________________
૨૦૨ ,
જૈન . કૅનરન્સ હૈરલ્ડ.
ત્યાગ તણી મુખ વાતે કરવી, હૈયે કામની જવાળ; . રાજા રાણ આધીન કરીને, લઉં મેળવી બાળ. કોઈ
આ તે ઠીક છે; પણ મહેંદ્ર જે મહાત્મા પણ સ્ત્રીના પાસેથી કામભોગમાં ફસાયે હતે. હમણાં પણ આવાજ ભીક અને ભોળા ગણાતા પંડિત પણ ભોળવાઈ ફસાઈ જાય છે. તેવાને તે મત્સ્યકને છોડાવવા તેના ખરા શિષ્ય ગેરખનાથે જે કહ્યું છે તે સમજાવવાનું છે –
(ભરવી ) ઉપજી હંસને આ શી મતિ રે ? ભૂલે નિજ સ્વરૂપનું ભાન–ઉપજી. માનસરોવર તીરે શોભતો રે, પાસે હતા હંસ દશવીશ, ઉપજી. પામે સુંદર વિષની પુતળી, તેથી રમતાં સોંપ્યું શીશ. ચણ ચતુર મોતી ભૂલનાં રે, કરે હવે અન્નત આહાર છે. કરતે દષ્ટિ ન દેખત ઉર્વશી રે, કરે નટડી સંગ વિહાર. ,,
બેડા બીજાને પાર ઉતારતો રે, તેનું નાવ જ ગાથાં ખાય. ઉપ૦ શરતચંદ્ર-અહાહા ! આ સાંભળી, ફસાતા પંડિત અને મહાત્મા ઉપર બહુ દવા આવે છે. પ્રભુ તેમનું કલ્યાણ કરે! પરંતુ આડંબર કોનાથી વધુ ચાલે છે તે હવે કહેશો?
પ્રજ્ઞાચંદ્ર-મિત્ર ! મારા માનવા પ્રમાણે ધર્મને નામે બહુ ઢગ ચાલે છે. અભયકુમાર જેવા અતિ બુદ્ધિશાળી અને વિચક્ષણ પુરૂષને પણ એક ગણિકા તેની ધર્મન્ડેન બનીને છેતરી ગઈ હતી તે તું જાણતા જ હોઈશ. હિંદની હાલની સ્થિતિ જોતાં લાખે પુરુષ કે જેને વેરાગી ” કહેવામાં આવે છે તેઓ ધર્મને નામે અહીંથી તહીં અન્નના ટુકડા ખાઈ છેતરપીંડીથી પોતાનું પિષણ કરે છે. કેટલાક તો બગભગત જેવા
મુખમેં રામ, બગલમેં છુરી” જેવું કરી જગતને ઠગે છે. ઝાઝાં માણસો એકઠાં કરીને ભજનીયાં ગાય, અને ખાનગીમાં જોયું હોય તે સાક્ષર નાટકકાર ડાહ્યાભાઈ કહે છે તેમ- તુંહી તુંહી તુંહી તુંહી રામ નામ, એક તુંહી તુંહી રે રામ,
મફત મલીદા ગેરી ગેરી ગેરી, મફતમાં લેક ગુલામ; . હાથમાં માળા ને મૃગછાલા, ટીલા ટપકાં આહાહાહા ! તુંહી ભુખીઓ દુ:ખીઓ કઈ નમે તે, સીતારામ ચલ સીતારામ હઠ સીતારામ; અમીર તવંગર આવી નમે તે, સીતારામ, જય સીતારામ, છ સીતારામ ! નાજુક નાજની નમન કરે તે નારાયણ, બસ નારાયણ, હું નારાયણ! કાળી કઈ કદરૂપી નમે તે, નારાયણ ચલ નારાયણ ધુત નારાયણ! . હરઘડી હરહર, ખીસ્સાં ભરભર, વાહરે ગુરૂગુરૂરાજ, અહાહાહા ! શરતચંદ્ર–આવું શું દરેક ધર્મમાં થતું હશે ?
. પ્રજ્ઞાચંદ્ર--હિંદમાં તે દરેક ધર્મમાં થાય છે. વૈષ્ણવ, જૈન, શૈવ આદિ દરેકમાં. ગુજરાતી માં હમણાં જે નવલકથા આવે છે-“સંદિગ્ધ સંસાર, યાને સાધુ કે શયતાન?”