________________
દુનીઆમાં ચાલતે આડઅર.
૨૦૧ ત્યાગ તણી મુખ વાત કરતાં, મન રહે છે નહિ ધોયું– પ્રભુજી ! વિશ્વાસે લેતા સાધકને, સાધ્ય રહ્યું છે ખોયું- : , ધમ ધૂરા કર્મોના બંધનમાં ચિત્ત પરાયું - : - હમસેં બડા કેઈ નહિ જ્ઞાની” હૃદય જાય છે કેહ્યું-
- મિયાં કે ચાંદે ચાંદ” કહેતાં, જગત સર્વ બહુ રોયું છે
આંસુથી પણ સમજ ન આવી, અજ્ઞાને રહે મેહ્યું છે : શરતચંદ્ર-મિત્ર ! આ કાવ્યને ભાવાર્થ શું છે?
પ્રજ્ઞાચંદ્ર–શું તું સમજી શકતા નથી? આજકાલ “મહાત્માઓ” આખી દુનિયામાં બહુ વધી પડ્યા છે અને દંભથી અજ્ઞાનીઓને ફસાવે છે તે શું તું નથી જાણતા ?
શરતચંદ્ર–હા, હા ! હવે સમજે. “સંત પુરૂષ” “ભક્ત શિરોમણી” “ગીશ્વર એવા ભારી ભારી આબરી નામ ધારણ કરી, સ્વાથી શિવમાર્ગ બતાવનારા આજકાલ જ્યાં ત્યાં નજરે પડે છે. વારૂ, આ બધે આડંબર તેઓ શા માટે કરતા હશે?
પ્રાચંદ્ર–આડંબર કરવાનું કારણ સ્પૃહા છે. અમુક પદાર્થ મેળવવાની સતત ઈચ્છાલેભ-તેનું નામ “સ્પૃહા '. આ સ્પૃહા કે નથી? સાંભળ
સ્પૃહા જગતમાં રાક્ષસી મોટી, જનનાં રક્ત જે પીતી રે; - રાય રંક કેને નવ છેડે, ત્રિભુવને નવ બીતી રે.
. શરતચંદ્ર–શું બધાને એક સરખી પૃહાં હૈતી હશે ? - ::
પ્રજ્ઞાચક–ના, ના, તે તે જુદી જુદી જાતની હોય છે. કોઈને મનની, તે કોઈને કીર્તિની, કોઈને કામની, તે કોઈને ધનની. આ બધી ઇચ્છા જ એકંદર માનવ જાતને ભમાવે છે, અને નહિ ઈચ્છવા જોગ કાર્ય કરાવરાવે છે. માનની ઈચ્છા રાખનાર પિતે ગમે તેટલા પ્રપંચ કરી, માનને મેળવીને બેસી રહેતું હોય તે દીક; પણ માન મેળવ્યા પછીની દશા અપમાન થયા પછી થતી દશા કરતાં પણ ભયંકર થાય છે; કારણ કે માન મેળવી તેને સહન કરી, સમભાવમાં રહી, પિતાની સ્થિતિ જાળવી રાખવી તે બહુજ મુશ્કેલ છે. તેવી જ રીતે કામની સ્પૃહા પણ એવી જ છે, તેણે પણ દંભને-પ્રપંચને પૂરેપૂરે આશ્રય લીધે છે.
- શરતચંદ્ર–એ તે ખરું, પણ દંભને આશ્રય કેવી રીતે લેવાતું હશે તે સમજાતું નથી. જરા ઉદાહરણ આપીને સમજાવ તે હદયમાં બેસે.
પ્રજ્ઞાચક–જે આનાં ફક્ત બે ઉદાહરણ આપું છું. એક તે તું જાણે છે કે, વિબુદ્ધવિજય નામના નાટકમાં વિલાસી નામને ગુરૂ રાજપુત્રી પર આશક થઈ તેને “ગુરૂ થયો. અને ગુરૂ તરીકે શું કહેતા હતા તે તને ખબર છે? યાદ ન હોય તે જે સાંભળ–
કોઈ સાચું દિલ જુએ, દેખો દુનિયા તે રે દંભે ભોળવાય. ' સાધક મારા શોધી લાવે, સકળ નગરને સાર; ગુરૂ બનીને બેસું દંભ, ભરમાવું દરબાર. કેઈન