________________
૧૮૮
જૈન . કોન્ફરન્સ હેરેલું.
લેખમાં મઢેરો તૈનસમાન.
શ્રીમતી શ્વેતામ્બર જૈન કોન્ફરન્સના આશયે અને ઠરાને વધારે પ્રસિદ્ધિમાં લાવવા માટે દરેક પ્રાંતમાં પ્રાંતિક કોન્ફરન્સ ભરવાની અગત્ય છે એ વિવાદરહિત છે. પરંતુ આવી પ્રાતિક કૉન્ફરન્સ મુંબઈ કોન્ફરન્સ ઑફિસને ખબર આપી સમ્મતિ મેળવીને પછી જ થવી જોઈએ તથા આમંત્રણ પત્રિકામાં સ્પષ્ટ જણાવવું જોઈએ કે પ્રાંતના દરેક ગામના સર્વે પ્રતિનિધિ ચુંટીને મોકલવા. તે જ રીતસરની પ્રાતિક કૅન્ફરન્સ કહેવાય. વળી તેની બેઠકો ઓછી ધામધુમવાળી અને તે પ્રાંતમાં આગેવાન ગણુતા મહાશયોની હાજરીવાળી હોવી જોઈએ. કોઈ પણ પ્રાંતને સુધારવાનું કામ તે પ્રાંતના આગેવાનોની સામેલગીરી સિવાય બનવું અશક્ય છે–અગર મુશ્કેલ તો અવશ્ય છે. માટે પ્રાતિક કૉન્ફરન્સમાં તે પ્રાંતના આગેવાન જૈનેની હાજરી અને સામેલગીરી મેળવવા તરફ ખાસ લક્ષ આપવું જોઈએ છે. અને મે ળાવડાની ધામધુમ પાછળ બહુ ખર્ચ ન કરતાં તે પ્રાંતને જે સંસ્થાની ઘણી જ આવશ્યકતા હોય તેવી કોઈ સંસ્થા સ્થાપવા કે ધ્યાત હોય તે તેને મજબુત કરવા માટે દ્રવ્ય એકઠું કરવામાં તેવી પ્રાન્તિક કૉન્ફરન્સને ખાસ ઉપયોગ કરવો જોઈએ. કોન્ફરન્સને વિચાર વાતાવરણ ફેલાવવાનું સાધન મનાય છે એ ખરી વાત છે, તથાપિ માત્ર વિચારે જણાવીને જ બેસી રહેવા માટે એટલું બધું ખર્ચ અને શ્રમ ઉઠાવે એ વ્યાપારી વર્ગનું વ્યવહારૂ પગલું ગણાશે નહિ.
દક્ષિણના ગામ પંચરમાં ગઈ તા. ૬ ઠી મે ના રોજ પ્રતિષ્ઠા ઉત્સવને અંગે જૈન સંઘ, એકઠો થયો હતો તેને લાભ લઈ પ્રમુખપદ મી. કેકચંદ મળચંદે સ્વીકારી, સંમેલનનું રૂપ આપ્યું હતું. આ સંમેલનમાં થયેલા ઠરાવો સારા હતા, અને ખાસ કરીને બે કે ત્રણ ઠરાવો તે આપણું ધ્યાન ખેંચે તેવા છે. જે તીર્થોમાં દેવદ્રવ્ય બહુ જમા થયું હોય તે તીર્થના ફાજલ દિવ્યની મદદથી તથા બીજાઓની સહાયથી છણું મંદીરેને ઉદ્ધાર કરવાની જરૂર આ મેળાવડાએ સ્વીકારી હતી. તથા ફાજલ પડેલા જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ જૈન પુસ્તક ભંડાર જેવા જ્ઞાનખાતામાં કરવાની જરૂર પણ સ્વીકારી હતી. સાણંદ મુકામે મળેલા સાગર ગચ્છના મુનિસમેલનમાં પણ પુસ્તક ભંડાર સ્થાપવાનો ઠરાવ થયો હતો. આ પ્રમાણે એક સુવ્યવસ્થીત ગ્રંથભંડાર સ્થાપવાની બાબતમાં તો શ્રાવક તેમજ સાધુ બને વર્ગો એકમત છે એ જાણી આપણને સંતોષ થાય છે અને બન્ને વર્ગને નમ્રતાપૂર્વક અરજ કરવાની પ્રેરણું થાય છે કે, હવે વાત કરવાનો અને જરૂરીઆતો બનાવવાનો જમાને વહી ગયો છે, હવે તો કામ કરી બતાવવાનો સમય આવી પહોંચ્યો છે, માટે જે કામ સાધુ અને શ્રાવક બન્ને વર્ગ એકમતે સ્વીકારે છે તેવા કામ કરવા માટે લાગી જ પડવું જોઈએ. ઘરમાં ચાર પ્રવેશ કરે, પટારે ઉઘાડે, દાગીના ઉઠાવે અને ઘરમાંથી નાસવા લાગે ત્યાં સુધી એમ કહેવામાં આવે કે “હા, હું જાણું છું” તો એવા જાગવાનું સાર્થક શું? સાધુઓ અને શ્રાવકે લાંબાચેડાં ભાષણ આપી પુસ્તક ભંડારની, ગુરૂકુળની, માધ્યસ્થવૃત્તિની, અને સંપની ભલામણ કરે અને તેવી કોઈ શરૂઆત કરવામાં પિતા તરફનો ફાળો આપવા બહાર ન પડે તો સુધારકો અને વ્યાખ્યાનદાતાઓમાં જનસમાજ વધુ વખત સુધી શ્રદ્ધા કેમ કરી