________________
ઉપર
"
જૈન કોન્ફરન્સ હેર૯.
શરીર, કાલકસુરીયા કસાઈ જેવું મન અને સગ્ગી માને પણ ગમે નહિ એવી વાચાવાળા પ્રાણી (રહેને માટે શાસ્ત્રકારો “નારકી’ના જીવો એવું નામ આપે છે તેવા,) થવાય છે.
આ સર્વ ઉપરથી વાચક જો એમ નકી સમજ્યો હોય કે, નારકી બનવામાં સિદ્ધ બનવામાં-દારૂ પીવામાં તેમજ વિદ્યા ભણવામાં સર્વમાં ટેવ જ કામ કરે છે, તે પછી એ વાચકે આટલું પણ સમજવું જોઈએ કે, હારે ટેવથી કડવી ચીજને મીઠ્ઠી કરીએ છીએ
હારે મીઠ્ઠી ચીજને જ મીઠ્ઠી કાં ન કરીએ? બીજા શબ્દમાં કહું તો, ટેવ કેવી ક્રિયાની પાડવી તે બાબતની પસંદગી કરવામાં શાણપણ વાપરવું જોઈએ. વ્હારે કોઈ રાજા એમ કહે કે, “હમારે જોઈએ તે માંગો હારે હલકી વસ્તુ શા માટે માગવી જોઈએ? મ્હારે દરેક કામ ટેવવડે પ્રિય થઈ પડે છે ત્યારે ટેવ સારામાં સારી જ વાતની કેમ ન પાડવી? મહાન તત્વવેત્તા પીથાગોરસ પિતાના વિદ્યાર્થીઓને હમેશ કહે કે
" उत्तममा उत्तम जीवन ग्रहण करो अने पछी 'टेव' ए जीवनने अत्यंत आनंदमय बनावशे."
- સમયધર્મ,
શાન-ચર્ચા.
આ મથાળા તળે આવતા લેખમાં ધર્મ, ફીલસુફી, નીતિ, સંસાર સુધારે, ગૃહ સુખ, સંઘ સુધારણ વગેરેને લગતા પ્રશ્ન ઉભા કરી વિદ્વાને અને અનુભવી મહાશ પાસેથી જવાબ મેળવી તે દ્વારા જૈન સમાજમાં ભિન્ન ભિન્ન બાબતોનું જ્ઞાન અને તર્કબળ વધારવા ઇછ્યું છે. પ્રશ્ન ઉભા કરવામાં અને બીજાના પ્રશ્નના ખુલાસા પિતાના જ્ઞાન અને અનુભવવડે લખી જણાવવામાં પિતાના સમયનો ભોગ આપવા સપુરૂષોને વિનંતિ કરવામાં આવે છે.
આજના અંકમાંના પ્રકો અમોએ શ્રીયુત ગોકુળભાઈ નાનજી ગાંધીને લખી મોકલ્યા હતા, જેને જવાબ નીચે પ્રમાણે મળે છે–તંત્રી.
(૧) પ્રશ્ન – જ્ઞાન પાંચ પ્રકારનાં છે; મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન અને કેવલ જ્ઞાન. હવે આમાંથી કયું જ્ઞાન આત્માનુભવ છે? ધારો કે મને આત્માનુભવઆત્મસાક્ષાત્કાર–જરા થોડો સમય થઈ ગયો, તે તે આ પાંચ જ્ઞાનમાંથી કયું જ્ઞાન? શું બીજું શ્રુતજ્ઞાન હોઈ શકે? કારણ કે તેમાં કલ્પના, સમજ, વિચાર, નિર્ણય, પ્રતીતિ અને હું પુગલથી-શરીરથી-ભિન્ન છું એ તેમાં અનુભવ થાય છે. મારા ધારવા પ્રમાણે અવધિજ્ઞાન ન હોય ?
ઉત્તર–આત્માને નિર્વિઘાત એટલે અખંડ અનુભવ તે કેવલજ્ઞાન. આત્મા જાતે 3ય છે. યની પ્રતીતિ તે જ્ઞાન, રેયને અનુભવ તે જ્ઞાન, યને જેવડે જાણી શકાય તે જ્ઞાન. જ્ઞાન એ મનને વિષય છે. તે જ્ઞાન-કેવલજ્ઞાન-નું મૂળ કારણરૂપ કે યરૂપ આત્મા છે. સેય આત્માનું અખંડ જ્ઞાન, નિર્વિશેષજ્ઞાન, નિર્વિકલ્પજ્ઞાન તે કેવલજ્ઞાન. આત્માનું ખંડિત