________________
૨૦૮
જૈન શ્વે. કૅાન્ફરન્સ હેરલ્ડ.
બધા લાભ કર્યો છે કે તેની અસર સમાજમાં ઘણી ઉંડી થઈ છે, અને તે યોજના તળે નીત થયેલા ઉદાર અભ્યાસક્રમ પણ, ધાર્મિક અભ્યાસક્રમ એક હાવા જાઇએ એવી જરૂર પાડતા જણાય છે.
ધર્મનું શિક્ષણ યથાયાગ્યરીતે શક્ય થઇ શકે તે માટે એ જ બાબતેાની ખાસ જરૂર છે. ૧. શિક્ષણક્રમનાં પૂરતાં પુસ્તકો ૨ તેનું શિક્ષણ આપવાને પધ્ધતિપુરઃસર કેળવણી પામેલા શિક્ષકા. આ બંને જ્યાં સુધી તૈયાર થયેલ નથી ત્યાં સુધી ખરેખર યાગ્ય કાર્ય દિશા સાંપડવાની નથી. આપણી સમાજમાં અનેક વિદ્યાતા હોવા છતાં હજુ સુધી વાંચનમાળા તૈયાર થઈ નથી એ ચેાગ્ય નથી.
શ્રેયસ્કર મંડળે શિક્ષાપયોગી પુસ્તકો બેચાર બહાર પડાવવાનો યથામતિ પ્રયાસ કરાવેલો છે, કે જે વિષે અમે પછી ખેલીશું; અને શિક્ષકો તૈયાર કરવા માટે મહેસાણામાં શ્રીયશેાવિજયજી પાઠશાળા સ્થાપી છે, કે જેને રિપોર્ટ જુદા છપાવ્યા છે. આ કેળવણી ખાતામાં ત્રણ્ પેટા ખાતાં છે–૧ જન કેળવણી ખાતું કે જેમાં કરાના પગાર માટે આખા ખર્ચના અર્ધાં કરતાં ઉપરાંત રકમ ખરચાઇ છે, ૨ જૈનશાળાઓને મદદ આપવા ખાતુંઆ ખાતું ખરેખર સ્તુત્ય છે. ‘નહિ કરતાં થોડું સારૂં ' એ ન્યાયે દરેક પાઠશાળાને પોષી સહાય આપી નિભાવવા જેવું છે. ૩ જૈન સૂક્ષ્મતત્વ ખાધ પ્રકરણાદિ પાડશાળા ખાતું-આ શાળા પાલીતાણામાં કાઢી છે. આમાં પ્રકરણ ગ્રંથોનું અધ્યયન સમતાથી કરાવવાને ઉદ્દેશ છે, તે તેને અંગે તે ગ્રંથાપર સ્ફુટ અને સૂક્ષ્મ વિવેચન અને સમજપૂર્વક પ્રકાશ પાડી નવીન સ્વરૂપમાં પ્રકરણાદિ પ્રકટ થશે એવી આશા રહે છે. આ ઉપરથી પરીક્ષકા (કેટલા રાખ્યા છે તે રિપોર્ટ પરથી જણાતું નથી) પ્રવાસપર મેાકલી શાળાની તપાસણી આદિ ખાતાંનું કાર્ય, તદુપરાંત સાર્વજનિક શુભ કામમાં મદદ, વગેરે કાર્ય સારૂં બજાવ્યું છે.
कॉन्फरन्सना उपदशकोए बजावेलु कामकाज.
શ્રીમતી ઍ. ડૅારન્સ આફ્સિનું· મીશન ફતેહમાંથી આગળ વધે એટલા માટે તે આફ્રિસ તરફથી ઉપદેશકેાને ગામે ગામ ફરતા રાખવામાં આવે છે. ઉપદેશકાની પેાતાની કાર્યદક્ષતા, અનુભવ, ખંતીલાપણું અને મીઠી વાણી ઉપર જ ઘણીખરી ફતેહ આધાર રાખે એ ખરું છે (અને એટલા માટે ઉપદેશકેાને સલાહ રૂપે એક લેખ આવતા અંકમાં આપવા ઈચ્છયું છે, ) તથાપિ એક હાથે તાળી નહિં પડી શકતી હાવાથી, દરેક ગામના જૈન ભાઇઓને અરજ કરવાની જરૂર રહે છે કે, તેએ આવા ઉપદેશકોને દરેક સગવડ કરી આપવા અને કાન્ફરન્સના કામમાં દરેક મદદ કરવા કૃપા કરવી.
ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદે કરેલા કામકાજને ટુંડ રિપોર્ટ નીચે મુજબ છેઃઢાલારાણાના વાસણા ( ૩-૩-૧૩ ) રૂ. ૧૨ ) મનીઓર્ડરથી મેાકલાવ્યા. જાહેર ભાણુ કર્યું જેથી કેટલાકોએ કેન્યાવિક્રય ન કરવા અને ખીડીનું વ્યસન છેડવા એવા નિયમે કર્યો
પીપળજ—રૂ. ૧૦ મેાકલાવ્યા. જાહેર ભાષણથી કેટલાક ગરાસીઆએ હિંસા કરવી છેડી.
રણુજ—જાહેર ભાષણમાં ૮૦૦ માણસા હાજરી આપતા. સ્ત્રીઓએ ફટાણાં ગાવાં છેડી દીધો. અઠ્ઠાઇમાં ન્હાવા ધાવાનું બંધ કરવામાં આવ્યું. જંગલમાં છાણુ લેવાનુ અધ કરવામાં આવ્યું.
[ બાકી આવતા એકમાં