________________
૧૪૮
•
જૈન . કોન્ફરન્સ હૈરછ. વિનયવિજયજીએ શ્રીપાળ રાસ, પુણ્ય પ્રકાશ, શ્રી ભગવતી સૂત્રની સઝાય, વિનય વિલાસ, અધ્યાત્મ ગીતા, જિનચોવીશી, વિહરમાન વીશી વગેરે ગુજરાતી ગ્રંથે અને લેક પ્રકાશ, સુખબાધિકા (કલ્પસૂત્ર પર ટીકા), હૈમલધુ ક્રિયા, નયકણિકા અને શાંત સુધારસ ભાવના નામના સંસ્કૃત ગ્રંથો રચ્યા છે.
યશોવિજ્યજીએ વિનયવિજય કરતાં વિશેષ ગ્રંથ રચ્યા છે અને તેની કૃતિ પણ વિનયવિજ્ય કરતાં વિશેષ ઝમકદારને તેજસ્વી છે. આ વખતે આનંદઘનજી, માનવિજય, લાવણ્યસુંદર, વગેરે જૈન સાધુઓ, તુકારામ, રામદાસ વગેરે મહારાણી ભકતો અને પ્રેમાનંદ, સામળ, અખો વગેરે ગુજરાતી કવિએ પિતતાના ક્ષેત્રમાં ઘુમતા હતા.
- શ્રી વિનયવિજયજીએ જુનાગઢ, દીવ, રાધનપુર, રાંદેર, સુરત વગેરે સ્થળે ચાતુર્માસ કર્યા જણાય છે.
કવિ વિનયવિજ્યજીએ આ શ્રીપાલ રાસ રચે શરૂ કર્યું પણ તેમને હાથે તે પૂર્ણતા પામે નહિ. આ રાસમાં કુલ ગાથા ૧૨૫૧ છે ને ઢાળ ૪૧ છે. તેમાં ૫૦ ગાથા તેમણે રચેલી છે. ૩ જા ખંડની ૫ મી ઢાળની ૨૦ મી ગાથા એ તેમની રચનાની છેલી ગાથા છે. તે ગાથામાં જાણે પોતાનું મરણ હવે નજીક છે એમ ગર્ભિત રીતે ઇસારે કરી લીધે હાયની ! એમ જણાઈ આવે છે.
વિણ એક અનુપમ દીધી તસ કરે, હે લાલ કે. દેખાડે સ્વર નાદ, ઠેકાણાં આદરે, હે લાલ કે. ત્રટ ત્રટ તૂટે તાંત, ગમા જાયે ખસી, હે લાલ કે.
તે દેખી વિપરીત, સભા સઘળી હસી, હે લાલ કે. , આ રાસ સિદ્ધચક્ર-નવપદ (અરીહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જ્ઞાન, દશન, ચારિત્ર ને તપ)ની ઉત્તમતા બતાવવા માટે રચાયાનું આપણે આગળ કહી ગયા છીએ, કેટલાક જૈન વિદ્વાનોએ જુદે જુદે પ્રસંગે રાજા શ્રીપાળનું આખ્યાન સંસ્કૃત અને પ્રાકૃતમાં રચેલું છે તે ઉપરથી આ રાસ રચવામાં આવ્યો જણાય છે.
કવિ વિનયવિજયજીએ ત્રણ ગ્રંથો રચ્યા છે. જે કાળે આ રાસ રદેરમાં રચાત હતો તે કાળે ભગવતી સૂત્ર સંઘને વાંચી સંભળાવતા હતા એમ જણાય છે. તે શ્રવણ કર્યા પછી કરવાં જોઈતાં કાર્યો ને મળવાનાં કુળ વિષે પણ ૨૧ ગાથા તેમણે ત્યારે તૈયાર કરી હતી.
તેઓના ગુરૂની ટુંક પાવલિ આગળ આપી છે પરંતુ સંસારદશામાં તેઓ ક્યાંના રહેવાશી, કેવી સ્થિતિમાં હતા વગેરે માલમ પડતું નથી. તેમણેરચેલા લોકપ્રકાશમાંના દરેક સર્ગમાં જે એક પ્રકારનો કલેક આપે છે તેના પૂર્વાર્ધપરથી તેમની માતાનું નામ રાજબાઈ ને પિતાનું નામ તેજપાળ જણાય છે ને તે નામ પરથી અનુમાન થઈ શકે કે તેઓ જ્ઞાત વણિક હશે.
શ્રીપાળનો રાસ અહીં પસંદ કરવાનું એક ખાસ કારણ છે. ગુજરાતના એક ઉત્તમ કવિના-પ્રેમાનંદના સમકાલીન આ જૈન કવિ વિનયવિજ્યજી હતા. જે વખતે હજી નળાખ્યાન રચવાની શરૂઆત પ્રેમાનંદે કરી નહોતી તે વખતે એટલે નળાખ્યાન પહેલાં બે વરસે આ શ્રીપાળને રાસ રચાય છે. એટલે બંનેની કેટલીક કવિતાએ સરખાવવાની