાં. બહિવૃત્તિ એ કેવલ મન કહેવાય છે અને અતવૃત્તિ એ થોડાઘણા પ્રમાણમાં મનની આત્માને વિષે વિલયતા હાઇ અગર તેમ કરવા પ્રયાસ હોઈ મનરૂપ આત્મા કહેવાય છે. મનરૂપ આત્મા એટલે આત્માને વિષે વિલય થતું મન ! મનેત્તિ જાણવી. આત્માનું અલ્પ સમયનુ જ્ઞાન, પછી તે ગમે ત્યારે થયું હોય તે પણ તે અવધિ નથી-અવધિના પેટા વિભાગજેવું ક્ક્ત ભાસ્યમાન થાય એટલું જ. અવધિજ્ઞાન એ પ્રકારનું છે, સુઅવધિ અને કુઅવધિ. વિભ’ગ–અિિષ્ટનું સાત દીપ અને સાત સમુદ્રપર્યંતનું જ્ઞાન-સાત ચક્રનુ-અજ્ઞાનદશાની સમતામાં વાચાળ રાન · તે વિભગનાન અને આત્માની અમુક હદે સ્થિતિવાળું જ્ઞાન તે અવધિજ્ઞાન, તે પણ તિ જ્ઞાનની ઉંચા પ્રકારની ખીલવણી સિવાય બીજું કશું નથી.
આત્માના અનુભવ તે જ્યારે મનની આત્માનેવિષે ચેડાઘણા પ્રમાણમાં વિલયતા થાય છે ત્યારેજ તે પ્રમાણમાં થવા સંભવે છે; પણ મનની આત્માને વિષે વિલયતા થયા સિવાય એ સ ંભવતાજ નથી. આત્મા જાતે શુદ્ધ, સર્વજ્ઞ, વિભુ, અને સચ્ચિદાનંદમય છે, એટલે આત્માને કાંઈ જાણવા કે જોવાપણું નથી, તેમ આત્માને કોઇ લોપી શકતુ કે વિશેષ શુદ્ધ કરી શકતું નથી. આત્મા જેવે છે તેવાજ પેાતાના સ્વરૂપે સ્થિત છે. આત્મા જ્ઞેય છે અને તેનું જ્ઞાન વિલયતાના પ્રમાણમાં મનને થાય છે. આજે થોડા વખત મનની આત્મામાં વિલયતા થઈ પાછી વિલયતા મટી ગઈ અર્થાત્ અહિષ્ટિ થઈ ગઇ પણ અ’તષ્ટિએ જેમને આત્માનંદને અનુભવ થયેા તે યાદ રહી જાય છે અને હરવખત સાંભળ્યા કરે છે કે લાણે સમયે મને આત્માને એવા આનદ આવ્યા હતા કે જેની વાતજ ન થાય. એ અનુભવ મનને થયા. આત્માને સત્ય અનુભવ થયા પછી જતાજ નથી. મનનેજ અનુભવ થયે તે મને મનનારા યાદ રાખ્યું. મનનું જ્ઞાન તે મતિજ્ઞાન; મનવડે નિશ્ચય કરેલું જ્ઞાન તે મતિજ્ઞાન. મનથી અટકળ કરેલું જ્ઞાન તે મતિજ્ઞાન. અંતર્દ્રષ્ટિના અભ્યાસમાં મનના અલ્પ ક્ષયેાપાયથી જે શાન્તિ થવી તેજ અલ્પ-ખંડિત-આત્માનુભવ જાણવા. આનેજ શબ્દશેલીમાં આપણે ખંડિત સાક્ષાત્કાર કહીએ છીએ. અતિ સૂક્ષ્મ વિચાર કરતાં તે સાક્ષાત્કાર કે વાસ્તવ અનુભવ નથી. જ્યારે મનની સંપૂર્ણ વિલયતા થાય ત્યારેજ આત્મસાક્ષાત્કાર આત્માનુભવ થઇ શકે છે, તે સિવાય થઇ શકતા નથી; માટે મતિ, શ્રુત, અવધિ, અને મન:પર્યવજ્ઞાન તે અનુભવજ્ઞાન નથી પણ એક જાતની મનેાશાન્તિ ઓછા વત્તા પ્રમાણમાં છે. જેમ જેમ અંતર્દષ્ટિનો અભ્યાસ થતા જાય છે તેમ તેમ મનને ક્ષયાપશમ થ મન શાંતતાને પામે છે, તેથી મનને એક જાતના સ્વાભાવિક આનંદ સપ્રાપ્ત થાય છે,