________________
કફરન્સ મિશન.
૫૫
कॉन्फरन्स मिशन.
(૧) ઉપદેશક મી. પુંજાલાલ પ્રેમચંદને પ્રવાસ.
ભાગલ (પીપલી) –તા સલાણાની જાન આવતાં જાનને ઉતારે જાહેર ભાષણ આપ્યું હતું જેની અસરથી લગ્ન પ્રસંગે ફટાણાની બદલીમાં શાસ્ત્રીય ગીત ગવાયાં હતાં. સુકૃત ભંડાર કંડ વસુલ કરી આપ્યું હતું.
ગોળા–શિયલત્રત, કન્યાવિક્રય, ફટાણાં નહિ ગાવાં વિગેરે વિષયો પર જાહેર ભાષણ આપતાં સારી અસર થઈ હતી. સુકૃતભંડારકુંડ વસુલ કરી આપ્યું હતું.
માલણ– સં૫, શિયલવત, કન્યાવિક્રય, કજોડાં, વ્યસન વિગેરે વિષય ઉપર ભાષણ કર્યા હતાં, હકો નહિ પીવાની કેટલાકેએ પ્રતિજ્ઞા લીધી હતી. સુકૃતભંડારકુંડ વસુલ કરી આપ્યું હતું.
ટેબાચુડી–એક અઠવાડીયું રહી શિયળવૃત, લગ્ન પ્રસંગે ફટાણું નહિ ગાવાં. કન્યાવિજ્ય, કડાં, વૃદ્ધવિવાહ, દુવ્યસન અને હાનીકારક રીવાજો ઉપર ભાષણ આપતાં ઘણું જ સારી અસર થઈ હતી.
બાવલચુડી–જીવદયા, ભકિત વિગેરે વિષય પર ભાષણ આપ્યાં હતાં. અસરકાર લાગણી ફેલાઈ હતી. સુકૃતભંડાર ફંડ વસુલ કરી આપ્યું હતું.
મજાદર–અત્રે જાહેર ભાષણ આપતાં કટાણાં નહિ ગાવાની ઘણી બહેનેએ બાધા કરી હતી.
ચાંગ–અ ભાવો આપતાં જૈન તેમજ જનેતર ભાઇઓમાં સારી લાગણી ફેલાઈ હતી. કેટલીક બહેનોએ ફટાણું નહિ ગાવાની પ્રતિજ્ઞા લીધી હતી.
મેતા–છ દિવસ રહી, કજોડાં, કન્યાવિક્રય, બાળલગ્ન, વૃદ્ધવિવાહ, મૃત્યુ પાછળ રડવું કુટવું, ભકિત વિગેરે વિષયો પર અસરકારક ભાષણ આપ્યાં હતાં લેકોની સંખ્યા ૬૦૦-૧૦૦ આશરે શ્રવણ કરવા મળતી હતી. સુકૃત ભંડાર ફંડ વસુલ કરી આપ્યું હતું.
તેનીવાડા–મૃત્યુ પાછળ રડવું કરવું નહિ એવી પ્રતિજ્ઞાઓ ભાષણોની અસરથી થઈ છે તેમજ કેટલાક બીડી, હુકાના વ્યસનીઓએ પણ તેને દુર્વ્યસનને તીલાંજલી આપી છે. સુકૃત ભંડારરેડ વસુલ કરી આપ્યું હતું.
નાંદોત્રા–અત્રે ચાર દિવસ રહી બાળલગ્ન, કન્યાવિક્રય, વ્યસનથી થતા ગેરફાયદા ઉપર જાહેર ભાષણ આપ્યાં હતાં. ભાષણોની અસર સારી થઈ હતી. કેટલાકોએ પિતાની કન્યાના પૈસા નહિ લેવા ઠરાવ કર્યો હતો તેમજ કેટલાકએ હુકા નહિ પીવાની બાધા રાખી હતી. સુકૃતભંડાર ફંડ વસુલ કરી આપ્યું હતું.
ડાલવાણાઅત્રે પણ ચાર દિવસ રહી કજોડાં, કન્યાવિક્ય, બાળલગ્ન આદિ વિષય પર જાહેર ભાષણ આપ્યાં હતાં. તેથી લોકોનું ધ્યાન ઉકૃત વિષયે પર ખેંચાયું છે. સુકૃત ભંડાર કંડ વસુલ કરી આપ્યું હતું.