________________
^
^
^
^
^
^
^
^
^
^
^
^
^
^
^
^
x
v
૧૮૬
જૈન ક. કૅન્સરન્સ હૈરલ્ડ. સુધી કોન્ફરન્સને અગર જૂદા જૂદા પ્રાંતના આગેવાનોને સોંપાશે તે કઈ વખત તકરારને સંભવ નહિ રહે. એ ભંડારમાં જૈન સૂત્રોની જૂનામાં જૂની પ્રત એકઠી કરવી જોઈએ, બીજા જૈન ગ્રંથોની પ્રત તથા આધુનિક તમામ જૈન ધર્મને લગતાં પુસ્તક ઉપરાંત હરકોઈ દેશના વિદ્વાનોએ રચેલાં તત્વજ્ઞાન, ભાનસ શાસ્ત્ર, ઈતિહાસ, ખગોલ, ધર્મ, નીતિ, સંસારસુધારે, ગુપ્ત વિદ્યાઓ એ વગેરે વિષયો ઉપરનાં પુસ્તકો પણ સંગ્રહવા જોઈએ, કે જેથી અભ્યાસ મુનિવરોને તેમજ શ્રાવકોને વિશાલ જ્ઞાન મેળવવાનું સુગમ થાય. ઉપરાંત વળી જૂના શીલાલેખો વગેરે પણ સંગ્રહવા જરૂરી છે. જે તમામ મુનિવરે પોતપોતાના ભાવિક શ્રીમતિને આવા એક પુસ્તક ભંડાર માટે વખતોવખત પ્રેરણું કર્યા કરે તો આતે આતે દસ લાખ રૂપિઆની કિમતને પુસ્તક ભંડાર થવો અસંભવિત નથી. આ બાબતમાં કૉન્ફરન્સ કે કઈ શ્રાવક જેટલું નહિ કરી શકે તેટલું મુનિરો કરી શકશે અને એટલા જ માટે અમે સાગર ગચ્છના મુનિઓએ કરેલા પુસ્તક ભંડારને લગતા ઠરાવને હવેષથી વધાવી લઈએ છીએ તથા એ ઠરાવને કાગળ ઉપર ન રહેવા દેતાં તથા માત્ર ઠરાવના શબ્દો માટે થતી શ્રાવકો તરફની વાહવાહથી સંતુષ્ટ ન થતાં, તે કામ માટે કમર કસી ઉધમ કરવા અને યોજના ઘડી જાહેરમાં મુકી - બીજાઓની સલાહને લાભ લઈ છેવટની યોજના પ્રમાણે વર્તવાનો નિશ્ચય સાથે નાણાની સગવડ માટે ઉધમ કરવા મુનિશ્રીઓને અરજ કરીએ છીએ. હમણાં શ્રીધર્મવિજયસૂરિને કૃષ્ણદુર્ગ (કિસનગઢ)માં રણજીતમલ્લ નાહટાએ દશ લાખ લોક પ્રમાણ ગ્રંથે ભેટ કર્યા છે. આ ગ્રંથ, સુરત મેહનલાલજી ભંડાર, પાટણ ભંડાર વગેરે એકઠાં કરી ઉત્તમોત્તમ પુસ્તક ભંડાર કરવામાં આવે તેના જેવું એકે નથી.
(૩) સાધ્વીત્રીઓએ વ્યાખ્યાન વાંચવું એવો ઠરાવ આપણા આધુનિક રીવાજમાં - સુધારે કરવારૂપ છે પણ તે એક ઘણો જરૂરી અને હિતાવહ સુધારો છે. સ્ત્રીવર્ગને ઉપદેશ ઠસાવવામાં એક પુરૂષ કરતાં એક સ્ત્રા વધારે ફતેહમંદ થઈ શકે, એ દેખીતું છે. સ્ત્રીવર્ગનાં ખાસ લક્ષણ, તેની ખાસીઅતે, તેની સમજશક્તિ, તેની મુશ્કેલીઓ, તેની જરૂરીઆતો એ વગેરેનું ભાન પુરૂષ કરતાં સ્ત્રીવર્ગને વધારે હોય અને તેથી સ્ત્રીવર્ગને ઉપદેશ આપવા માટે સાધ્વીઓને છૂટ મળવી જ જોઈએ. આપણું એક બંધુવર્ગમાં સ્થાનકવાસી જનવર્ગમાં એ રૂઢી ઘણું વખતથી ચાલે છે અને આપણા મુનિઓએ તે વર્ગની એ હિતાવહ રૂઢીનું અનુકરણ કરવા જેટલી ઉદારતા બતાવી છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. જૂદા જૂદા પંથે આ પ્રમાણે એકબીજાના સારા ગુણો કે રીવાજોની તારીફ અને અનુકરણ કરતાં શીખે તે હલકી નિંદાની જગાએ ભાઈચારે અને ઈર્ષાની જગાએ હિતકર સ્પર્ધાને પ્રચાર થઈ સર્વત્ર શાંતિ અને પ્રગતિ જોવાનો વખત નજીકમાં આવે.
સાધ્વીઓને આ પ્રમાણે વ્યાખ્યાન વાંચવાની ફરજ અદા કરવી પડશે તેથી શાસ્ત્રાધ્યયનમાં જ વખત ગુજારવાની ફરજ પડશે અને તેથી અનેક કલેશને રહેતો સંભવ નહિવત થશે અને ચારિત્રશુદ્ધિ પણ વિશેષતર ઉજવલ થશે. આપણે ઈચ્છીશું કે, જે વિદુષી સાધ્વીઓ શ્રાવિકાવર્ગ સમક્ષ વ્યાખ્યાન વાંચવાની રૂઢી અંગીકાર કરશે તેઓ વખત જતાં શ્રાવકવર્ગ વચ્ચે અને તેથી પણ આગળ વધીને જનસમાજ વચ્ચે જાહેર વ્યાખ્યાન આપવા શક્તિમાન થાય, અને જૈનધર્મ એક અદના સ્ત્રીને કેટલે બધે દરજજે ખીલવી શકે છે એ વિચારવાની દુનીઆને બતાવી આપવાની આપણને તક મળે,