________________
ફુટ નોંધ.
૧૮૭. (૪) સાધ્વીઓ માટે અભ્યાસનાં સાધનો અને શિક્ષક વગેરેની સગવડ કરી આપવાને ઠરાવ પણ એટલેજ વ્યવહારૂ છે અને એ વર્ગના મગજને શ્રેષ્ઠ રસ્તે રેકી ખટપટાને રહેતે સંભવ અટકાવવાને એજ શ્રેષ્ઠ માર્ગ છે.
અને શ્રાવક વર્ગની પ્રગતિ માટે કરાયેલા ઠરાવો પણ એવાજ વ્યવહારૂ છે.
(૫) બદ્ધવીર્ય વગર-સપૂર્ણ બ્રહ્મચર્ય વગર માનસિક શક્તિઓ કદી ખીલી શકે જ નહિ; માટે અભ્યાસમાં આગળ વધવા સારૂ એ ખાસ જરૂરનું છે કે સામાન્ય સ્કૂલેને બદલે ગુરૂકુલ સ્થાપવાં, કે જ્યાં વિધાર્થીઓને ફરજ્યાત બ્રહ્મચર્ય પાળવાનું હોય અને સ્ત્રીવર્ગનાં દર્શન કે કલ્પનાને સંભવ જ ન મળે. ગુરૂકૂલના લાભ વિસ્તારથી વર્ણવાની આ જગા નથી પણ આર્યસમાજ તરફથી કાગડી મુકામે સ્થપાયેલા ગુરૂકૂલે અને જલંધર મુકામે સ્થપાયેલી કન્યામહાપાઠશાલાએ જે ચળકતાં પરિણામ બતાવવા માંડ્યાં છે તે ઉપરથી આપણે શિખવાનું છે કે, દરેક પ્રાંત દીઠ જૈન ગુરૂફૂલ સારા પાયા પર સ્થાપીને તેમાં તે પ્રાંતના જૈન વિદ્યાર્થીઓને માટે સાત્વિક આહારની, અંગ કસરતની તથા વ્યાવહારિક જ્ઞાન સાથે જૈન તત્વજ્ઞાનના ડાઘણું અભ્યાસની સગવડ કરવી એ ખરેખર આ જમાનાનું પહેલી જરૂરીઆતનું કામ છે. અત્રે એક ચેતવણી આપવી જરૂરની છે કે, આપણ ને માથે “પ્રારંભશુરા’નું તહોમત છે; માટે હૈસો હૈસો કરીને કામ આરંભવાને બદલે વિચારપૂર્વક એજના ઘડીને તથા પુરતું ફંડ એકઠું કરીને જ કામ આરંભવા તરફ લક્ષ આપવું જોઈએ. ગુરૂફૂલ કે પાઠશાલામાં ભણનારાઓને દુનીઆ વચ્ચે રહેવાનું છે અને દુનીઆની હરીફાઈ વચ્ચે ગુજરાન ચલાવવાનું છે એ યાદ રાખીને તેમને uptodate Citizens of India અને તે સાથે અનેકાન્તવાદ અથવા અનેક દષ્ટિબિંદુથી વિચાર કરી શકે તેવા સાચા જેન બનાવાય એવું જ શિક્ષણ આપવું જોઈએ.
(૬) પાઠશાલા સ્થાપવી એ આધ્યાત્મિક ઉન્નતિને જ રસ્તો છે; અને સ્વર્ગરથ મુનિઓનાં નામ આવાં કાર્યોથી અમર કરવાની પસંદગી વળી બેવડી સ્તુત્ય છે
(૭) જેનોની વસ્તી ઓછી થતી જતી જોઈ મુનિસમેલને તેનાં કારણે શોધવાની જરૂર સ્વીકારી છે એ દીર્ઘદૃષ્ટિપણું છે. અને જેનેની વસ્તી ૧૨,૩૬૦૦૦ બતાવી છેકેટલાકની માફક પોતાના પેટા વર્ગ તરફ દષ્ટિ રાખીને ૫-૬ લાખની જ નથી કહીતે વળી વધારે સંતોષ પામવા જેવી દષ્ટિવિશાલતા છે. અને એથી એ વધુ ખુશ થવા જેવું તે, વસ્તી ઓછી થવાનાં કારણે તપાસવા માટેની કમીટી નીમવા માટે કોન્ફરન્સ ઍફીસને અધિકારી ઠરાવી છે. શ્રીમતી કોન્ફરન્સ એ ચતુર્વિધ સંઘની સેવા માટે સ્થપાયેલી સંસ્થા હોવા છતાં કેટલાક સાધુએ તેના તરફ અવગણના અને કેટલાક તે ખુલ્લો સહપત્નીભાવ બતાવે છે એવા વખતમાં આ સુજ્ઞ મુનિએ કૅન્ફરન્સને યાદ કરે છે અને મહત્વ આપે છે તે બતાવી આપે છે કે તેઓ જમાનાની જરૂરીઆ પીછાનતા થયા છે.
અવલોકન, અલબત, ઘણું લાંબું થઈ ગયું છે, તેથી આપણે હમણું તે આટલે જ વિરમીશું અને આશા રાખીશું કે સાગર ગચ્છના મુનિઓ પોતે કરેલા ઠરાવો અમલમાં મુકવાની દઢતા અને બલ પામે તથા બીજ ગચ્છના સુજ્ઞ મુનિઓ અને શ્રાવકવેર્યો એ કામમાં હાયભૂત થવાની જરૂર સ્વીકારે !