________________
દુનીઆમાં ચાલતા આડંબર.
૨૦૩
તે ખાસ વાંચવા જેવી છે. સામાન્ય રીતે આપણા હિંદુ ભાઇ બહુ ભેાળા છે, અને તેથી ધર્મને બહાને બહુ છેતરાય છે. તેનું ખુલ્લું સ્વરૂપ તા મેં પ્રથમ જ કાવ્ય કહ્યું તેમાં આપ્યું છે.
શરતચંદ્ર—હા, હું હવે બરાબર તે કાવ્યને ભાવાર્થ સમજ્યેા. ત્યારે હવે આપણે શું કરવું? આડંબરની બદી ટા ભયકર છે, તેા તેને દૂર કેવી રીતે કરવી જોઇએ ?
પ્રજ્ઞાચંદ્ર—શું કરવું શું ? આપણે આપણા પર જોવું. આપણે પાતે કઇ રીતે અને કેટલા પ્રમાણમાં આડબર કરીએ છીએ અથવા તેા કઇ રીતે લેાભાઇ ઉત્તેજન આપીએ છીએ, તે જોવાની જરૂર છે. આડંબરથી લોબાનારાએ સ્વતંત્ર વિચાર કરવાનો છે. અને ‘ મારૂં તે સારૂં માને મૂખજન, સારૂં તે મારૂં માને પ ંડિત જન ' એ ન્યાયે ગમે ત્યાંથી સારૂં મળે ત્યાંથી મેળવી ગ્રહણ કરવાનું છે. સત્યના સંગી થવું અને આચારમાં સીધા થવું. સાક્ષર ડાહ્યાભાઇએ કહ્યું છે કે:~~~~
જ્ઞાની ઝગડે ગાથાં ખાતા, સુધે શીવપદ પામીયું; ભાઇ એ વાતા
ઝીણીયું, કોઈ સંતવીરલે જાણીયું—ભાઈ
આડંબર કરનારાએ દંભ અને માનવૃત્તિ છેાડી દેવાં. માનની ઇચ્છા જતી કરી કર્તવ્યની ખાતર કર્તવ્ય બજાવવું. જો એક અન્યોક્તિ બહુ જાણવા જેવી છેઃ—
રે બાળા મધુલાલચી ભ્રમર ! તું, જાતા ન ચંપા કને; માની લે સુખ માલતી મહીં પુરૂં, સ્હેજે મળ્યું જે સુખે. ચંપામાં ચતુરાઇ તારી ઘટશે, ચંપાઇ જાઇશ તું; તારૂં કામ નથી અને કરીશ તા, ખત્તા ઘણા ખાઇશ તું.
નથુરામ ( કુમુદચંદ્ર. )
''
માટે “ જર્મન્થેવાધિસ્તે મહેવુ વચન " કર્મ કરવામાંજ તારા અધિકાર છે, પરંતુ તેના ફળની અપેક્ષા રાખવામાં બિલકુલ નથી.
શરતચંદ્ર—પરંતુ આ સસાર એવા છે કે, થોડા પણ આડંબર રાખવાની જરૂર છે. નહિ તેા જે દંભ વગરના, તદ્દન સરળ અને શુદ્ઘપરિણામી માનવા હશે તે તે ત્રિચારા ચગદાઈ જાય તેમ છે. સારાને માથે અપયશના પોટલા છે, તેમ તેના પરજ દુ:ખને ’ ભાર છે. કારણ કે, કહ્યું છે કેઃ—
અરેરે જાલિમ જગ શા તારા, જાડા વ્યવહાર છે રે ? અરેરે નિર્ભય ક્રૂરતા નારા, સારાના સહાર છે રે. નમ્ રંક કસ્તુરિ મંગા, નિર્જન વન વસનાર; મરે કસ્તુરી કારણે, લાખા બની શિકાર. શી ગુણકારી કસ્તુરી, માટે તેને શિર છુરી
વિના ભય શ્વાન ભુંડા ભસનારા—સારા ગુલાબને ાલર કળી, અણુખાલી ચુંટાય; અર્ક કાજ કળાય ને, માળા કાજ વિધાય.