________________
પર ૦
જૈન કન્ફરન્સ હૈરછ. આવી રીતે ગોઠવણ કરવાથી આપણે જેને ધીરે ધીરે પણ સારી રીતે શુદ્ધ શિક્ષણ મળવાથી પુરેપુરા શ્રદ્ધાવાન બની પિતાના ધાર્મિક તથા વ્યવહારિક રીતિ રીવાજો, તેમજ વિચારોમાં પિતાની મેળે સુધારે વધારો કરી જૈન ધર્મની ધ્વજા ફરકાવશે, એટલું જ નહિ પણ હાલમાં આપણા સાધુ મુનિરાજે તેમજ શ્રાવક, શ્રાવિકાઓ અન્ય દર્શનવાલા પંડિત પાસે આપણા ધર્મનું શિક્ષણ લે છે, તેથી આપણા જેનચાર્ય મહારાજે તથા શ્રાવક પંડિતે પાસે જે જૈન ધર્મનું શિક્ષણ મળી તેનું રહસ્ય તથા રીતી રીવાજોને આપણને અનુભવ થઈ ધર્મ ઉપર જે શ્રદ્ધા બેસે છે તેવું શિક્ષણ તથા અનુભવ અન્યદર્શ નવાળા પંડિતથી મળી શકતું નહી હોવાથી આપણા જેને જોઈએ તેવા ધર્મિક અને શ્રદ્ધાવાન બનતા નથી, તેથી તેમના વિચારો અવળ સવળ થઈ જાય છે. માટે આપણું જેનોને ઉપર જણાવ્યા મુજબ ધાર્મિક તેમજ વ્યવહારિક શિક્ષણ આપવાની ગોઠવણ થાય તો તેમાંથી આપણા જેને પંડિત થાય અને તેમનાથી જ આપણું જેને પુરેપુરું ધર્મનું જ્ઞાન મેળવી કેળવાઈ ધમિક તથા શ્રદ્ધાવાન બની શ્રાવક કુળને પુરેપુરું દીપાવે. તેમજ આપણે કેટલાએક દ્રવ્યને લાભ અન્યદર્શનવાળા લે છે તે લાભ આપણે જેનેને મળે.
આ મંડળને બીને ઉદ્દેશ આપણું તીર્થો અને જૈન મંદિરોમાં થતી આશાળના ટાંળવાને તથા જીર્ણોદ્ધાર કરાવવા પ્રયત્ન કરાવવા વિગેરેને બે. આ મંડળને સં. ૧૯૬૬-૬૭ ને વાર્ષિક રીપોર્ટ જોતાં આપણું પવિત્ર તીર્થરાજ શેત્રુજ્ય તીર્થ સીવાય બીજા તીર્થો તથા જૈન મંદિરો ઉપર પુરતું ધ્યાન આપી શકાયું હોય તેવું દેખાતું નથી. આપણે જે જે તિર્થોમાં તથા જૈન મંદિરોને લગતા ગામોમાં આપણે જેને મુદ્દલ રહેવાશ નથી, કદાચ હેય તે ઘણોજ ડે, તે પણ મોટે ભાગે નિધન, તેવાં તીર્થો તથા જૈન મંદિરોમાં ઘણી જાતની આશાતનાઓ થાય છે (તેનું વિગતવાર વર્ણન આ સંસ્થાને લગતા સૂચનાપત્રમાં કર્યું છે, તેને તાકીદે બંદોબસ્ત થવાની ખાસ જરૂર છે.
કેટલાક જૈન મંદિરોમાં નાણું નહી હોવાથી તેને મદદ કરી જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર છે. પરંતુ કેટલાક જૈન મંદિરમાં નાણાં હોવા છતાં તેને લાગતા વળગતાઓ જીર્ણોદ્ધાર કરાવતા નથી અને લાખો રૂપીઆનાં અમૂલ્ય પુરાણ બાંધ કામ ખરાબ કરે છે તેવા લોકોને આ (જૈન ધાર્મિક હિસાબ તપાસણી) ખાતા તરફથી યોગ્ય સલાહ આપતાં તેઓ જવાબ આપે છે કે “આટલાં નાણાંમાં કામ પૂરું થાય તેમ નથી માટે ખુટતાં નાણાં તો આગળથી આપે તે કામ કરાવીએ વિગેરે બોલી છેવટ સુધી બેસી રહે છે માટે તે બાબતને તાકીદે બંદોબસ્ત થવાની ખાસ જરૂર છે.
દેવદ્રવ્યની ગેર વ્યવસ્થા થતી અટકાવવાની ખાસ જરૂર છે; કારણ કે ભાગ્યે જ જુજ ધાર્મિક સંસ્થાઓનાં દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, તથા સાધારણ દ્રવ્ય વિગેરેની સારી રીતે વ્યવસ્થા થતી હશે બાકી મોટા ભાગની ધાર્મિક સંસ્થાઓના દ્રવ્યની ગેરવ્યવસ્થા થઈ લાખો રૂપીઆ ખવાઈ જાય છે યા ગેર વ્યાજબી રીતે વપરાઈ જાય છે. જો કે શ્રી જૈન ધાર્મિક હિસાબ તપાસણી ખાતે શરૂ થયા બાદ ઘણી ધાર્મિક સંસ્થાઓમાં થતી આશાતનાઓ ટળાવી, સુધારા વધારા કરાવી, દેવ દ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય તથા સાધારણ દ્રવ્યને મોટી રકમને બચાવ કરાવ્યો છે તથા મોટી રકમ વસુલ કરાવી આપી છે તે પણ તે બંદોબસ્ત હમેશાં કાયમ રહે તેવો પાકી રીતે બંદોબસ્ત કરવાની ખાસ જરૂર છે. અપૂર્ણ