________________
કુટ નેધ. થવાને એ ચોક્કસ છે; અને એટલા માટે જ અમે જાહેર વ્યાખ્યાનના ઠરાવને સાધુના હિતના ઠરાવ પૈકીના એક તરીકે ગણાવ્યો છે. જાહેર પ્રજાને વ્યાખ્યાન આપવા ઈચ્છતા મુનિએ જાહેર પ્રજા કે જેમાંની કેટલીક વ્યકિતએ તે શ્રાવક કુલમાં જન્મેલાઓ કરતાં બુદ્ધિમાં, ચારિત્રમાં તેમજ આત્મશકિતમાં વધારે આગળ વધેલી હેવાથી, તેમની સમક્ષ વ્યાખ્યાન આપનાર મુનિએ વધુ લાયકાત મેળવવા તરફ ફરક્યાત રીતે લક્ષ આપવું પડશે; અને એ જ મોટામાં મોટો લાભ છે. જનસ્વભાવ અને દેશસ્થિતિનું જ્ઞાન તે મુનિઓએ અવશ્ય મેળવવું પડશે; ભિન્નભિન્ન ધર્મ પાળનારા શ્રોતાઓ સમક્ષ વ્યાખ્યાન આપવાનું હોવાથી ભિન્નભિન્ન ધર્મનાં ગુપ્ત રહસ્ય અને બાહ્ય રૂઢીઓ જાણવાની તથા તે બન્નેનો સંબંધ મેળવીને ગુપ્ત રહસ્ય તરફ શ્રોતાઓનું લક્ષ કેવી રીતે ખેંચી શકાય તે તેઓએ વિચારવું પડશે; બીજા ધર્મવાળાઓની લાગણી ન દુખાવા પામે એવી શેલિથી જેન તો શિખવવાની રીત શોધવા તરફ લક્ષ આપવું પડશે અને તેથી ઘણેભાગે વપરાતી નિષેધક અને નિંદક શેલિને બદલે અતિ ઉપકારી પ્રતિપાદક શેલિ-મંડન શૈલિ અને તેને અંગે રહેલી હૃદયની નિષ્કપટી દયા શિખવી પડશે; આ પ્રમાણે અન્ય ધર્મઓ તરફ સહિષ્ણુતા રાખવાની ટેવ પડવાને પરિણામે ખુદ જૈનધર્મના જૂદા જૂદા પેટાવર્ગો વચ્ચે એખલાસ અને મસહિષ્ણુતા બતાવવાનું સ્વાભાવિક વલણ જન્મ પામશે; તથા જૂદા જૂદા ધર્મો અને સમાજોના સહવાસથી મળતો અનુભવ જેનેના ઉદ્ધારના રસ્તા યોજવામાં ઘણે કારગત થઈ પડશે.
આમ અનેક તરેહના લાભ જાહેર વ્યાખ્યાનની પ્રથાથી થવા પામશે. માટે એ પ્રથા દરેક આત્માથી પરોપકારી શક્તિમાન મુનિવચે અવશ્ય અંગીકાર કરવી જોઈએ છે.
- સાણંદમાં એકઠા મળેલા ન્હાના મુનિસમાજે આ ઠરાવ પસાર કરવામાં એક કિમતી માર્ગ સૂચન કર્યું છે એમ સ્વીકારવું જ પડશે. અત્યાર સુધીમાં મુનિમહારાજ શ્રીચારિત્રવિજયજી, મુનિ મહારાજ શ્રીબુદ્ધિસાગરજી અને મુનિ મહારાજ શ્રી વલ્લભવિજ્યજીએ જાહેર વક્તા તરીકે આ ઠરાવ અગાઉ પ્રયાસ સફલતાથી કર્યો છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે, અને તે ઉપરાંત આવા ઠરાવ વડોદરા મુકામે શ્રી આત્મારામજી મહારાજના સંઘાડાના મુનિસમેલને મુક્ત કંઠે કર્યો છે તે પણ સ્તુતિપાત્ર છે.
(૨) પુસ્તક ભંડાર માટે તે મુનિઓને ઠરાવ પણ શ્રાવકને હિતકર તો છે જ, પણ તે કરતાં મુનિવર્ગને વધારે હિતકર છે. આજના શ્રાવકેને શાસ્ત્રો વાંચવા-વિચારવાની ઈચ્છા અને કુરસદ તેમજ શક્તિ અલ્પ છે; પરંતુ સાધુઓને તે વાંચન-મનન-નિદિધ્યાસન એજ મુખ્ય કર્તવ્ય હોવાથી અને પુરાણુ ગ્રંથ કવચિત જ મળી શકતા હોવાથી આવા એક મહાન પુસ્તક ભંડારની હયાતી આત્માથી સાધુવર્ગને ઘણી જ લાભદાયક થઈ પડે. વળી આજકાલ ઘણાએક મુનિઓને પુસ્તકને જ પરિગ્રહ રૂ૫ થઈ પડે છે તેમ પણ હવે પછી નહિ થાય. કહેવાની જરૂર છે કે, આ પુસ્તક ભંડાર ન સ્થાપવા કરતાં કેઈપણ હયાત ભંડારને વિશાલ બનાવવા માટે જોઈતી રકમ અને જુના ગ્રંથની સંખ્યા મેળવી આપવા માટે તમામ સંઘાડાને મુનિરએ પિતાપિતાને ભાવિક શ્રાવકોને ઉપદેશ કરે, એજ વધારે વ્યવહારૂ પગલું ગણાશે. બીજા હયાત નાના નાના ભંડાર અને મુનિઓ પાસેના ગ્રંથોનો જ આ હવે પછી થવાના ભંડારમાં અર્પણ કરવાથી વ્યવસ્થા સારી થશે અને જજૂદી જૂદી જગાએ સાચવવાની જંજાલ બચશે, આવા મહાન ભંડારની વ્યવસ્થા બનતાં