SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. ૫૦ જે રૂઢીથી કામ ચલાવવામાં આવે છે તેથી એક બાજુ સદર સંસ્થાઓની વૃદ્ધિ થાય છે, ત્યારે બીજી બાજુથી બંધ પડતી જાય છે અથવા મંદ પડી જઈ, ચાલુ હોવા છતાં તેને કંઈ પણ લાભ મળી શકતા નથી અને તેને ખર્ચ ચાલુ રહે છે, અને જે જે સંસ્થાઓ ચાલુ છે તેમજ મોટા ભાગની સંસ્થાઓમાં ધોરણસર શિક્ષણ અપાતું નથી તથા કેટલીએક સંસ્થાઓમાં અર્થ તેમજ હેતુ શિખવવામાં આવતા નથી. તેથી શિખનારાઓને અધુરું જ્ઞાન મળી આપણે ધારેલો હેતુ પાર પડતું નથી. આપણો હેતુ એવો છે કે જ્યાં જ્યાં સદરહુ સંસ્થાઓ ના હોય ત્યાં ત્યાં નવી સ્થાપન પન કરાવવા પ્રયત્ન કરે અને જે જે સ્થળે ચાલુ હોય તેને સંગીન પાયા ઉપર લાવવી એનો અર્થ એ છે કે દરેક ધાર્મિક સંસ્થામાં ઘેરણસર શિક્ષણ આપવાની ગેઠવણ કરાવી તેને અર્થ તથા હેતુઓ શિખવવા અને બાળકો તેમજ બાળકીઓને તે તરફ પ્રેરવવા બની શકે તેટલી સ્કોલરશીપ તથા ઇનામો આપવાની ગોઠવણો કરાવવી; અને બનતી તજવીજે આપણું કોઈ જેનધર્માચાર્ય મહારાજને વિનંતિ કરી જેવી રીતે ગુજરાતી સ્કુલમાં પહેલેથી સાત - રણ સુધીની ચોપડીઓ દાખલ કરવામાં આવી છે, તેવી રીતે બાળકને પ્રાથમિક ધાર્મિક શિક્ષણ આપવા માટે પાંચ અથવા સાત ચોપડીઓ બનાવવી અને તેમાં સવારે જ્યારે ઉડવું, ઉઠીને શું કાર્યો કરવાં, મા, બાપ તથા વડીલ સગા વહાલાં સાથે કેવી રીતે બેલવું તથા વર્તવું, દરેક સાથે વિનયથી બોલવું અને વર્તવું, સાધુ મુનિરાજ તથા ગુરૂણીઓને કેવી રીતે અને કઈ કઈ વખતે વંદન કરવું, કેવી રીતે ઉભા રહેવું, કેવી રીતે બેસવું, કેટલે છે. ચાલવું, ગોચરી કેવી રીતે વહોરાવવી, કેવી રીતે તેમની વેયાવચ્ચ કરવી, જૈન મંદિરમાં કેવી રીતે દેહ શુદ્ધ કરી જવું, કેવાં વસ્ત્ર પહેરી જવું, તેમાં પેસતાં કેવી રીતે નમસ્કાર કરે, ક્યારે ક્યારે નિણહીઓ કહેવી, કેવી રીતે પ્રાર્થના કરવી, કેટલીકવાર પૂજા કરવી, કયે કયે વખતે પૂજા કરવી, કેટલે છે. રહી પ્રાર્થના કરવી વિગેરે બાબત ઉપર ઉપર જણાવ્યા મુજબ પાંચ અથવા સાત ચોપડીઓ બનાવી તેમાં પ્રથમ બારાખડી, પછી ઉપર જણાવેલી બાબતે તથા દરેક ચેપડીના પાછલા ભાગમાં ધારણસર બાળકો શીખી શકે તેટલાં સૂત્રો તેના અર્થ તથા હેતુ સહિત દાખલ કરવા. આવી ચોપડીઓ બનાવી આ સંસ્થા તરફથી દરેક જૈન પાઠશાળા, વિધાશાળા, તેમજ કન્યાશાળાઓમાં દાખલ કરાવવી અને વખતો વખત તેના શિક્ષકોએ બાળકોને સાધુ મુનિરાજ તથા સાધ્વીજી આગળ તથા જૈન મંદિરમાં લઈ જઈ સદર ચોપડી મળેથી આપેલા શિક્ષણ પ્રમાણે વર્તે છે કે નહિ તેની પરીક્ષા તેજ સ્થાને લેવી અને પહેલા બીજા તથા ત્રીજા નંબરે પાસ થતા બાળકોને સારાં જેવાં ઇનામો આપવા સાથે સેકસ પાઠશાળા તથા વિદ્યાશાળાઓમાં અંગ્રેજી, સંસ્કૃત વિગેરે વ્યવહારિક શિક્ષણ આપવાની ગેઠવણ થાય તે આપણે જેને પુરેપુરા શ્રદ્ધાવાન બની ધર્મિષ્ઠ થઈ પુરેપુરા કેળવાઈ જૈન ધર્મની ધ્વજ ફરકાવે. જો કે આ સંસ્થા એટલે બધે બે ઉપાડી શકે તેવી સ્થિતિમાં નથી તેથી વ્યવહારિક શિક્ષણ બદલ અગે વ્હારે વધારે બેલવું ઠીક નથી, પરંતુ આપણે જૈન અગ્રેસરો પ્રત્યે મારી નમતાપૂર્વક અરજ છે કે આ બાબત ઉપર તેઓ સાહેબોએ તાકીદે ધ્યાન આપી આવી સંસ્થાઓ (ગુરૂકુળ જેવી) ઉભી કરવાની આપણુ જેને માટે ખાસ જરૂર છે. : વાંચનમાળા કેવા નિયમો ધ્યાનમાં રાખી થવી જોઈએ તેના સંબંધમાં એક મનનીય પત્ર મુનિમંડળને લખવામાં આવ્યો હતો તે આવતા એકાદ અંકમાં મૂકેલ તબી.
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy