SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ મુકુટ તેંધ. ૧૮૮ રાખી શકે? શ્રાવકે પુસ્તક ભંડારની અને ગુરૂકૂળની શિખામણ કેને આપે છે? પિતાને જ; તે પછી શું ગજવામાંથી થોડીક નોટ કે ધોળીઆ કહાડી આપવામાં લાંબાં ભાષણ બોલવા કરતાં વધુ વખત લાગે છે કે ? અને મુનિઓ સંપ અને મધ્યસ્થવૃત્તિની ભલામણ કેની આગળ કરે છે? પિતા આગળ જ. તે શું પતે તે શિખામણ પાળી ન શકે કે ? અમારી આ ટીકા એક સામાન્ય સૂચના તરીકે છે, કોઈ વ્યક્તિ પરત્વે નથી. અને આટલી સૂચના કરવાની ખાસ અગત્ય એટલા માટે છે કે, પ્રતિદિન કૉન્ફરન્સ, ભાષણો, ભાષણકર્તાઓ, સુધારા, સુધારક અને મંડળો તરફને જનસમાજને પ્રેમ વધવાને બદલે ઘટતો જાય છે અને એના કારણોમાં મુખ્ય એજ છે કે આપણે બીજાને પ્લેટમ ઉપરથી બોધ આપનારા આગેવાન તરીકેના મહાન પદના જેટલા લેભી છીએ તેટલા સુધારા કે જનસેવાના કામના આશક નથી. અમારી આ ટીકા કેટલી વાજબી છે તે એટલા ઉપરથી જ જણ આવશે કે મંચેર કોન્ફરન્સના લાંબાચેડા, રિપેટ જાહેરમાં લખી-લખાવી મોકલનારાઓને પૂછવાથી જણાશે કે પ્રમુખે રૂ. ૫૦ અને બાકીના બીજાઓએ ૦ ની સખાવત કરી હતી.અમે નથી કહેવા માગતા કે પ્રમુખે પ્રમુખપદની કિમત ભરવી જોઈએ, પણ શું દક્ષિણમાં એક સારી બેડિંગની જરૂર નહતી? કેળવણીને પ્રચાર એ તરફના જેનભાઈઓમાં અન્ય હિંદુઓના પ્રમાણમાં છેક જ ઓછો છે એમ શું જોવામાં આવ્યું નહતું? અને કેળવણીના પ્રચાર માટે લરશીપ ફંડ કે બોર્ડિંગ ફંડ જેવું કામ કરવા માટે પ્રાન્તિક સભાઓ કરતાં બીજો કયો વધારે અનુકૂળ પ્રસંગ કે સાધન છે? વિચારવાતાવરણ ફેલાવવાના કરેલા કામ માટે તે પ્રમુખસ્વર્યને તેમજ દક્ષિણના ઉમંગી જૈન ભાઈઓને અમે ઘટતું ભાન જ આપીશું, તથાપિ આપણી હાલની સ્થિતિ જોતાં તેમણે વિસારેલું ખરેખરૂં વ્યવહારૂ કર્તવ્ય તેમની દષ્ટિ સમક્ષ લાવ્યા વગર જતું કરવું એ અમારા મત પ્રમાણે અમારે એક ગંભીર દોષ જ ગણાય. તીથામાં દેવદ્રવ્ય છાજલ હેય તેને અમુક ઉપયોગ કરવાની સલાહ આપવાનું કામ એક પ્રાંતિક સભા કરતાં સંયુક્ત કોન્ફરન્સને લાયકનું વધારે માની શકાય; કારણકે તે રસ્તે કાંઈ પણ પ્રયાસ કરવો હોય તે પ્રાન્તિક સભાથી નહિ પણ સંયુક્ત કૉન્ફરન્સથી જ બનવા સંભવે. માટે એવી, દેખાવ કરવા જેવી, બાબતેમાં લક્ષ આપવાને બદલે, પોતાના પ્રાંતને ક્યા સુધારાની જરૂર છે, કઈ સંસ્થાઓની જરૂર છે, એવી એવી બાબતો પર વિચાર કરીને એને જ લગતા ઠરાવો કરવા અને તેવા ઠરાવો પૈકી એકાદને માટે શરૂઆત પણ ત્યાંજ કરવી, એ પ્રાંતિક સભાઓ અને પ્રાંતિક કૅન્ફરન્સનું કામ છે. અને પ્રાંતિક સભાઓને ખરેખર વ્યવહારૂ અને ફલદાયક બનાવવી હોય તે તે હીલચાલ ઉપાડયા પહેલાં એકાદ તે પ્રાંતના અગર બીજા પ્રાંતના પરોપકારી સજજને તે પ્રાંતમાં આગેવાન મનાતા પાંચ દસ શ્રાવકોને મળીને તેમની જરૂરીઆતો સમજાવી તે પૈકીની એકાદ પુરી પાડવા માટે જોઈતાં ડાં ઘણું સાધન તૈયાર કરવાની અગાઉથી તજવીજ કરીને પછી જ એવાં સમેલન કરવાં જોઈએ, અને એ કામમાં–જો બની શકે તો-એ પ્રાંતમાં વિચરતા કેઈ વજનદાર મુનિશ્રીની હાય લેવી જોઈએ, કે જેથી તેમની સલાહને માન આપવા શ્રાવકે જલદી તૈયાર થશે. ચાર-છ કલાકનું નાટક કરનારાઓ પણ તે નાટક માટે મહીનાઓ સુધી તૈયારી કરે છે, તો કેમના મેળાવડા કે જે કાંઈ નાટક નથી પણ એક એવી ગંભીર બાબત છે કે જે ઉપર હજારે મનુષ્યના સુખને આધાર છે તેવી એક બાબત.
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy