________________
ફુટ નેધ.
૧૮૩ એકઠું થવા સંભવ છે, કે જે વડે, જેમ એકલું એંજીન સો ડબ્બાને ખેંચી શકે છે તેમ, આ સાધુરને પૈકીની એકેક વ્યક્તિ સેંકડે શ્રાવકોને તેમના લક્ષબિંદુએ ખેંચી જઈ શકે. બીજા શબ્દમાં કહીએ તે, ગૃહસ્થવર્ગને કદી ન મળી શકે એટલી કુરસદ અને નિવૃત્તિ તથા નિશ્ચિતતા સાધુવર્ગને સ્વભાવતઃ મળતી હોવાથી અને એમનું મુખ્ય કામ જ ભૂત-વર્તમાન -ભવિષ્ય વિચારવાનું હોવાથી, એ સઘળાના પરિણામે એમનામાં ઘણો અનુભવ આવી શકે અને એમનું વિચારોબળ કેળવાઈ કેળવાઈને એટલું મજબુત થઈ શકે કે તેઓ તે વડે ઘણાઓને પ્રગતિના ભાગે ખેંચી શકે.
આવી સરસ સગવડ સાધુવર્ગને મળેલી હોવા છતાં, તે સગવડને તે રસ્તે કેટલો ઉપગ આજકાલ કરાય છે એ સૌ કોઈ જાણે છે. જૈનવર્ગમાં દેખાતા કુસંપ, અજ્ઞાનતા, નિરાશ્રીત મનુષ્યની સંખ્યા, કુરીવાજો, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધાઃ એ વગેરે ઉપરના સવાલને જવાબ સારી રીતે આપી શકશે.
તેમ છતાં, તેની વાત છે કે, હમણાં હમણાં કેટલાક મુનિવરેની દષ્ટિ વર્તમાન દશા અને લક્ષબિંદુ તરફ પડવા લાગી છે અને તેઓએ લોકોનું લક્ષ તે બે સવાલ તરફ દોરવા માટે પ્રયાસ પણ આર્યા છે. આચાર્ય શ્રી કમળવિજયજીના પ્રમુખપદ નીચે ગઈ સાલ (તા. ૧૩ જુન ૧૮૧ર) વડોદરા મુકામે કેટલાક મુનિશ્રીઓની એક સભા મળી હતી, જે વખતે સાધુવર્ગની તેમજ શ્રાવકવર્ગની હાલની સ્થિતિનું અવલોકન ખુધી દષ્ટિએ કરવા જેટલું હેઠું મન બતાવવામાં આવ્યું હતું અને કેટલાક ધારાઓ ઘડવામાં આવ્યા હતા.
હમણાં, ગઈ તા. ૨૮ મે ના દિવસે સાણંદ મુકામે મુનિ શ્રીસુખસાગરજીના પ્રમુખપણું નીચે સાગર ગચ્છના કેટલાક મુનિઓનું એક સમેલન થયું હતું, જેમાં માત્ર સ્થિતિનું અવલોકન કરવા જેટલું એકજ કામ ન કરતાં લક્ષબિંદુ સૂચવી ત્યાં પહોંચવાના રસ્તા પણ નક્કી કરવામાં આવ્યા હતા. એ સમેલનના ઠરાવનું અવલોકન કરીને આપણે હમસાંજ ઈશું કે કેટલે દરજજે તેઓએ પિતાનું કર્તવ્ય બનાવ્યું છે.
સાણંદ મુકામે મળેલા સાધુસમાજે જેનવર્ગની ઉન્નતિ માટે પ્રથમ જરૂરનું તત્વ જે વિચારોની આપ-લે તેને સારી રીતે સ્વીકાર કર્યો છે. કારણ કે તેમણે એવો ઠરાવ કર્યો છે કે, “સર્વ સાધુઓએ મતભેદને દૂર રાખી દરવર્ષે એકવાર સંમેલનમાં એકઠા થવું” ઘણા વિચારકે એકઠા થાય અને અહંકારરહીતપણે શાન્તિથી એકબીજાના વિચારો અને અનુભવો સર્વની સમક્ષ રજુ કરવામાં આવે, તો જ પ્રગતિને સરળમાં સરળ રસ્તો હાથ લાગી શકે. એટલા માટે આપણે ઈચ્છીશું કે, હવે પછી બીજા ગચ્છોના વિચારશીલ મુનિરત્નો આવાં સમેલનમાં ભાગ લેવા કૃપાવાન થશે અને સાધુવર્ગ તેમજ ગૃહસ્થવર્ગની ઉન્નતિ માટે સૂચવાતા અનેક રસ્તાઓના મુકાબલા કરી તથા તેમાંથી વ્યવહારૂ અને સરળ રસ્તાઓ પસંદ કરી તે રસ્તે સર્વને દોરવાને કટિબદ્ધ થશે.
સાણંદમાં મળેલા મુનિઓએ બીજું જે ઉત્તમ કામ કર્યું છે તે, ધર્મ જ્ઞાન ફેલાવનારા મંડળો, મુનિઓ અને શ્રાવકેના કામની નોંધ લઈ તેઓને ધન્યવાદ આપી એ રીતે તેમના ઉત્સાહમાં વધારો કરવાને લગતું અને બીજાઓને દાખલો બેસાડવાને લગતું છે. જ્ઞાનના ફેલાવા માટે સારા ગ્રંથો બહાર પાડવાની અને પાઠશાળાઓ સ્થાપવાની જરૂર સ્વીકારીને આ મુનિઓએ તે રસ્તે આત્મભોગ આપતી કેટલીક વ્યક્તિઓને અને સમાજોને ધન્યવાદ