SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧૩) ધર્મમય જીદગી હેલી કે મુશ્કેલ ? ૧૫૧ લાગે કે “ હમારી બક્ષીસ પાછી જો !” આ વાતને ઝાઝા દિવસ ન થયા એટલામાં તે પાછો બ્રહ્માને વિનવવા લાગે કે “ પિતા ! મને પેલી બક્ષીસ પાછી પિ એના વગર મહેને ઘડી પણ ચાલતું નથી.” જે સ્ત્રીની સેબતમાં તે અમુક વખત રહ્યો તે સ્ત્રીથી તે ટેવાયેલો થઈ ગયો તેથી, જો કે સ્ત્રીમાં અમુક અવગુણ છે તે પણ, હેના વગર ચાલ્યું નહિ ! એવી જ રીતે ધર્મમય જીંદગીથી જેઓ ટેવાયેલા બને છે હેમને એ રસ્તે કદાપિ સંકટ પડે છે તો પણ એ જાતની જીંદગીથી તેઓ ટેવાયેલા હોઈ એ રસ્તો છે? મને ગમતું જ નથી—કહે કે પાલવતા જ નથી. અને આમ થાય એમાં આ શ્ચર્ય પામવા જેવું કંઈ નથી. મહાન તત્વવેત્તા બેકન કહે છે કે, “જે ચીજ આપણને પ્રથમ નાપસંદ કે મુશ્કેલ લાગે છે તે ચીજ (હારે આપણે હેનાથી ટેવાયેલા થઈએ છીએ ત્યહારે) જેટલી આનંદદાયક કે સહેલી થઈ પડે છે તેટલી બીજી કેઈ ચીજ થતી નથી. : ધર્મમય જીંદગી કે જે દરેક માણસને પ્રથમ આકરી-અપ્રિય લાગે છે તે, આ સિદ્ધાંત અનુસાર, હારે આપણે તહેનાથી ટેવાયેલા થઈએ છીએ હારે, સેથી પ્રિય અને સ્વાભાવિક થઈ જાય છે; પછી એથી જુદી જાતની અંદગી આપણને ગમશેજ નહિ, - મનુબ સ્વભાવના બંધારણનું આ રહસ્ય-આ છુપી કળ' કહી દેવાથી વાચકને એક મોટો લાભ થવા સંભવ છે-જે તે હેને ઉપયોગ કરવા ખુશી હોય છે. એ લાભ એ છે કે, “ ટેવ કે જે ધર્મમય જીંદગી તેમજ પાપમય જીંદગીને પાયો છે તે પાયા ઉપર ઘર્મમય જીદગીનું જ મકાન ચણવાની કાળજી રાખતાં તે શીખશે. આપણે શું ધર્મપુસ્તકમાં નથી વાંચતા કે આ જીવ અનાદિ કાળથી કામ-ક્રોધ-મોહ-મત્સર આદિમાં રપ ( =વાય ) છે, તેથી જ હેને સાન થતું નથી ? એ શાસ્ત્રો જ “ ટેવ ” ના સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે. અનાદિ કાળથી-ગણ્યા ગણાય નહિ એટલા ભવથી આ ઇવ વિભાવમાં રમત હેવાથી ભતિને આવરણ થયું અને તેથી ધર્મમય જીંદગી મુશ્કેલ લાગી! પણ હવે જે ધર્મમય જીંદગીની ટેવ પાડવામાં આવે અને તે ટેવ પણ દિવસો–મહિનાઓવરસે અને યુગે સુધી કેળવવામાં આવે તે કેવલ્ય જ્ઞાન અને સિદ્ધિએ પહોંચવું છું અને શક્ય છે ? આમાં સર્વ આધાર “ટેવ ” ઉપરજ છે. આ વિચારે કહેતાં કહેતાં મ્હારૂં લક્ષ બીજે ખેંચાઈ જાય છે. હમણાં હું કેવલ્ય જ્ઞાન અને સિદ્ધ પદની વાત કરી. હું શાસ્ત્રોને પારંગામી નથી; એટલે સત્ય કથનનો ગર્વ કરતો નથી પણ મહારા તર્કમાં કાંઈ દોષ હોય તો અનંતા સિદ્ધ ભગવાનની સાક્ષીએ મિથ્થાને સુ ' કહી મહારા સ્વતંત્ર વિચાર અને જાહેર કરીશ. કૈવલ્યજ્ઞાન અને સિદ્ધિ 5 ( સિદ્ધિપદ) એ કાંઈ કોઈ ક્રિયાનું ફળ હોય એમ મને લાગતું નથી, પણ જ્ઞાનમાં 'ટેવાયેલા રહેવાથી—એ ટેવ સંપૂર્ણ જ્ઞાને પહાચ એમધમધિ જાળી મણિયલા રહેવાથી એ જીવન સિદ્ધિઓ પહોંચાડે છે, લાઈનમાં પોવની આરાધના કરનારને મોક્ષ મળતું નથી; પણ ધમની- સડક છે, કે જહેના આ તરફના છેડાથી ચાલવું શરૂ કરનાર બીજે છેડે પહોંચે છે, કે જે છેડોજ “મેક્ષ' છે. અને તેવીજ રીતે મન-વચન અને કાયાને બેટે રસ્તે પ્રવર્તાવવાની ટેવ પાડવાથીએ ટેવ કેટલાક ભવ સુધી ચાલ્યાં કરી, જાની થતાં સ્વભાવરૂપ બની જવાથી નારકી જેવું
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy