________________
સ્વીકાર અને સમાચના.
૨૦૧૭ ખાતાં પાડી હવે પછી પ્રકટ કરશે, એમ ઇચ્છીએ છીએ. વેણીચંદશેઠે આ મંડળ માટે અત્યારસુધીમાં સતત પરિશ્રમ, સહનશીલતા, અને નિપુણતા દાખવી ણિલાખ ઉપરની ગંજાવર રકમ એકઠી કરી છે, તેમાટે તેમને મોટે ધન્યવાદ ઘટે છે.
આમાં દરેક ખાતાને હિસાબ જુદો જુદો આપ્યો છે તે ગણુતાં લગભગ ૩૦ થાય છે. તે આટલાં બધાં ખાતાં શા માટે જોઈએ એમ કેટલાકને પ્રશ્ન થાય છે. અસ્તુ. આ ખાતાં નીચે ખાસ બે મહાન અને ઉપયોગી સંસ્થા છે, તેમાં એકનું નામ જૈનકેળવણું ખાતું છે અને બીજીનું નામ મહેસાણુ યશોવિજ્યજી પાઠશાળા છે. આ દરેકનો રિપોર્ટ જૂદ પડે છે એ ખુશી થવા જેવું છે. આ ખાતાનો અભ્યદય અમે ઇચ્છીએ છીએ, અને સાથે ઇચ્છીએ છીએ કે ઉદ્દેશ બરાબર અંતઃકરણમાં રાખી, ન્યાય, નીતિ, સત્ય, પ્રમાણિકપણું, અને જ્ઞાન કે જે પ્રાણીના ઉદયના હેતુ છે તે સર્વને અમલમાં લાવવા વિશેષ વિશેષ પ્રયત્ન કરી, જેમાં સ્વાતંત્ર્ય, ખરું શિક્ષણ, અને કર્મયોગ વિશાળ પ્રમાણમાં પ્રસરાવશે. જૈન કેળવણી ખાતું (જેન છે. મંડળ નીચેનું) સં. ૧૮૬૬-૬૭ પાંચમો રિપિટ.
આ સંસ્થાને ખીલવી યથારૂપ સ્વરૂપમાં મૂકાય તો ઘણું સંગીન અને ભવ્ય કાર્ય કરી શકે તેમ છે. ઉદ્દેશ સમગ્ર હિંદની જેન પ્રજામાં ધાર્મિક જ્ઞાનને બહેળા પ્રચાર કરવાને અને તે વડે શાસનનો ઉદય અને અનેક આત્માઓનું કલ્યાણ સાધવાને મહાન છે, તે તે પાર પાડવા મહાન અને કાર્યસાધક યોજના કરવી ઘટે છે.
આને કાર્યક્રમ બે વિભાગમાં છે- ૧ તે પાઠશાળાઓને મદદ કરવી, અને નવી - સ્થપાવવી. આ માટે જન કેન્ફરન્સ તરફથી સહાય અપાતી પાઠશાળાઓને મદદ આપવાનું
આ ખાતાએ માથે લીધેલ છે તેથી આ ખાતાએ ઘણો ઉપકાર કર્યો છે. ૨ પરીક્ષકે દરમાયે રાખી તે દ્વારા તેનું સર્વી કાર્ય અમલમાં મૂકાવવું. આ અંગે બીજી પણ વ્યવસ્થામાસ્તર વિધાર્થીઓને ઈનામ આપવાની, દરેકનાં પત્રકે મંગાવવાની, પુસ્તક ભેટ આપવાની અને વાંચનશાળા લાયબ્રેરી આદિ કરાવવાની–સારી રાખેલ છે.
આને માટે અમે નમ્રપણે સૂચવીશું કે જ્યાં સુધી દરેક પાઠશાળામાં અમુક ધાર્મિક ક્રમ એકજ રીતે નિણત થયે નથી, ત્યાં સુધી એક સરખી સરલ વ્યવસ્થા થઈ શકે તેમ નથી. આ ક્રમ માટે કેન્ફરન્સે જે ઘણી મહેનતથી અનુભવપૂર્વક, હાલ ભળતાં સાધનોની દષ્ટિએ અભ્યાસક્રમ ગોઠવેલ છે તે ખાસ મનનીય, અનુકરણીય છે. આ ક્રમ ગોઠવી તેને અમલમાં લાવવા માટે એવો ઠરાવ રાખી શકાય કે દરેકને અભ્યાસક્રમ મેળવી તેમાં પોતે સૂચવેલા ક્રમ પ્રમાણે અમલ થાય તો જ તે શાળાને સહાય આપવી. આમ થયે શિક્ષણ ક્રમનાં પુસ્તક સવા શાળામાં એકજ નિણત થશે તેથી એક ગામથી બીજે ગામ જનાર વિદ્યાર્થીઓ તે બીજા ગામની શાળાને લાભ સગવડતાથી લઈ શકશે, શિક્ષકે તે કમનું બરાબર પઠન કરી તેમાંના કઠિન પ્રશ્નોનું નિરાકરણ બીજા ગામના ધર્મશિક્ષક તરફથી મેળવી શકશે, તેથી વિષય સારી રીતે છણાશે, તે અંગે ધર્મશિક્ષક પરિષદુ પણ ભરી શકાશે, અને એક “જૈન શાળાપત્ર જેવું માસિક પણ કહાડી શકાશે, પરીક્ષકને કેવી રીતે પરીક્ષા લેવી તેમાં સારી રીતે પળોટાશે, અને આવા આવા અનેક લાભવાળી બીજી યેજનાઓ પણ ઘડી શકાશે. અત્યાર સુધીમાં આવો કમ ન હોવાથી સદ્ગત અમરચંદ તલકચંદના સ્મણાર્થે તેમના સુપુત્ર શેઠ હેમચંદભાઈએ દરવર્ષે ૫૦૦ રૂ આપી પાંચ વર્ષ સુધી કાઢેલી ધાર્મિક પરીક્ષા જેવી જોઈએ તેવી ફત્તેહ પામી નથી. અલબત તે જનાએ એટલે