________________
સ્વીકાર અને સમાચના.
૨૦૫ મહૂલી મજાની પેલે તીર, સંત હાલાં!
મહૂલી મજાની પેલે તીર. વૃક્ષે વેલડીઓ વાળા, કુમળાં ફળફૂલ રસાળાં;
લઈ જાઓ લાવો એ લગીર–સંતો મનની કંઈ મોજમજાઓ, ઉર સહૃદયને કંઈ લ્હાવો,
લેવાને આવજો લગીરઉડવાય સફર સૈયારી, સુખ દુઃખની કંથા ધારી;
આનંદ એર એ લગીર– લગની હેવારહાવાની, વિભુનાં ગીતડાં ગાવાની
લાગે તે આવજે લગીર–
eeeee૭૦૦૦૦૦૦
स्वीकार अने समालोचना. દ્વાદશ વ્રત પૂજા—(શ્રી વીરવિજ્યજીકૃત–અનુવાદક ફહચંદ ઝવેરભાઈ શાહ.) પ્રકાશક.. . ઝવેરભાઈના પુત્રો, આનંદ પ્રેસ, ભાવનગર. પૃ. ૭ર કિમત અમૂલ્ય) - જૈન ગુજરાતી સાહિત્યમાં પ્રભુપૂજા નિમિત્ત છેલ્લા બે ત્રણ સૈકામાં થયેલ આપણું પૂર્વાચાર્યોએ રચેલ “પૂજાઓ” સારું કાવ્યત્વ અપ ઉંચો ભાગ ભજવે છે, તેમજ આવી પૂજાઓ” સંગીત સાથે ભાવપૂર્વક ગાવામાં આવે છે તેથી હૃદય ઉલ્લાસમાન થાય છે, તદુપરાંત તેમાં રહેલ ઉચ્ચ અર્થ, હેતુસહિત સમજવામાં આવે તે પરિણામની વિશુદ્ધતા,
અને પ્રબલ ઉલ્લાસવેગ પ્રકટે છે એમાં શક નથી. આ પૂજાઓ એવી રચના છે કે તેમાં • પ્રભુપૂજા સાથે અંતર્ગત હેતુ ભિન્ન હોય છે. જેવી રીતે દ્વાદશત્રત પૂજા. તેમાં પૂજા તરીકે
જુદું નામ હોય છે, અને પછી તેમાં વ્રતનું નિરૂપણ કરેલું હોય છે, અને તે આવી રીતે ચતુર્થવ્રતે પંચમદીપક પૂજા. તેમાં દીપક પૂજાને સંબંધ ચતુર્થવ્રત સાથે બતાવે છે – - ચોથુવ્રત હવે વરણવું, દીપક સમ જસ જોત
કેવલ દીપક કારણે, દીપકને ઉત –હવે ક્રમે ચોથું વ્રત વર્ણવું છું. આ વ્રતને પ્રકાશ દીપક સમાન છે, કારણકે આ દ્રવ્યદીપકને કેવલજ્ઞાન રૂપી ભાવદીપકને અર્થે પ્રકટ કરવા માટે છે. પછી ચતુર્થવ્રતનું વર્ણન કરે છે –
એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો-ઈત્યાદિ
આવી રીતે અંતર્ગત અર્થ હેતુ, ભાવાર્થ અને વિવેચન સહિત જાણી, હૃદયમાં લાવી સારા ઉત્સવ પ્રસંગે સંગીતનાં સાધન વડે સુંદર રાગ રાગણીમાં દેવમંદિરે પ્રભુની મૂર્તિ
પેલે તીર=જગતની જંજાળથી દૂર, કવિને આશય એમ જણાય છે કે, સંત-સાધુઓ માટે દુનીઆ અને તેની જંજાળ કામની નથી, આ દુનીઆની પેલે તીર’ તેઓએ વસવું જોઈએ. અને ત્યાં રહ્યાં રહ્યાં દુનીઆનાં દુઃખોને ભાગ પડાવવામાં, બીજાથી થતાં પિતા ઉપરનાં દુઃખ સહવામાં અને પરમાત્માનાં ગુણગ્રામ ગાવામાં જ આનંદ માન જોઈએ. જાહેરાત કે પ્રસિદ્ધિ, વાહવાહ, ભાન, જંજાળ, ખટપટ, ઉપાધિ અને ચિંતાઓથી તેમણે વેગળા રહેવું જોઈએ.