________________
જૈન વે કૉન્ફરન્સ હૈરહ્યું.
સમક્ષ પ્રભુની પૂજા કરવા સાથે આ રચનાઓ ગાવામાં આવે તે તલ્લીનતા વિશેષ પ્રકટ છે, એમાં શક નથી.
આ પરથી જણાશે કે જે જે પૂજાઓ છે તેમાં રહેલ અર્થ વિવેચન સહિત સમજાવવાની ઘણી જરૂર છે. પૂજા ભણવવામાં લોકો બહુ તત્પર છે, પરંતુ ખરીરીતે તેમ કરવામાં જેટલી તત્પરતા અને પ્રીતિ લેવામાં આવે છે તેના કરતાં વધુ તત્પરતા અને પ્રીતિ તેની સાથે તે સમજવામાં દાખવવી જોઈએ. અત્યાર સુધીમાં આવી પૂજાઓના અર્થ સમજાવવાનો પ્રયાસ સ્વ. મેહનલાલ અમરશીએ પ્રસિદ્ધ વક્તા મુનિમહારાજશ્રી ચારિત્રવિજ્યજીની સહાયતાથી શ્રી વીરવિજ્યજી કૃત ચેસઠ પ્રકારી પૂજા (કર્મપ્રકૃતિગર્ભિત)ને અમુકભાગ વિવેચન સહિત પ્રકટ કરવારૂપે હતું, અને બીજો પ્રયાસ આ છે. આમાં વિવેચન યથાસ્થિત કર્યું નથી, પરંતુ અર્થ સારી રીતે પૂરેલ છે, અને જે જે કથાઓને ઉલ્લેખ આપ્યો છે તેને કથાનું ટુંક વર્ણન પણ આપેલ છે. હજુ પણ આમાં વિશેષ સ્કૂટ વિવેચનની જરૂર છે, છતાં આ પ્રયાસ પ્રથમ હોઈ અભિનંદનીય છે.
આવી કૃતિઓ પુત્રો પિતાના સ્વ. પિતાના સ્મરણાર્થે કાઢે એ પણ ઓછું સ્તુતિપાત્ર નથી. પિતા પાછળ ખર્ચ આદિ કરવા કરતાં હાલના જમાનામાં જ્ઞાનને પ્રભાવ કરવાની પદ્ધતિ ખાસ અનુકરણીય છે. આ ગ્રંથની કિંમત રાખી નથી એજ સૂચવે છે કે ઉદ્દેશ જ્ઞાન નને પ્રચાર છે. અંતે આવા પ્રયાસો વધુ વધુ થાય (અમને ખબર છે ત્યાં સુધીમાં પ્રસિદ્ધ વક્તા મુનિશ્રી ચારિત્રવિજયજી પૂજા અર્થ સાથે પ્રકટ કરાવનાર છે) એમ અમે ઇચ્છીએ છીએ, અને લેકે આવી કૃતિઓને સપ્રેમ આદર આપશે એવી વાંછા છે. - જન સંગીત રાગ માળા-(પ્રસિદ્ધર્તા માંગરોળ જેન સંગીત મંડળી. સંવત ૧૯૫૧ કિંમત રૂ.. ૧-૪-૦ ) હાલની મુંબઈ માંગરેલ જૈન સભાનું પ્રથમ સ્વરૂપ માંગરોલ જેન સંગીત મંડળી હતું. તેણે પ્રથમ પ્રભુનાં સ્તવને ગાવાં, સુંદર રાગ રાગણીથી તલ્લીનતા લેવી એ ઉદેશ રાખી કામ આરંળ્યું, અને તેના ફળ તરીકે આ પુસ્તક તૈયાર થયું છે. આમાં આ મંડળીમાં ભાગ લેનારાએ પોતે કરેલ નવીન સ્તવને હાલના નવા રાગમાં ગોઠવીને બનાવ્યા અને તેની સાથે પૂર્વાચાકૃત ઉત્તમ ભાવનામય ગેયસ્તવને દાખલ કર્યા. પ્રાચીન સ્તવનની ચુંટણી ઘણું સારી થઈ છે અને શુદ્ધતા ઠીકરીતે સચવાઈ છે. એકદરે પુસ્તક. સારું છે અને ઘરમાં રાખવા જેવું છે. બુકસેલર મેઘજી હીરજીએ આને સર્વ હક લઈ કિંમત પણ ઓછી રાખી છે, તે સારું કર્યું છે. તેની પાસેથી આ પુસ્તક મળી શકશે.
જૈન શ્રેયસ્કરમંડળ સં. ૧૯૬૬-૬૭—આ ખાતું સંવત ૧૯૬૦ના આસો માસમાં સ્થાપિત થયું છે. તેથી આ રીપોર્ટ કેટલા છે તે જણાવ્યું નથી છતાં છો-સાતમો હશે એમ જણાય છે. તેમાં મુખ્ય ચાર ઉદેશ છે. ૧ જ્ઞાન વૃદ્ધિર તીર્થમંદિર સંબંધી ૩ આણંદજી કલ્યાણજી પેઢી સંબંધે ૪ જૈનર્કોન્ફરન્સ કરવા ધારેલાં કામો પૈકી બની શકે તેટલાં કામ માટે બનતે પ્રયાસ કરે. આ ચાર ઉદ્દેશનેજ અંગે-તેબર લાવવા-સર્વ કાર્યની વ્યવસ્થા જોઈએ, છતાં કેટલાંક ખાતાં આમાંનાં કયા ઉદેશમાં આવે છે તે સમજી શકાતું નથી.-જેમકે જૈનદવાખાનું, શ્રી સિદ્ધાળજીની ભકિત-ફૂલપખાતું. આ પરથી અમે એકાંતે કહેવા માંગતા નથી કે આ ખાતાં એ છાં ઉપયોગી છે. જીવદયાખાતાને કદાચ ચાથા ઉદ્દેશ-કૉન્ફરન્સના કામમાં લઈ જઇ શકાય. તે અમે આ મંડળને મહેનતુ સેક્રટેરી શેઠ વર્ણચંદ સુચંદ ઉદ્દેશવાર દરેક