________________
જૈનસાહિત્ય-શ્રીપાળતા રાસ
જિજ્ઞાસા સાક્ષર વર્ગને થશે અને તેથી કદાચ ગુજરાતી સાહિત્ય પ્રદેશમાં કંઇક નવું અ જવાળુ પડશે. એક ત્યાગી ને એક સંસારી, એક ભાષાભક્ત અને એક પ્રભુભક્તની કવિતાઓનો ભેદ પણ એથી જાણવામાં આવશે. સાક્ષર વર્ગને સંતાય આપી શકાય એટલી આ લેખકમાં આવડત નથી તથાપિ ચથા રક્ત ચતનાથં ઝુમે (શુભ કામમાં યથાશક્તિ ઉદ્યમ કરવા ) એ વાકયાનુસાર આ લેખ લખવાનું સાહસ આદર્યું છે.
“ ચણાતા સાહિત્ય મંદિરમાં બે ઇંટ મૂકવા જેટલું થાય તેએ ઘણું છે. અગર છેલ્લે માટીના ટોપલા ઉચકી કારીગર કને લઇ જવામાં પણ ધર્મ છે. કવિ પ્રેમાનંદ નળાખ્યાનમાં છેલ્લે લખે છે કે~~
ار
મુહુર્ત કીધું સુરત માંહે થયું પૂર્ણ નદુરબારજી; કથા એ નળ દમયંતી કેરી સાર માંહે સાર; સંવત સત્તર ખેતાળી વર્ષે પાશ શુદિ ગુરૂવાર; વિતિયા ચંદ્રદર્શણુની વેળા થઇ કથા પૂર્ણ વિસ્તારજી:
કવિ વિનયવિજયજીના પૂર્વાધ પછી આ શ્રીપાળ રાસને પૂરા કરનાર શ્રી યશેાવિજયજી અતે લખે છે કે
સંવત્ સત્તર આડત્રીશા વરસે રહિ રાંદેર ચેામાસે;
સંધ તણા આગ્રહથી માંડયા રાસ અધિક ઉલ્લાસે; । ૯ ।। કવિ વિનયવિજયજી આ રાસ પુરા થતાં પહેલાં દેવલેાક પામ્યા. ૭૫૦ ગાથા તેમણે રચીને ખાકી તેમના સંકેત મુજબ શ્રી યશેાવિજયજીએ ગ્રંથ પૂરા કર્યાં.
સાધ્ધ સપ્ત શત ગાથા વિશ્મી પહાંતા તે મુરલોકેજી !
તેના ગુણ ગાવે છે ગેારી લિલિ થોકે થોકેજી !! ૧૦ !! તાસ વિશ્વાસ ભાજનતસ પુરણ પ્રેમ પવિત્ર કહાયા ।। શ્રીનયવિજય વિષ્ણુધયસેવક, મુજસવિજય ઉવઝાયાજી | ૧૧ | ભાગ થાકતા પુરણ કીધા, તાસ વચન સકેતેજી ।। તિણે વલિ સમકિત દલિ જે નર તેહ તણે હિત હેતેજ । ૧૨ । શ્રીપાળના રાસમાં કવિ છેવટે આશીર્વાદ આપે છે કે,
।। ૧૩ ।।
જે ભાવે એ ભણશે ગુણશે તસધર મગલ માલાજી ।। બંધુર સિંધુર સુંદર મંદિર મણિમય ઝાકઝમાલાજી દેહસબલ સસ્નેહ પરિદ, રગ અભંગ રસાલાજી !! અનુક્રમે તેહ મહોદય પદવી લેહશે જ્ઞાન વિશાલા ।। ૧૪ ।।
" પરિષદ્' શબ્દ સાહિત્ય પરિષદ્ પછી ગુજરાતમાં વધારે વપરાશમાં આપ્યા છે; પરંતુ જૈન ગુજરાતમાં તે! એ શબ્દ ઘણા વખતથી વપરાય છે. આ ઉપરની ૧૪ મી ગાથામાં સસ્નેહ પરિષનું સ્મરણ છે.
જૈન કાવએ રાસ પૂર્ણ કરતાં ઘણું કરીને હંમેશાં પોતાની ગુરૂપ્રશસ્તિ આપે છે. તેથી તેઓ ક્યારે અને કેાના વખતમાં થયા અને તે ક્યા ક્યા ગુરૂની પાટે કે ગચ્છમાં થયા તે જણાઈ આવે છે. એ મુજબ આ શ્રીપાળના રાસની છેલ્લી ઢાળમાં ગુરૂપ્રશસ્તિ આપી છે;