________________
૧૮૪
જૈન શ્વે. કૅન્ફરન્સ હૈરલ્ડ.
આપવામાં ખરે જ ઉદાર બુદ્ધિ વાપરી છે. અલબત્ત એમ પણ હશે તે ખરું જ કે જેઓ જેઓને ધન્યવાદ અપાવે છે તેઓ સર્વ સંપૂર્ણ ધન્યવાદને પાત્ર ન પણ હોય અને કોઈ કોઈ વ્યક્તિ તરફ તે મુનિઓને પક્ષપાત પણ હોય; પણ તે છતાં તેઓની કૃતજ્ઞતા-કદરદાની એજ અહીં ચર્ચાતો વિષય હોવાથી એવી કદરદાની અને શુભ પ્રયાસ કરનારાઓને એવી રીતે ઉત્સાહ ધીરવાની રીત માટે આપણે ખચીત પ્રસન્નતા જ જણાવવી જોઈએ છે.
આ બે passive ઠરાવ પછી, તેઓના active ઠરા તરફ આપણે દષ્ટિ કરીશું. અને એ બીજા વર્ગના ઠરાના બે વિભાગ પાડીશું. કેટલાક ઠરાવ સાધુવર્ગની પ્રગતિ માટે ઉધમ કરવાના રૂપમાં છે, અને કેટલાક ઠરાવો શ્રાવકવર્ગની પ્રગતિ માટે ઉધમ કરવાના રૂપમાં છે. સાધુ-સાધ્વીની પ્રગતિ માટે તેઓએ નીચે મુજબ ઠરાવો કર્યા છે –
(૧) મુનિ મહારાજેએ જાહેરમાં ભાષણ આપવાં. (૨) એક વિશાલ પુસ્તક ભંડાર સ્થાપ. (૩) સ્થાનકવાસી સંપ્રદાયની પેઠે આપણે સાધ્વીઓએ પણ શ્રાવિકાઓ સમક્ષ ,
વ્યાખ્યાન વાંચવું. (૪) મોટાં મોટાં શહેરોમાં તથા સાધ્વીઓ માટે વ્યાકરણ, ન્યાય, બીજા ધર્મના
પુસ્તકે ભણવાની સગવડ કરી આપવી. અને શ્રાવક-શ્રાવિકાની પ્રગતિ માટે કરેલા ઠરાવો નીચે મુજબ છે – (૫) જેનેની અને જૈન શાસનની વૃદ્ધિ માટે ગુરૂકૂળ સ્થાપવું. (૬) મુનિ મહારાજ શ્રીરવીસાગરજીના સ્મરણાર્થે પાઠશાળા સ્થાપવી. (૭) પચાસ વર્ષ પહેલાં જેનેની વસ્તી પચાસ લાખ જેટલી હતી, જે ઘટતાં ઘટતાં
હાલમાં ૧૨,૩૬૦૦૦ સુધી આવી પહોંચી છે. આ ઘટડાનાં કારણોની તપાસ કરવા જેન કોન્ફરન્સ તરફથી એક કમિટી નીમવી અને આ બાબતે સંબંધી
વધુ વિચાર કરવા એક જૈન મહામંડલ નીમવું. હવે આપણે આ ઠરાવનું વ્યવહારૂપણે વિચારીએ.
(1) પ્રથમ તીર્થકર શ્રીકૃષભદેવ ભગવાને જે સત્ય જોયું અને પ્રબોધ્યું હતું તે જ સત્ય ચોવીસમા તીર્થકર શ્રી મહાવીર પ્રભુએ જોયું અને પ્રબોધ્યું છે. તેઓ કાંઈ કોમ-જ્ઞાતિ કે વર્ણને માનનારા ન હતા પણ જે કાંઈ પોતે જાણ્યું તે સકળ વિશ્વને માટે મૂકતા ગયા છે અને પિતાના સમયમાં પણ છે જે માણસોને તેઓ પૂલ દેહથી પહોંચી શક્યા તે સર્વને તે જ્ઞાન તેમણે ભિન્નભાવ સિવાય આપ્યું હતું. તેઓએ જેમ કોઈ જાતની સંકુચિત દષ્ટિ રાખી નહોતી અને અમુકને જ પિતાના જ્ઞાનને લાભ આપવા ઇચ્છયું ન હતું, તેમ, તેમના અનુયાયીઓએ એટલે જૈન સાધુઓએ પણ શ્રાવક કુલમાં જન્મેલાઓના જ વર્ગમાં બંધ કરવાની સંકુચિત ઉદારતા ન રાખતાં મનુષ્ય જાત માત્ર તરફ દયાભાવ રાખીને સર્વને તારવા--સુખને રસ્તો બતાવવા તૈયાર રહેવું જોઈએ અને એટલા માટે શ્રાવક કુલમાં જન્મેલાઓ વચ્ચે વ્યાખ્યાન આપવા ઉપરાંત જાહેર વ્યાખ્યાને પણ આપવાની પ્રથા રાખવી જોઈએ. એવાં જાહેર વ્યાખ્યાને આપવાથી જનસમાજને જે લાભ થો સંભવીત છે તે કરતાં પણ વધુ લાભ તે વ્યાખ્યાનદાતા મુનિઓએ પિતાને જ