________________
૧૫૮
જૈન કન્ફરન્સ હેરલ્ડ. હમારા સ્વગૃહે પહોંચાડવા તૈયાર છું; પણ એટલું યાદ રાખજો કે હમારા મનને જરા પણ ચલિત થવા દેશે તે હારી પીઠપરથી ગબડી પડશે.”
શેલક યક્ષ હેમને લઈ સમુદ્રના અગાધ જળથી અદ્ધર ઉડવા લાગે તે વખતે, વિશાળ કાગળના પાના જેવી પાણીની સપાટી જોઈને, વિશ્વની વિશાળતા જોઈને તથા સૂર્યને અપ્રતિબદ્ધ પ્રકાશ જોઈને હેમને નવું નવું જ્ઞાન થવા લાગ્યું અને તેઓ કદી નહિ અને નુભવેલા આનંદ અને આશ્ચર્યમાં ડૂબકી ખાવા લાગ્યા. શેલક એટલી તે ઝડપથી ઉડત હતું કે હેને વળગી રહેવું આ બંને યુવાને માટે મુશ્કેલ થઈ પડયું હતું; છતાં તેઓ દઢતાથી વળગી રહ્યા હતા અને વળી તે યક્ષ પણ હેમને પડતાં અટકાવવા માટે વારંવાર કાળજી રાખતો હતો. એમ કરતાં હારે તેઓ મધ્ય સમુદ્રમાં આવ્યા હારે દુષ્ટ ક્ષણને ખબર પડવાથી તે હેમની પાછળ પડી અને લગભગ હેમની નજીક આવીને વિક્રાળરૂપ બનાવી ડરાવવા અને ધમકાવવા લાગી કે, “રે ધતી! હમે મહને આવી રીતે ઠગી જાઓ છે પણ હમણાં હું હમને ચીરી નાખીશ, હમારા ટુકડે ટુકડા કરીને તળી ખાઈશ. માટે જીવતર વહાલું હોય તે સ્વારી સાથે પાછા ચાલો.” પરંતુ યક્ષના રક્ષણમાં આવેલા અને હેના ઉપદેશથી દઢ બનેલા બન્ને યુવાનો પૈકી એકે ડગે નહિ; કોઈએ હેના સામું સરખું પણ જોયું નહિ.
પરંતુ આપણે ઘણીવાર જોઈએ છીએ કે, જેઓ ઝગમગતી તલવારને તાબે થતા નથી તેઓ માત્ર એકજ મંદ હાસ્ય કે એકજ મીઠી નજર કે એકજ લલિત વચનના આધિન આધિન થઈ જાય છે, અને એ જ કારણથી કામદેવનું બાણ કુસુમ કમ્યું છે.
આ બંને ભાઈઓ પાસે દુષ્ટાની ધમકીનું કાંઈ ચાલ્યું નહિ હારે હેણુએ સુંદર સોળ શણગારથી શોભતી અને આછા ઘુંઘટથી હાવ ભાવ કરતી સુંદરીનું રૂપ લઈને સજળનેત્રે કરગરવું શરૂ કર્યું. “મને અબળાને અટવીમાં મુકીને શું ૯મે પ્રાણુધારે જતા જ રહેશે ? અહીં મુજ રંકનું કોણ બેલી? આટલા દિવસની પ્રીતિ કાંઈક તે યાદ કરે!” વળી કુલેને હાર અને સુગંધી જળની વૃષ્ટિ કરીને બોલીઃ “પ્રાણેશ! પાછા પધારે તે હું આપના.
પગ પૂજું.”
આ છેલ્લા બેલથી જિનપાલિત પાછું ફરી એકવાર જેવા લલચાવે, અને એક દષ્ટિ થતાંજ હેનું મન ડગમગવા લાગ્યું; તે જ તે યક્ષની પીઠ ઉપરથી ગબડી પડ્યો. હેને નિરાધાર થયો જેઈ યણદેવીએ રાક્ષસી રૂપ ધારણ કર્યું અને રંક ઉપર રાડ કરવા લાગી, સૂળીથી હેને ભેંકવા લાગી, અદ્ધર ઉછાળી સૂળી ઉપર ઝીલવા લાગી અને હેના ટુકડેટુકડા કરી દશે દિશામાં ફેંકવા લાગી.
એ દરમ્યાન જિનરક્ષિત ક્યારએ ચંપાનગરીએ પહોંચી ચુક્યો હતો. તે હવે ઘેર જઈ જિનદેવની આજ્ઞાઓ દઢપણે પાળવા લાગ્યો અને છેવટે વીરભગવાનના ઉપદેશથી દીક્ષા લઈ શુદ્ધ ચારિત્ર પાળી કાળ કરી પહેલે દેવ ઉપજે, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રે મનુષ્યભવ પામી આકરી ક્રિયાઓ કરી મોક્ષ જશે.
આ વાતમાં મહાસાગર તે ભવેની પરંપરા બતાવે છે. રદિપ તે મનુષ્યભવ સસ